Hot Posts

6/recent/ticker-posts

૯ માર્ચે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો આરંભ 15 લાખ કન્યાઓના ખાતામાં જમા થશે રકમ, જાણો વિગતો

 ૯ માર્ચે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો આરંભ 15 લાખ કન્યાઓના ખાતામાં જમા થશે રકમ, જાણો વિગતો

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 9 માર્ચે અંદાજિત ₹1500 કરોડની નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓનો પ્રારંભ અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલથી કરશે.

નમો લક્ષ્મી યોજના

  • રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત ₹50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે.


આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે.


👉આ યોજનાથી ધોરણ 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે.


નમો લક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ 2024-25માં અંદાજિત ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના


  • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે.
  • વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે.
  • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25 માં ₹250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

DBT (Direct Beneficiary Transfer)થી લાભ

Read More:::::  મોંઘવારી ભથ્થુ વધારો: કર્મચારીઓને હોળી પર મળશે ગુડ ન્યુઝ, આટલા ટકા વધશે મોંઘવારી ભથ્થુ; જાણો તમારો પગાર કેટલો વધશે

આ જુઓ:-   exam & samar vecation date 


  1. ❤નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના કારણે દર વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓને સીધા DBT (Direct Beneficiary Transfer)થી નાણાકીય સહાયનો લાભ મળશે.
  2. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના શુભારંભની સાથે-સાથે જ્ઞાનસેતુ મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનસાધના મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સ હેઠળ 60,000થી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત ₹61 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવશે.
  3. રાજ્ય સરકારનું માનવું છે કે  આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણમાં, તેમાં પણ ખાસ કરીને કન્યાઓના શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધાર થશે.
  4. ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણ માટેની કુલ બજેટ જોગવાઇ છેલ્લા પાંચ વર્ષમાં બમણાથી વધુ કરવામાં આવી છે.

લોગીન પ્રક્રિયા ચેટ બોર્ડ 

  • I just explored the Namo Lakshmi chatbot 💬 on SwiftChat. It’s an exciting new experience 🤩, do check out:

-----------------------------------------------------------

લાઈવ પ્રસારણ જુવો  

માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને *જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલ, ઘાટલોડિયા, અમદાવાદ* ખાતે *નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ* તેમજ *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ* અંતર્ગત વિકસાવવામાં આવેલ  *સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ સુવિધાઓ* ના લોકાર્પણ માટેનો કાર્યક્રમનું જીવંત પ્રસારણ *તા.09-03-2024 શનિવારના રોજ સવારે 9:00 કલાકે Youtube ની Gujarat e-Class ચેનલ પર તથા બાયસેગની વંદે ગુજરાત ચેનલ નં.5* પર પ્રસારણ થનાર છે

ઉપરોક્ત પ્રસારણ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓ,આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા એસ.એમ.સી./એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ તમામ વાલીશ્રીઓ હાજર રહીને આ કાર્યક્રમને નિહાળે તે આપની કક્ષાએ સુનિશ્ચિત કરશો.


Youtube Gujarat e-Class Link :

https://www.youtube.com/live/cR4I_taXuKs?si=n-LOgJy3BBEpyVgr

બાયસેગ પર નિહાળવા માટે:

વંદે ગુજરાત ચેનલ નં.5


💘અમારી WHATSAPP ચેનલ જોઇન કરો અહિં ક્લીક કરો

💘વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો

💘Follow us on Google News Click here


Post a Comment

0 Comments