Hot Posts

6/recent/ticker-posts

કેજ્યુઅલ લીવ/ C.L અને મરજિયાત રજા અંગે



👉કેજ્યુઅલ લીવ

👉 કેજ્યુઅલ લીવ ને પ્રાસંગિક રજા પણ કહે છે.

👉કુલ વર્ષ ની પ્રાથમિક માં   12 રજા અને માધ્યમિક 15 કેજ્યુઅલ (CL) મળે છેઃ

[[કેજ્યુઅલ લિવ  CL રજા ના પ્રકાર માં નથી  અને મરજિયાત રજા પણ રજા ના પ્રકાર માં નથી.

આ રજા માત્ર સરકાર આપે છેઃ ]]


👉કોઇપણ પ્રકારની રજા નકારવાનો હક સત્તાધિકારીને છે,રજા હક્ક તરીકે માંગી શકાય નહી.નિયમ ૧૦(૨) ▸

👉કેજ્યુઅલ રજા સામાન્ય સંજોગોમાં અગાઉથી મંજૂર કરાવવાની રહે છે.

👉 આકસ્મિક સંજોગોમાં રજા મંજૂર કરાવ્યા વિના રજા ભોગવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો જે દિવસે રજા ભોગવવામાં આવે તે જ દિવસે શાળા શરુ થાય તે પહેલાં કેઝ્યુલ રજા નો રીપોર્ટ મુખ્યશિક્ષકને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી.

👉 અન્યથા રજાના રિપોર્ટ વિનાની ગેરહાજરી કપાતપગારી રજા ગણાશે. કપાત પગારી રજા ને અસાધારણ રજા પણ કહેવાય છેઃ 

 👉સતત ૭ દિવસ ની C.L મુખ્યશિક્ષક મંજૂર કરી શકે.

પરંતુ,અસાધારણ સંજોગોમાં ૭ કરતાં વધુ રજા ની જરુર પડે તો વધારાની ૩ સહિતની કુલ ૧૦ રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજુર કરી શકશે.

 👫મુખ્યશિક્ષકોની C.L તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજૂર કરશે.




👫સ્ટાફના ૧/ર કરતાં વધુ શિક્ષકોની C એકસાથે મુખ્યશિક્ષક મંજૂર કરી શકશે નહી.

👫રજા પર રહેનાર શિક્ષકનો વર્ગ અન્ય હાજર શિક્ષકોને સોંપવાનો રહેશે જેથી જવાબદારી નું વહન થઇ શકે.

» અચાનક જવાનું થાય તે સિવાય જો અડધા દિવસની CL પર જવાનું થાય તો શાળા સમય શરુ થતાં જ રીપોર્ટ રજૂ કરી મંજૂર કરાવી લેવો જોઇએ જેથી ઓનલાઇન હાજરી માં નોંધ કરી શકાય.

(1) રજા ના પ્રકાર વિશે સરસ PDF DOWNLOD કરો અને સેવ રાખો

(2) રજા અંગે નિયમો pdf. Downlod

(3) 75  રજા અંગે ના નિયમો pdf અહીંયા ક્લીક કરો 

(4) રજા અંગે ના ઠરાવ પરિપત્ર. DOWNLOD

(5) મૂલ્કી રજા ના  નિયમો pdf. DOWNLOD

મરજીયાત રજા

> સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી અનુસાર ધાર્મિક બાધ વિના દર વર્ષે મરજીયાત રજા ની જિલ્લા શિક્ષણ સમિતિ અથવા નગર શિક્ષણ સમિતિ દ્વારા બહાર પાડવામાં આવતી યાદી માંથી ગમે તે બે રજા ઓ ભોગવી શકશે.

> સરકારી કામની અગત્યતા જોઇને સત્તાધિકારી આ રજા મંજૂર કરશે.










Post a Comment

0 Comments