RTE Admission 2024:

Gujrat
0


ધો 1 થી 8 ખાનગી શાળા માં મળશે ફ્રી એડમિશન .RTE Admission 2024 પ્રોસેસ ;ક્યારે ફોર્મ ભરાશે 


RTE Admission 2024: શિક્ષણ ક્ષેત્રે

RTE Admission 2024: RTE Document List: https://rte.orpgujarat.com: રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમા છે. તે પૈકીની એક યોજના એટલે RTE Admission. આ યોજના અંતગત નબળા અને વંચીત વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળામા ધોરણ 1 થી 8 સુધી ફ્રી  Admission 2024 ના ફોર્મ  ક્યારે ભરાશે RTE Document List RTE એડમીશન માટે જરૂરી માહિતી આ પોસ્ટમા મેળવીશુ. શિક્ષણ નો અધિકાર અધિનિયમ 2009 એટલે કે RIGHT TO EDUCATION અન્વયે નબળા અને વંચીત જૂથના વિદ્યાર્થીઓને ધોરણ 1 માં વિદ્યાર્થીઓને ખાનગી છાળામા ફ્રી એડમીશન આપવામા આવે છે.સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. RTE Admission પણ આવી જ એક શિક્ષણ ક્ષેત્રની ઉપયોગી યોજના છે. :હવે તમારા બાળકોને ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામાં સંપૂર્ણ મફતમા શિક્ષણ આપી શકો છો. RTE Admission 2024 માટે ક્યારે ફોર્મ ભરાશે, આર.ટી.ઇ. એડમીશનની શું પ્રોસેસ હોય છે ? વગેરે બાબતોની આજે આ પોસ્ટ મા માહિતી મેળવીશુ.



RTE દર વર્ષે સરકાર તરફથી કેટલી રકમ વિદ્યાર્થીને સહાય રુપે આપવામા આવે છે ? 3. RTE Admision માટેના ફોર્મ કયારે ભરાય છે?

દર વર્ષે RTE એડમીશન માટેના ફોર્મ ઓનલાઇન ભરવામા આવે છે. જે સામાન્ય રીતે મે મહિનામા ઓનલાઇન ભરાય છે. આ યોજના અંતર્ગત ખાનગી શાળાઓમા ધોરણ 1 મા 25 % જગ્યાઓ પર નબળા અને વંચીત જુથના વિદ્યાર્થીઓને ફ્રી પ્રવેશ આપવામા આવે છે. જેમા વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 8 સુધી ફ્રી અભ્યાસ ની સાથે સાથે દર વર્ષે રૂ.3000 ફી એમ્બર્સ રૂપે પણ સરકાર તરફથી આપવા આવે છે. ધોરણ 1 થી 8 સુધી વિદ્યાથી ને  ખાનગી શાળામા કોઇ ફી વગર એડમિશન મળે છે.






આ યોજના હેઠળ ધોરણ 1 માં દર વર્ષે દરેક ખાનગી શાળાઓમા તેની કુલ જગ્યાના 25 % જગ્યા પર ગરીબ અને નબળા વર્ગ ના વિદ્યાર્થીઓને ફ્રી પ્રવેશ આપવામા આવે છે. જેમાં વિદ્યાર્થીને જે ખાનગી શાળા મા એડમીશન મળે તેમા ધોરણ 1 થી 8 સુધીનુ શિક્ષણ ફ્રી આપવામા આવે છે. એટલે કે વિદ્યાર્થીના વાલીએ કોઇ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. ઉપરાંત વિદ્યાર્થીને દર વર્ષે ધોરણ 8 સુધી રૂ.3000 ફી રી એમ્બર્સ એટલે કે શિષ્યવૃતિ પેટે પણ આપવામા આવે છે.

RTE એડમીશન ફોર્મ ક્યારે ભરાશે ?


Rte અપલોડ કરવાનાં ડોક્યુમેન્ટ /પ્રમાણ પત્ર



RTE એડમીશન ની પ્રક્રિયા દર વર્ષે શિક્ષણ વિભાગ તરફથી સામાન્ય રીતે એપ્રીલ મહિનામા શરુ કરવામા આવે છે. જેમાં જુન મહિનામા ખુલતા વેકેશન સુધીમા વિદ્યાર્થીને એડમીશન આપી દેવામા આવે છે. ચાલુ વર્ષે હજુ RTE Admission 2023 Date જાહેર કરવામા આવી નથી. સંભવિત એપ્રીલ મહિનામા પ્રક્રિયા શરુ થશે તેવી શક્યતાઓ રહેલી છે. RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ માટે ઓફીસીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com/ ની નિયમિત મુલાકાત લેતા રહેશો.

RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબના તબક્કાવાઇઝ હોય છે.





સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી સામાન્ય રીતે એપ્રીલ મહિનામા વર્તમાનપત્રોમાં જાહેરાત આપી RTE Admission નો સંપૂર્ણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવે છે.

• નક્કી તારીખોમાં RTE Admission official website પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે. ક્યાય હાર્ડકોપીમા જમા કરાવવાનુ હોતુ નથી. પરંતુ જિલ્લાની કચેરી દ્વારા આ ઓનલાઇન ભરેલા ફોર્મની ચકાસણી કરવામા આવે છે. જે યોગ્ય હોય તો અપ્રુવ કરવામા આવે છે. જો કોઇ ડોકયુમેંટ ની કવેરી હોય તો રીજેકટ કરવામા આવે છે.

• ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ સોફટવેર મારફતે મેરીટ તૈયાર કરવામા આવે છે. અને મેરીટ આધારિત રાઉન્ડ બહાર પાડે વિદ્યાર્થીઓને એડમીશનઆપવામા આવે છે. એડમીશન મળેલ વિદ્યાર્થીએ ઓનલાઇન જ એડમીશન લેટર. ડાઉનલોડ કરી જે શાળામાં એડમીશન મળ્યુ હોય ત્યા પ્રવેશ માટે જવાનુ રહે છે.

👉પુરાવા 

રહેઠાણ નો પુરાવો

આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા - કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

વાલીનું જાતીનું પ્રમાણપત્ર

મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

જન્મનું પ્રમાણપત્ર

ગ્રામ પંચાયત/નગર પાલિકા, મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી, બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

ફોટોગ્રાફ

પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

વાલીની આવકનું પ્રમાણપત્ર

👉આવકનો દાખલો

મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસઅધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.

👉બીપીએલ

૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે

મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં  ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ. 

વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ: 

મામલતદારશ્રી અથવાસમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

• અનાથ બાળક

જે તે જીલ્લા નીચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

 સંભાળ અને સંરક્ષણનીજરૂરિયાતવાળું બાળક: જે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું

પ્રમાણપત્ર

 બાલગૃહ ના બાળકો: જે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

બાળમજૂર / સ્થળાંતરીત મજુરનાબાળકો: જે તે જીલ્લાના લેબર અને

રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનુંપ્રમાણપત્ર

સેરેબ્રલી પાલ્સી વાળા બા સિવિલ સર્જન પ્રમાણપત્ર

ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ): સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%) (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની

સારવાર લેતા બાળકો: સિવિલસર્જન પ્રમાણપત્ર

શહીદ થયેલ જવાનના બાળકો:સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો

સંતાનમાં એક માત્ર દીકરી હોય તે

કેટેગરી માટે: ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો

સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો

સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

બાળકનું આધારકાર્ડ: બાળકના
આધારકાર્ડની નકલ

વાલીનું આધારકાર્ડ: વાલીના

આધારકાર્ડની નકલ

બેંકની વિગતો: બાળક કે વાલીના બેંક
ખાતાની પાસબુકની ઝેરોક્ષ




Home page CLICK HERE  અહીંયા ક્લીક કરો 


RTE WEBSITE.CLICK  HERE અહીંયા ક્લીક કરો





Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!