RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

Gujrat
0

 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

દેશના તમામ નાગરિકો ને માહિતી મેળવવાનો અધિકાર છે . નાગરિકો ને સરકારના સંચાલન સંબંધે માહિતી મેળવવાનો અધિકાર છે .ભારતમાં સૂચના અધિકાર માટે રાજસ્થાન ના ખેડૂતો દ્રારા મહત્વનું આંદોલન ચલાવવામાં આવ્યું હતું .10 મી પંચવર્ષીય યોજના માં પણ કહેવામાં આવયુ હતું કે સૂચના અને માહિતી મેળવવાનો અધિકાર દરેક ને છે . 
  • આપણે અહીંયા માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો વિષે જાણકારી મેળવીશું .સ્પર્ધાત્મક પરીક્ષા ઓમા તમામ પરીક્ષાર્થી અને જનસમુદાય ને ઉપયોગી થાય તેવી તમામ બાબતોની અહીંયા માહિતી આપવામાં આવી છે . 


સૂચના નો અધિકાર અધિનિયમ 2005 જાણવા જેવી માહિતી 

💥સૂચના અધિકાર સૌ પ્રથમ રાજ્ય 

👉તામિલનાડુ 1997

💥ભારત માં RTI 2005

👉12 ઓક્ટોબર 2005

💥RTI નું જૂનું નામ નામ 

👉ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન

💥પ્રથમ મુખ્ય માહિતી કમિશ્નર ભારત 

👉વજાહત હબીબુલ્લા 

💥માહિતી કમિશ્નર ની નિમણુંક / રાજ્ય માં 

👉રાષ્ટ્રપતિ કરે /રાજ્યપાલ 

💥પસંદગી સમિતિ કેન્દ્ર  /રાજ્ય 

💥પસંદ આ સમિતિ કરતી હોય છે ,નિમણુંક રાષ્ટ્પતિ /રાજ્યપાલ આપતા હોય છે .

👉અધ્યક્ષ -વડાપ્રધાન /મુખ્યમંત્રી 

👉(1)લોકસભા વિરોધ પક્ષના નેતા / વિરોધ પક્ષના નેતા

👉(2) વડાપ્રધાન નક્કી કરે તે મંત્રી /મુખ્યમંત્રીનક્કી કરે તે મંત્રી

💥કેન્દ્ર માં 

👉એક મુખ્ય માહિતી આયુક્ત અને 10 માહિતી આયુક્ત હોય 

💥કાર્યકાલ માહિતી આયુક્ત

👉સરકાર નક્કી કરે તે અથવા 65 વર્ષ  વેહલું જે હોય તે 

💥ગુજરાત માં 2 માર્ચ 2006 

👉રાજ્ય માહિતી  આયોગ ની સ્થાપના કરવામાં આવી .

💥ગુજરાત માં માહિતીનો અધિકાર 

👉22 માર્ચ 2010 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો .

RTI ની અરજી કોને કરવી 

👉જાહેર  માહિતી માહિતી અધિકારી 

અરજી ક્યા નમૂના માં કરવી 

👉નમૂનો ક 

💥અરજી ફી 

👉અરજી ફી મફત 20 રૂપિયા છે .'બીપીએલ' હોય તો મફત 

💥નમૂનો ખ શું છે ?

👉નમૂનો ખ એ માહિતી માંગી હોય અને એ તૈયાર થાય એટલે માહિતી માંગનાર ને જાણ કરતો નમૂનો છે 

👉.પછી માહિતી માંગનાર ચોક્કસ ફી ભરી માહિતી જોઈ શકે ,

💥માહિતી ની ફી વિગત 

👉એક A 4 પેજ ના 2 રૂપિયા છે .

👉PEN DRAIV /CD /ફ્લોપી માહિતી ના 50 રૂપિયા છે .

👉રૂબરૂ દફતર 👉ચકાસણી :પ્રથમ અડધો કલાક ફ્રી ,પછી દર અડધા કલાકે 20 રૂપિયા 

💥નમૂનો ગ 

👉માહિતી આપવાનો નમૂનો ,માહિતી નમૂના ગ માં આપવાની હોય છે .

💥નમૂનો ઘ 

👉માહિતી લાગુ પડતી ન હોય તો નમૂના ઘ પ્રમાણે પાંચ દિવસ માં અરજી તબદીલ કરવી 

👉જાણ માહિતી માંગનાર અને બીજા સત્તા મંડળ ને તબદીલ કરવી 

💥નમૂનો ચ 

IMPORTANT 

1.ONLINEકે ઈ મીડિયા થી અરજી કરો તો ફી સાત દિવસ માં ભરવી 

2.  તમામ સરકારી વિભાગો ,સરકારી સહાય થી ચાલતા ગેર સરકારી સંસ્થા પણ આ કાયદા હેઠળ સામેલ છે .


👉અપીલ માં જવા માટે નો નમૂનો 

👉30 દિવસઃ માં માહિતી ન મળે તો નમૂના ચ માં અપીલ કરવી.અપીલ એપલેટ અધિકારી ને કરવી 👉.અપીલ અધિકારી 45 દિવસ માં જવાબ આપશે . 

👉હજી જવાબ ન મળે તો બીજી અપીલ માં જવાનું બીજી અપીલ રાજ્ય માહિતી આયોગ ને કરવી 

👉બીજી અપીલ 60 દિવસ માં કરવી .

👉જો માહિતી છુપાવી હોય ,ન આપી હોય તો દંડ ની જોગવાઈ છે .

👉દંડ :1 દિવસઃ નો 250 લેખે દંડ મહત્તમ 👉100 દિવસ નો 25000હજાર  

💥નમૂનો છ 

👉માહિતી આપવા માંથી મુક્તિ આપેલ બાબતો (ઘણી માહિતી આપણે આપી શકતા નથી )


આર ટી આઈ સંશોધન અધિનિયમ 2019


  •  કેન્દ્ર અને રાજ્યના મુખ્ય સુચના આયુક્ત નો કાર્યકાળ 2005 ના અધિનિયમમાં પાંચ વર્ષ નક્કી કરાયો હતો સુધારા અનુસાર તેમનો કાર્યકાળ હવેથી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. 
  • 2005 ના અધિનિયમમાં કેન્દ્ર અને રાજ્યના મુખ્ય સૂચના આયુક્ત ના પગાર અને ભથ્થા મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ રાખવામાં આવ્યા હતા જે નવા સુધારા અનુસાર પરિસ્થિતિ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી ક૨વામાં આવશે. 
  • 2005 ના અધિનિયમ અનુસાર કેન્દ્ર કે રાજ્યના મુખ્ય માહિતી આયુક્ત અગાઉની સરકારી નોકરી અનુસાર પેન્શન નો લાભ મેળવતા હોય તો મુખ્ય માહિતી આયુક્ત તરીકે નિમણૂક થતા તેમનું વેતન ઘટી જતું હતું આ જોગવાઈ ને નવા સુધારા અનુસાર હટાવી દેવામાં આવી છે.

ફી ના દર

💥જરૂરી માહિતી અને દસ્તાવેજો મેળવવા માટેની ફીનાદર અને અન્ય ચાર્જ નીચે પ્રમાણે રહેશે.
👉 (ક) અરજીફીઃ- અરજી દીઠ રૂા. ૨૦/(ખ) અન્ય ફી અને ચાર્જ:

💢૧. જાહેર સત્તામંડળમાં નકલ આપવા માટેની ફી / ચાર્જ લેવા માટે અલગથી તંત્ર અથવા કાર્યરીતિ વિદ્યમાન ન હોય, ત્યારે માહિતી/દસ્તવેજો આપવા માટે -

💢(ક) A4, A3 સાઈઝના કાગળ પર હોય, તો - પાના દીઠ રૂા. ૨/(ખ) મોટી સાઈઝના કાગળ પર હોય, તો - તેની ખરેખરીકિંમત જેટલી રકમ.
💥 ૨. જાહેર સત્તામંડળમાં ફી/ચાર્જ લેવા માટે અલગથી તંત્ર અથવા કાર્યરીતિવિદ્યમાનન હોય, ત્યારે રેકર્ડની તપાસણી માટે
💥(ક) પ્રથમ અર્ધા કલાક માટે કોઈ ફી નહી. (ખ) ત્યાર પછી દરેક અર્ધા કલાક માટે રૂા.૨૦/

💥૩. જાહેર સત્તામંડળમાં ફી/ ચાર્જ લેવામાટે અલગથી તંત્ર અથવા કાર્યરીતિ વિદ્યમાન ન હોય ત્યારે નમુના (સેમ્પલ), મોડેલ અથવા ફોટોગ્રાફ આપવા માટે તેની ખરેખરી કિંમત જેટલી રકમ. ૪. જ્યાં શક્ય હોય ત્યાં લોપી અથવા ડિસ્કમાં પુરી પાડવાની માહિતી માટે ફ્લોપી અથવાડિસ્ક દીઠ રૂા.૫૦/


FACT IN FACT  RTE 2005માં 

  • 👉વૈધાનિક કાયદો -જૂનું નામ -  FREEDOM  INFORMATION ACT -2002
  • 👉2005 માં મનમોહન સીંગની UPA સરકાર દ્રારા 100 જેટલા સુધારા કરી RTI નામે સંસદ  માં રજુ કર્યું .
  • 👉15 જૂન 2005 ના રોજ સંસદ ની અંદર કાયદો પસાર થયો અને વર્ષ 2005 ની 12 મી ઓક્ટોબર 2005 થી સમગ્ર દેશ માં અમલી બન્યો .
  • 👉12 ઓક્ટોમ્બર 2005 ના પહેલાજ દિવસે RTI ની પેહલી અરજી પુના શહેર પોલીસ સ્ટેશન માં થઇ 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !