રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ NEP -2020 વિશે સંપૂર્ણ જાણો // Know complete about National Education Policy 2020 NEP-2020

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ NEP -2020 વિશે સંપૂર્ણ જાણો // Know complete about National Education Policy 2020 NEP-2020

 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ NEP -2020 વિશે સંપૂર્ણ જાણો // Know complete about National Education Policy 2020 NEP-2020 

 21 મી સદી ની આ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ છે . જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ના બદલે અમલમાં મુકવામાં આવી છે.આ શિક્ષણ નીતિમાં સમાનતા ,ગુણવતા એફોડેબિલિટી અને જવાબદારી ના મૂળભૂત પાયા પર તૈયાર કરવામાં આવી છે , 

આ નવી શિક્ષણ નીતિ 29 જુલાઇ 2020 ના રોજ જાહે૨ ક૨વા માં આવી હતી. ર્ડો. કે. કસ્તુરીરંગન સંમિતિની ભલામણ ના આધારે આ નીતિ નું ઘડતર કરવા માં આવ્યું હતું.  આ નીતિ હેઠળ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય નું નામ શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું આ અગાઉ વર્ષ 1985 માં રાજીવ ગાંધી દ્વારા શિક્ષણ મંત્રાલય નું નામ બદલી MHRD રાખવા માં આવ્યું હતું. વર્ષ 1968 અને 1986 બાદ આ સ્વતંત્ર ભારતની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણનીતિ હતી. આ નીતિ માં કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્વારા શિક્ષણ માટે કુલ બજેટના 6% જેટલા ખર્ચનું લક્ષ્ય રખાયુ વર્તમાનમાં પ્રચલીત 10+2 ની જ્ગ્યાએ 5+3+3+4 નું મોડેલ અમલમાં મુકાશે education અને learning ૫૨ વિશેષ ભાર મૂકવા માં આવશે.આ નીતિ અનુસાર ધો 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવા માં આવ્યો છે. 

સૌ પ્રથમ વાર 3 થી 6 વર્ષના બાળકો માટે બાળવાટિકા’ નો નવો કોન્સેપ્ટ લાવવા માં આવ્યો છે.  6 થી 8 વર્ષના બાળકોના માટે ધો 1 અને 2 માં પ્રવેશ આપવા માં આવશે


ઉંમર 3થી 6 વર્ષ 

3 વર્ષ બાલવાટિકા 

ઉંમર 3થી 8 વર્ષ

2 વર્ષ (ધો ,1અને 2)

ઉંમર 8થી 11 વર્ષ

3 વર્ષ (ધો ,3થી 5 )

ઉંમર 11થી 14 વર્ષ

3વર્ષ (ધો 6થી 8)

ઉંમર 14થી 18 વર્ષ

4 વર્ષ (ધો 9 થી 12)
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ NEP -2020 વિશે પ્રશ્ની 

💥 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ NEP માં વ્યવસાયયિક શિક્ષણ ની શરૂઆત ક્યારે ?
 
 • જવાબ : ધોરણ 6 થી વ્યવસાયયિક શિક્ષણ ની શરૂઆત થશે .
💥 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં બાળકો ના મૂલ્યાંકન કરવા માટે કઈ સંસ્થા ની સ્થાપના થઇ છે ?

 • જવાબ :રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં બાળકો ના મૂલ્યાંકન કરવા માટે "પરખ" સંસ્થા ની સ્થાપના થઇ છે .
💥 ધોરણ 1 માટે NCERT કયું મોડ્યુલ તૈયાર કરશે ?

 • જવાબ ધોરણ 1 માટે NCERT ત્રણ માસ નું" શાળા તૈયારી મોડ્યુલ" તૈયાર કરશે 

💥 ભારત માં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની જાહેરાત કયા વર્ષ માં થઇ હતી ?

 • જવાબ: ભારત માં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની જાહેરાત 1986 ના વર્ષ માં થઇ હતી .

💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં પરીક્ષા સંદર્ભે શું વિશેષ આયોજન છે ?

 • જવાબ :પરીક્ષા સંદર્ભે વિશેષ આયોજન માં કોચિંગ ક્લચર પરીક્ષા પદ્ધતિ કાઢી તેની જગ્યાએ નિયમિત અને સતત મૂલ્યાંકન વ્યવસ્થા નું આયોજન છે .
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં કયા ધોરણ સુધી મૂળભૂત સાક્ષરતા નું લક્ષ રાખવામાં આવ્યું છે ?

 • જવાબ :વર્ષ 2025 સુધીમાં ધોરણ  3 સુધી મૂળભૂત સાક્ષરતા (FLN ) નું લક્ષ રાખવામાં આવ્યું છે 
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં  GAS અને NAS પરીક્ષા કઈ સંસ્થા લેશે ?

 • જવાબ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં  GAS અને NAS પરીક્ષા "પરખ" (PARAKH ) સંસ્થા લેશે .

વિભાગ-1 પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ


💥વર્ષ 2030 સુધીમાં દરેક બાળકને બાળસંભાળ અને શિક્ષણનું લક્ષ્ય રાખવા માં આવ્યું છે.
💥 NCERT દ્વારા 8-વર્ષ સુધીના બાળકો માટે બે વિભાગમાં અભ્યાસક્રમ તૈયાર કરાશે. 
💥આંગણવાડીઓમાં તાલીમ પામેલા કર્મચારીઓ ની ભરતી કરવા માં આવશે. 
💥 આ કર્મચારીઓ માટે 6 માસ અને 1 – વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ બનાવવા માં આવશે. 
 💥પ્રારંભીક અભ્યાસક્રમ અને શિક્ષણ વ્યવસ્થા તૈયાર કરવાની જવાબદારી શિક્ષણ મંત્રાલય,આઇસીડીએસ અને આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આદીજાતી મંત્રાલયની સંયુકત રહેશે.

 💥 આ માટે એક ટાસ્કફોર્સની રચના કરાશે.

વિભાગ-4 શાળાઓ અભ્યાસક્રમ અને અધ્યાપનશાસ્ત્ર


 1. ✅વ્યવસાયિક કોર્ષ કરવા માટે વિધાર્થીઓને ધો-10 બાદ તક આપવામાં આવશે.
 2. ✅ અભ્યાસક્રમમાં માત્ર જરૂરી બાબતોનો જ સામવેશ કરાશે.
 3. ✅ NCERT જરૂરી કૌશલ્યો અને મુલ્યોની યાદી તૈયાર કરશે. 
 4. ✅ ઓછામાં ઓછા ધો 4 અને વધુમાં યોગ્ય તો ઘો 8 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવા માં આવશે. 
 5. ✅ તમામ શાળા ઓ માં ધો 3 અને ત્યારબાદ ના ધોરણો માં અન્ય ભાષા શિક્ષણની શરૂઆત કરવા માં આવશે.
 6. ✅ કોઇપણ રાજ્ય ૫૨ કોઇ ભાષા લાદવામાં નહી આવે
 7. ✅ત્રણ ભાષાઓ પૈકી બે ભારતીય ભાષાઓ હોવી ફરજીયાત છે.
 8. ✅વિધાર્થી ધો-6 અથવા 7 માં પોતાની ભાષાઓ પૈકી ફેરફાર કરી શકશે.
 9. ✅ શાળા ઓ માં સંસ્કૃત ભાષા ૫૨ ભાર મુકાશે
 10. ✅વિદ્યાર્થી ઓ ને માધ્યમિક શાળા સ્તરે વિદેશી ભાષા શીખવાની તક પણ અપાશે. 
 11. ✅દિવ્યાંગ બાળકો માટે સાંકેતિક ભાષામાં પણ પાઠયપુસ્તકો તૈયાર કરાશે. 
 12. ✅ધો -6 થી 8 માં 10 દિવસ બેગલેસ ડે રહેશે. જેમા વ્યવસાય નિષ્ણાતો જેવા કે કુંભાર, સુથાર, વગેરે દ્વારા વ્યવસાયી શિક્ષણની જોગવાઇ
 13. ✅ધો-6 થી 12 માં ઇન્ટરશીપની તક અપાશે.
 14. ✅‘ભારતનુ જ્ઞાન’વિષય હેઠળ પ્રાચીન ભારતના જ્ઞાન અને આધુનિક ભારતમાં તેના યોગદાન અને પડકાર નો સમાવેશકરાશે.
 15. ✅શિક્ષકો પાસે રાષ્ટ્રીય અને સ્થાનિક ભાષામાં અનેક પાઠ્યપુસ્તકો માંથી પસંદગીની તક હશે.
 16. ✅ધો-10 અને 12 ની પરીક્ષા ચાલુ રખાશે.
 17. ✅વિદ્યાર્થી એક વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપી શકશે.
 18. ધો-4 અને 8 માં પણ યોગ્ય ઓથોરોટી દ્વારા જાહેર પરીક્ષા લેવાશે.

વિભાગ-5 શિક્ષક

👉શિક્ષક તાલીમ માટે 4 વર્ષનો બી.એડ અભ્યાસક્રમ શરૂ કરાશે.
👉ઓનલાઇન સોફટવેર આધારીત પારદર્શક બદલી નું આયોજન ક૨વા માં આવશે. 
👉શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય અન્ય કાર્યો નહી સોપાય. 
👉શિક્ષકો ને દર વર્ષે ઓછામાં ઓછી 50 કલાક ની તાલીમ આપવા માં આવશે.
 👉વર્ષ 2030 સુધીમાં શિક્ષક બનવા માટે ની લધુતમ લાયકાત 4 વર્ષીય B.ED ૨હેશે


what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join hereALSO READ :Post a Comment

0 Comments

Close Menu