Pvt for disabled children. GCERT circular dated 15-06-2019 regarding facility and passing marks 20% marks regarding assessment in school
દિવ્યાંગ બાળકોને પ્રા. શાળામાં મૂલ્યાંકન બાબતે સુવિધા અને પાસિંગ માર્ક્સ 20 % ગુણ બાબતે GCERT નો 15-06-2019 નો પરિપત્ર
👉.
વિષયઃ દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-2016ની જોગવાઈ અનુસાર વિશેષ સવલતો આપવા અંગે
સંદર્ભ: The Right of persons with disabilities Act 2016 (No:49 of 2016)
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ધોરણ-૩ થી ૮ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને 'દિવ્યાંગજન અધિકાર અધિનિયમ, 2016 (2018 નો 49)'ની જોગવાઈ અનુસાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરે તો તેમની જરૂરિયાત અને વાજબીપણા મુજબ વિશેષ સવલતો આપવાની રહેશે. દિવ્યાંગતા કે લર્નિંગ ડીસએબિલિટી કોને ગણવી તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા જે નિયમો બનાવવામાં આવેલા હોય તે અનુસાર સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરેથી લર્નિંગ ડીસેબિલિટી ધરાવતા દિવ્યાંગોને આ મુજબની વિશેષ સવલતો આપવાની રહેશે. આ પત્રના અમલ માટે દિવ્યાંગ એટલે સંપૂર્ણ દૃષ્ટિહીન, અલ્પદૃષ્ટિ, બધિરાંધ, મંદબુદ્ધિ, બદિવ્યાંગતા, ઓટીઝમ, ઠીંગણાપણું, ઍસિડના હુમલાનો ભોગ બનેલ, શ્રવણક્ષતિ, વાક્થતિ, સેરીબલ પલ્સી (CP), મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, મટી ગયેલો રક્તપિત, સ્પેસીફીક લર્નિંગ ડીસએબિલિટી (Dyslexia. Dysgraphia, Dyscalculla, Dyspraxia and Developmental aphasia). Thalassemia, Parkinson'sdisease, Multiple sclerosis, Haemophilia ઘરાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
(૧) પરીક્ષા સમયમાં છૂટછાટઃ
દિવ્યાંગ વિઘાર્થીઓને ધોરણ ૩ થી ૮માં શાળાકક્ષાએ લેવાનાર તમામ લેખિત પરીક્ષાઓમાં ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં વધારાનો સમય અડધો કલાક (૩૦ મિનિટ) અથવા બે કલાકની પરીક્ષામાં વધારાની વીસ મિનિટ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળી શકશે. કોઇપણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિધાર્થીઓ સ્વબળે પોતે જ લેખિત પરીક્ષામાં ઉત્તરો લખે અને લહિયાની મદદ ન લે અથવા લહિયાની મદદ લે તો પણ શાળાકીય લેખિત પરીક્ષામાં ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં વધારાનો અડધા કલાકનો અથવા બે કલાકની પરીક્ષામાં વીસ મિનિટનો સમય મેળવવા હકદાર રહેશે.
(૨) ઉત્તીર્ણતાનું ધોરણઃ
મૂલ્યાંકનમાં ઉત્તીર્ણ થવાના માપદંડો અન્ય કોઇરીતે નિયત કરવામાં આવ્યા હોય તો પણ કોઇ પણ પ્રકારની એક કે એકથી વધારે દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઉત્તીર્ણતાનું ધોરણ ૨૦ ટકા રહેશે.
(૩) દિવ્યાંગ વિઘાર્થીઓ માટે પરીક્ષા સ્થળ ખાતે કરવાની ભૌતિક સુવિધાઓ :
તમામ શાળાકીય પરીક્ષાઓમાં દિવ્યાંગ વિઘાર્થીઓની બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર ( ભોંયતળિયા ) પર ગોઠવવી. ●
દિવ્યાંગ પરીક્ષાર્થીને અનુરૂપ ફર્નિચર જેવું કે બેંચ, ચેર, ડેસ્ક, ટેબલ ઈત્યાદિ તેમજ સુગમ્ય શૌચાલયયુક્ત સુવિધા નજીક હોય તેની કાળજી રાખવાની રહેશે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓની સહાયતા અર્થે જે તે જિલ્લામાં કાર્યરત વિશિષ્ટ શિક્ષકોને સાંકળીને જવાબદારી સોંપવી.
(૪) પરીક્ષા દરમિયાન વિશિષ્ટ સાધન - સામગ્રીનો ઉપયોગની છૂટછાટઃ
તમામ શાળાકીય પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશિષ્ટ સાધન સામગ્રીનો ઉપયોગ છૂટ આ પ્રમાણે મળશેઃ કરવાની
●સંપૂર્ણ દૃષ્ટિહીન, અલ્પદૃષ્ટિ, બધિરાંધ, સેરીબ્રલ પાલ્સી ( C . P ), ઓટીઝમ, બહુવિકલાંગતા, બધિર અને તીવ્ર બહેરાશ ધરાવતા, દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઈચ્છે તો કમ્પ્યૂટર સ્ક્રીન - રીડર, બ્રેઈલલિપિ લોડ કરેલું સોફટેવરયુક્ત કમ્પ્યૂટર, એબેક્સ, ટ્રેલર ફ્રેમ, બ્રેઇલ ગાણિતિક કંપાસ વાપરી શકશે.
●અલ્પદૃષ્ટિ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ મેગ્નીફાઈંગ ગ્લાસ, ટૉકિંગ કેલક્યુલેટર, લાર્જ કેક્યુલેટર, લાર્જ કી બોર્ડ સાથેનું ઓપ્ટિકલ આસીસ્ટીવ ડિવાઈસ , લો - વિઝન કીટનો ઉપયોગ કરી શકશે. ●
● વ્યક્તિગત દિવ્યાંગતાને અનુરૂપ જરૂરિયાત મુજબની વિશિષ્ટ શૈક્ષણિક સાધન - સામગ્રીનો ઉપયોગ કરી શકશે.
●દિવ્યાંગ વિઘાર્થીઓની જરૂરિયાત વાજબીપણા મુજબ ના આચાર્યશ્રીએ આ અંગેની મંજૂરી આપવાની રહેશે .
(૫) બ્રેઈલ લિપિમાં પ્રશ્નપત્રઃ
●પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને બ્રેઈલ લિપિવાળું પ્રશ્નપત્ર આપી શકાય તેમ હોય તો આપવાનો નિર્ણય કરવો અથવા રીડર કે રાઇટરની વ્યવસ્થા કરવી.
(૬) દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાના મૂલ્યાંકનમાં અંગ્રેજી / અન્ય ભાષામાં જોડણીની ભૂલો અને ખોટી વાક્યરચના હોય તો તે ક્ષમ્ય ગણવી તેમજ ગણિત વિષયમાં સ્ટેપ્સની ભૂલ ગ્રાહ્ય રાખવી.
(૭) રીડર / રાઈટર ( લહીયા ) સેવા બાબતઃ
●પરિપત્ર ડાઉનલોડ કરવા માટે
●દિવ્યાંગ કે ફેકચર અથવા સ્નાયુની ઈજા જેવી ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા હોય તેવા વિદ્યાર્થીઓ કોઈ કારણસર લખવા અસમર્થ હોય અને વિદ્યાર્થીઓ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરે તો તેઓની જરૂરિયાત અને વાજબીપણા અનુસાર તેઓને રીડર / રાઈટર ( લહિયા )ની સેવાની મંજૂરી આચાર્યશ્રીએ આપવાની રહેશે.
(૮) વિષય પસંદગીમાં છૂટછાટઃ
●દિવ્યાંગ વિઘાથીઓની દિવ્યાંગતા અનુસાર અને આવશ્યકતા .મુજબ લેખિત પરીક્ષામાં વિષય પસંદગીમાં મુક્તિ અને છૂટછાટ મળવાપાત્ર થશે. વિદ્યાર્થી ઇચ્છે તો માત્ર પ્રથમ ભાષા ( માતૃભાષા ) એટલે કે ઉચ્ચસ્તરીય ભાષા સિવાયની ભાષાઓ પૈકી કોઇ એક ભાષામાંથી મુક્તિ મેળવી શકશે. આ સિવાય ચિત્રકલા, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, સંગીત જેવા વિષયોમાં પોતાની દિવ્યાંગતા શાળાના આચાર્યશ્રી મુક્તિ આપી શકશે.
●અનુસાર મુક્તિ મેળવવા ઇચ્છતા હોય તો (૯) દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં કોઇ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવામાં તેમની દિવ્યાંગતા બાધક બનતી હોય તો તે પ્રકારના પ્રશ્નના જવાબ આપવામાંથી મુક્તિ આપવાની રહેશે. જેમ કે, કોઇ આકૃતિ કે ચિત્રના આધારે જવાબ આપવાના હોય, જવાબમાં આકૃતિ કે ચિત્ર દોરવાનું હોય, નકશાપૂર્તિ કરવાની હોય તો તે પ્રકારના પ્રશ્નની જગ્યાએ વૈકલ્પિક પ્રશ્ન આપી શકાશે. જો પ્રશ્નપત્રમાં વૈકલ્પિક પ્રશ્ન આપવામાં આવ્યો ન હોય તો શાળાના આચાર્યશ્રી જે તે પ્રશ્નની જગ્યાએ વૈકલ્પિક પ્રશ્ન આપી શકશે.
(૧૦) ઘોરણ-૧ અને ૨માં લેખિત પરીક્ષા હોતી નથી પરંતુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અનૌપચારિક મૂલ્યાંકન પણ લવચિક (Flexible) બને તે ધ્યાન રાખવું.
ઉપર દર્શાવેલ બાબતોનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે. તેમજ કોઇ બાબતમાં માર્ગદર્શનની જરૂરિયાત જણાય તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
0 Comments