GSCR - RAJAO (ગુજરાત મૂલ્કી સેવા રજા ના નિયમો )

Gujrat
0

 GSCR - RAJAO (ગુજરાત મૂલ્કી સેવા રજા ના નિયમો ) ના નિયમો  અહીંયા સરકારી કામ કાજ માં આ નિયમો ઉપયોગી છેઃ.


નિયમ-1 અમલ

• આ નિયમો ગુજરાત મુલ્કીસેવા (રજા) નિયમો ૨૦૦૨ કહેવાશે

અમલઃ

• રાજપત્રમાં પ્રસિધ્ધીની તારીખથી અમલમાં  આવશે

- અમલની તારીખ 15-11-2002.

નિયમ-2 વ્યાપ્તિ

જેની સેવાની શરતો ગુજરાત સરકાર ઠરાવવા સક્ષમ હોય તેવી તમામ જગાઓને લાગુ પડશે

નિયમ-૩ અર્થઘટનની સતા –

• કોઈ અર્થઘટનનો પ્રશ્ન થાય તો નાણાંવિભાગ નો નિર્ણય આખરી ગણાશે 

નિયમ-4 છુટછાટની સતા

આ નિયમોના કારણે કોઈ વ્યક્તિને અનુચિત મુશ્કેલી ઉભીથાય કારણોની લેખિત નોંધ કરીને સરકાર નિષ્પક્ષ અને ન્યાયિક છૂટછાટ મૂકી શકશે .

 તો નાણાંવિભાગની પૂર્વ સંમતી સિવાય સરકારશ્રીનો કોઈ વિભાગ આ નિયમોમાં છુટછાટ મુકી શકશે નહિં.

નિયમ-5 કરારની ન્યાય સક્ષમતા –

સરકારે કોઈ વ્યક્તિ સાથે તેની સેવા સંર્દભે કોઈ કરાર કરેલ હોય તો કરારની શરતો લાગુ પડશે.

નિયમ-6 રજાની માગણીઓનું નિયમન

ALSO READ

પિતુત્વ અને પ્રસુતિ રજા અરજી ફોર્મ પ્રસુતિ ના નિયમો 

કર્મચારી રજા માટે અરજી કરે અને તે અરજી મંજૂર થાય તે સમયે અમલમાં હોય તે નિયમો તેની રજાની માગણીને લાગુ પડશે

નિયમ-7 સત્તા વાપરવા બાબત

• આ નિયમોમાં નિર્દિષ્ટ સત્તાનો અમલ સૂચિત મર્યાદાઓને આધિન પરિશિષ્ટ-૧ મુજબ કરવો

આ નિયમોમાં કોઈ ખાસ છૂટ છાટ આપવામાં આવી હોય તો તેના કારણોની ઑડિટ અધિકારીને જાણ કરવી.

નિયમ-9 વ્યાખ્યાઓ

♦ નિયમ-૯(૪૧) રજા- રજા એટલે સક્ષમ અધીકારીની વિવેક બુધ્ધી અનુસાર મંજુર કરવામાં આવતી ફરજ પરની ગેરહાજરી

નિયમ-૯(૪૨) રજા પગાર - એટલે સરકારી કર્મચારી રજા ઉપર હોય ત્યારે તેને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી માસિક રકમ

નિયમ-૯(૫૦) મહિનો -એટલે કેલન્ડર વર્ષનો અંગ્રેજી મહિનો

નિયમ-10 રજાનો હક્ક

રજા હક તરીકે માંગી શકાય નહિ

 સક્ષમ સતાધિકારી રજા નકારી શકે, રદ કરી શકે

 કર્મચારીની લેખિત વિનંતી સિવાય સક્ષમ સતાધિકારી કર્મચારી દ્વારા માંગવામાં આવેલ રજાનો પ્રકાર બદલી શકે નહિ.


નિયમ-11 રજા અરજીની મંજૂરી માટેની વિચારણા

  • 👉રજા મંજૂરી વખતે નીચેની બાબતો વિચારણામાં લેવી
  • 👉કેટલા કર્મચારી ફાજલ કરી શકાશે.
  • 👉અરજદારો ની લેણી રજા ની સિલક.
  • 👉 રજા પરથી પરત બોલાવ્યા હોય.
  • 👉રજા પરથી પરત આવ્યા પછી બજાવેલ ફરજનો સમય.
  • 👉જાહેર હિતમાં રજા નકારી હોય.

નિયમ 12 લઘુતમ સંખ્યા :

  • 👉રજાની મંજૂરીથી સંવર્ગનું સંખ્યાબળ અનુચિત પ્રમાણમાં ધટવું ન જોઈએ
  • 👉લઘુતમ આવશ્યક સંખ્યા કરતાં સંખ્યા ઘટે નહિં તે બાબત ધ્યાને રાખી રજા મંજુર કરવી

નિયમ 13

  1. 👉120 દિવસથી ઓછી રજામાં તેજ મથકના અન્ય કર્મચારીને હવાલો આપવો
  2. 👉120 દિવસથી વધુ રજા માં અપવાદરૂપ સંજોગોમાં અન્ય મથકના કર્મચારીને હવાલો સોંપી શકાય



નિયમ 14

રજાના એક પ્રકારનું માંથી બીજા પ્રકારમાં રૂપાંતર

👉રજાના એક પ્રકારનું પાછલી અસરથી અમલમાં આવે તે રીતે તે મળવાપાત્ર અને લેણી અન્ય રજામા રજા મંજુર કરનાર અધિકારી મંજુર કરી શકે પરંતુ હક્ક તરીકે માંગી શકાય નહીં.

👉કર્મચારીની એક પ્રકારની રજાનું બીજા પ્રકારની રજામાં રૂપાંતર મળવાપાત્ર રજાના પગારની સામે સરભર કરવાની શરતે કરવાનું રહેશે. એટલે કે તેને ચૂકવેલ કોઈપણ વધારાની રકમ વસૂલ કરવામાં આવશે અથવા લેણી થતી કોઈપણ બાકી રકમ ચૂકવવામાં આવશે.

👉તબીબી પ્રમાણપત્રના આધારે મંજૂર કરેલ અસાધારણ રજાનું બિનજમા રજામાં રૂપાન્તર કરી શકાશે.

💥

પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી clik here

વન નેશન વન ઈલેકશન:સમિતિ CLIK HERE



નિયમ 15 અન્ય રજા સાથે સંયોજન



આ નિયમોમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી ન હોય તો આ નિયમો હેઠળ મળતી રજાઓ અન્ય પ્રકારની રજાઓના સંયોજન સાથે અથવા અનુસંધાનમાં મંજૂર કરી શકાશે.

પ્રાસંગિક રજાને રજા તરીકે માન્યતા પ્રાપ્ત ન હોઈ આ નિયમો હેઠળ મળતી અન્ય પ્રકારની રજાઓના સંયોજન સાથે તે મંજૂર કરી શકાય નહિ.



નિયમ-16 સળંગ રજાની મહત્તમ મુદત

કોઇપણ કર્મચારીને સળંગ પાંચ વર્ષથી વધુ મુદત માટે કોઈપણ પ્રકારની રજા મંજૂર કરી શકાશે નહિ.

નિયમ 17

ફરીથી રજા લેવાના આશયથી રજાના અંતે ઔપચારીક રીતે ફરજ પર હાજર થવાની પરવાનગી આપી શકાય નહિ.

1.12.2006 નું નોટી ફેકેશન 

નિયમ 18

  • ♥ રાજ્યેતર સેવા દરમ્યાન નિયોજક 120 દિવસ સુધી રજા મંજુર કરી શક્શે. તેથી વધુ રજા માટે નિયોજક મારફતે યોગ્ય સતાધિકારીને મોકલવી.

નિયમ-19

  • 👉રજાનો હિસાબ  રાજ્યેતર સેવા દરમ્યાન નિયોજક રાખશે અને રજાના હિસાબનો ઉતારો ખાતાનાવડા/ પગાર અને હિસાબ અધિકારીને મોકલ્શે.
  • 👉રજા દરમિયાન પગાર નિયોજક ચુકવશે અને હિસાબ કરી જો રિઈમ્બર્સ કરવાનો થતો હોય તો રિઈમ્બર્સ કરશે.


નિયમ-21

  • ઓછામાં ઓછી એક વર્ષની સળંગ નોકરીવાળા હંગામી કર્મચારી પડેલી જગાએથી નોકરીનો હવાલો છોડી, બીજી નિમણૂકની જગાનો હવાલો સંભાળે તે દરમ્યાનનો સમયગાળો દિવસથી વધતો ન હોય તો, જૂની જગાએ તેની ચડેલી બધા પ્રકારની રજા, તેની નવી નિમણૂકની જગાના રજાના હિસાબમાં જમા કરવામાં આવશે.

નિયમ-22 નોકરીમાંથી છૂટા કરવાથી કે રાજીનામાથી રજાની સિલકનો અંત :

નિયમ-63 અને આ નિયમની અન્ય જોગવાઈઓ સિવાય જે કર્મચારીને સરકારી નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોય અથવા બરતરફ કરવામાં આવ્યા હોય અથવા જેમણે રાજીનામું આપ્યું હોય તેવા કર્મચારીનો તેના ખાતે જમા થયેલ રજા માટેના કનો, આવા દૂર કરવાની બરતરફીની અથવા રાજીનામાની તારીખથી અંત આવે છે.

નિયમ - 23

વળતર અથવા અશક્ત પેન્શન પર નિવૃત થયેલા કર્મચારીને ફરી નોકરીમાં લેવામાં આવે ત્યારે જો તેની ગ્રેજ્યુઈટિની રકમની વસુલાત કરવામાં આવી હોય, પેન્શન સ્થગિત કરેલ હોય તો ફેર નિમણૂક કરનાર અધિકારી નક્કી કરે તે મર્યાદામાં અગાઉની નોકરી રજાના હેતુ માટે ગણતરીમાં લઈ શકશે.



નિયમ 26

રજા મંજુર કરતા પહેલા રજાનો હિસાબ રાખનાર સતાધિકારી પાસેથી રજાની પાત્રતાનો અહેવાલ મેળવવો.

જો અહેવાલ મેળવતા રજા મંજુર કરવામાં વિલંબ થાય તેમ હોય તો 60 દિવસની કામચલાઉ રજા મંજુર કરી શકાય.

નિયમ - 27

નવ માસથી વધુ અસાધારણ રજા તેમજ આ નિયમો ડેઠળ મળવાપાત્ર અશક્તતા ખાસ રજા સિવાયની કોઈપણ રજા સરકારી કર્મચારીની ખાલી જગા ભરવા અંગેની જે અધિકારીની ફરજ હોય તે અથવા બીજા કોઈ સક્ષમ સત્તાધિકારી મંજૂર કરી  શકશે

નિયમ 28


(શિક્ષણ તૈયારી માટે જોડાઈ શકો છો. Gk, exam all news matriyal )

ખાતાના વડાની રજા મંજુર કરતા પહેલા પગાર અને ડિસાબી અધિકારી પાસેથી રજાની પાત્રતાનો અહેવાલ મેળવવો


નિયમ 29: રજા દરમ્યાન બદલી થઈ હોય ત્યારે રજા મંજુર કરવાની, લંબાવવાની અને પગાર ચુકવવાની જવાબદારી કર્મચારીની જે ખાતા કચેરીમાંથી બદલી થઈ હોય તે ખાતા કચેરીની રહેશે.



નિયમ 30

નોકરીમાંથી બરતરફ, ફરજીયાત નિવ્રુત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તેવા કર્મચારીની રજા મંજુર કરવામાં આવશે નહિ

નિયમ 31

ટૂંકા સમયમાં વારંવાર તબીબી કારણોસર રજા ઉપર જતા કર્મચારી માટે સંપૂર્ણ સાજા થવા માટે આવશ્યક એવી રજાના સંર્દભે તેની ગેરહાજરીની મુદતની વિચારણા કરવા સરકારી તબીબી અધિકારીનું અથવા તબીબી મંડળનું ધ્યાન દોરવું




નિયમ 32

તબીબી મંડળની રચના કૂલ ચાર તબીબી મંડળ છે.  અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત

(હવે દરેક જિલ્લામાં તબીબી મંડળ છે. જે સભ્યોનું છે. ૨00૯ નો ઠરાવ)

નિયમ 33

સરકારી કર્મચારીએ તબીબી મંડળ સમક્ષ ઉપસ્થિત થવાનું રહેશે

નિયમ 34
 કોઈ સરકારી કર્મચારીની તબીબી તપાસ કરવાની થાયતો તબીબી મંડળની બેઠક તબીબી મંડળના અધ્યક્ષ બોલાવશે

નિયમ 35

અધિકૃત તબીબી ચિકિત્સક તબીબી પ્રમાણપત્ર આપી શકશે.
ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો માં આપવામાં આવેલ નમુના-૩ મુજબ આપવુ

નિયમ - 36

ચોથા વર્ગના કર્મચારીની રજા માટે મંજૂર કરનાર ને યોગ્ય લાગે તેવુ તબીબી પ્રમાણપત્ર સ્વીકારશે.

નિયમ 37


સરકારી કર્મચારીની ફરજ પર હાજર થવાની સંભાવના ન હોય તેવા કેસમાં તબીબી અધિકારી રજા માટે ભલામણ કરશે નહિ. સરકારી નોકરી માટે અયોગ્ય છે તેવો અભિપ્રાય આપવો જોઈશે.

રજા મંજૂર કરનાર અધિકારી તેમના વિવેકબુદ્ધિ અનુસાર કોઇપણ કર્મચારી કે જેને માંદગીના સબબે તબીબી પ્રમાણપત્રના આધાર લીધા વગર રજા મંજૂર કરવામાં આવેલ હોય તેની પાસેથી પણ આવું તંદુરસ્તી પ્રાપ્ત કર્યાનું પ્રમાણપત્ર માગી શકે છે.

નિયમ - 38

આ નિયમો હેઠળ તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાથી આપોઆપ કર્મચારીને રજા પર જવાનો હક મળી જતો નથી.

કર્મચારીએ રજા મંજૂર કરનાર સક્ષમ અધિકારીને તબીબી પ્રમાણપત્ર મોકલવું જોઈએ અને તેમના હુકમની રાહ જોવી જોઇએ.

નિયમ - 39

રજા પરથી ફરજપર પાછા ફરવાની સંભાવના ન હોય તેવા કર્મચારીને રજા – જો ખાતામાં જમા રજા હોય તો બાર માસથી વધુ નહિ તેટલી રજા મંજુર કરી શકાય.

તબીબી મંડળને પુછાવ્યા સિવાય રજા લંબાવી શકાય નહિ.જો તબીબી અધિકારી નોકરી માટે સંપુર્ણત: અને કાયમી રીતે અશક્ત જાહેર કરે તો તેને તુરંત ફરજ પરથી છુટા કરવા જોઈએ.

નિયમ - 40

રજાનો પ્રારંભ અને સમાપ્તી

જે દિવસે હવાલો સોંપવામાં આવે તે દિવસે રજાનો પ્રારંભ થયેલો ગણાશે. તથા હવાઓ પરત સંભાળી લે તેના આગલા દિવસે રજાની સમાપ્તી થયેલ ગણાય

નિયમ - 41

રજાના દિવસોનું જાહેર રજા સાથે સંયોજન

કોઇ કર્મચારીની રજા જે દિવસથી શરૂ થતી હોય તેની તુરત પહેલાંના દિવસે અથવા

 તેની રજા પૂરી થયા પછીના દિવસે એક કે સળંગ જાહેર રજાઓ આવતી હોય, તો

 આવી જાહેર રજા કે રજાઓની શરૂઆતના આગળના દિવસના અંતે તેનું મથક છોડવાની અથવા

 આવી જાહેર રજા કે રજાઓ પછીના દિવસે મથકે પાછા ફરવાની પરવાનગી આપી શકાશે.

👉સક્ષમ અધિકારી કોઈ કિસ્સામાં અન્યથા ફરમાવે નહિ તો જો જાહેર રજાઓ, રજાની આગળ જોડવામાં આવે તો, રજા અને પગાર તથા ભથ્થાંની પરિણામી પુનઃવ્યવસ્થા જાહેર રજાઓ પછીના પ્રથમ દિવસથી અમલી બને છે.

👉જો જાહેર રજાઓ, રજાની પાછળ જોડવામાં આવે, તો તે જાહેર રજાઓ રજાની પાછળ જોડી ન હોત તેમ ગણીને જે દિવસે રજા પૂરી થાત તે દિવસથી પૂરી થયેલી ગણાશે અને પગાર અને ભથ્થાંની પરિણામી પુનઃવ્યવસ્થા સદરહું દિવસથી અમલમાં આવશે.

👉રવિવાર અગર જાહેર રજાના કે વૈકલ્પિક રજાના પૂર્ણ દિવસ માટે ફરજ બજાવવાના બદલામાં કર્મચારીને મળતી વળતર રજા, ઉપરોક્ત હેતુ માટે જાહેર રજા ગણાશે.

નિયમ - 41 (3) (ખ) નોંધ-1

અડધી પ્રાસંગિક રજા ભોગવીને કર્મચારી જ્યારે બીજે દિવસે રજા ઉપર જાય ત્યારે તે અડધા દિવસની પ્રાસંગિક રજા તેની રજાની આગળ જોડવા માટે પરવાનગી આપી શકાય.

નિયમ - 42


• રજા પૂરી થતાં પહેલાં ફરજ પર પરત બોલાવવા

રજા પૂરી થતાં પહેલાં ફરજ પર બોલાવવાના પ્રત્યેક આદેશમાં સ્પષ્ટતા કરવી જોઈએ કે કર્મચારીનું ફરજ પર પરત ફરવું ફરજીયાત છે કે મરજીયાત. જો રજા પરથી પરત ફરવાનું મરજીયાત હોય તો કર્મચારી કોઈપણ સવલત મેળવવા હકદાર નથી.
👉ભારતમાં રજા ભોગવતા કર્મચારીને રજા પરથી ફરજ ઉપર પરત બોલાવવામાં આવે તો જે મથકેથી પાછા ફરવાનો તેને હુકમ કરવામાં આવ્યો હોય તે મથકેથી આવવા માટે તે જે તારીખે નીકળે તે તારીખથી તે ફરજ ઉપર ગણાશે; અને આ સંબંધે મુસાફરી માટે નિયમો હેઠળ મળતું મુસાફરી ભથ્થું અને પગાર અને ભથ્થા મળવાપાત્ર થશે.

👉નિયમ 43

રજાપરથી પરત ફરવું

રજા પરના કર્મચારી તેની મંજૂર થયેલ રજાની મુદ્દત પૂરી થતા પહેલાં ફરજ પર પાછા ફરી શકશે નહિ, સિવાય કે રજા મંજૂર કરનાર અધિકારીએ તેમને તેમ કરવાની પરવાનગી આપી હોય.

તબીબી કારણસર જેને રજા મંજૂર કરવામાં આવી હોય તેવા કર્મચારી નિયત નમૂના-૪ માં શારીરિક યોગ્યતાનું તબીબી અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યા વિના ફરજ પર પાછા ફરી શકે નહિ

👉નિયમ 44

રજા પૂરી થયા પછીની ગેરહાજરી

 પોતાની રજા પૂરી થયા પછી ગેરહાજર રહેનાર કોઈ કર્મચારી આવી ગેરહાજરીની મુદ્દત માટેના કોઈપણ રજાના પગાર માટે હકદાર નથી.

રજાની મુદ્દત સક્ષમ અધિકારીએ વધારી આપી ન હોય તો તે રજા પૂરી થયા પછીની ગેરહાજરીની મુદ્દત અર્ધપગારની રજા હોય તે રીતે તેના રજાના હિસાબમાં ઉધારવામાં આવશે. પરંતુ જો એટલી રજા સિલકમાં ન હોય તો તેવી સિલક ઉપરાંતની રજાને અસાધારણ રજા   તરીકે ગણવામાં આવશે.

રજા પૂરી થયેથી ફરજ પરની જાણીબૂઝીને ગેરહાજર રહેનાર કર્મચારીની ગેરહાજરી શિક્ષાત્મક પગલાંને પાત્ર ઠરશે. 

નિયમ - 45

જે દિવસે રજા પૂરી થાય અને જે દિવસે કર્મચારી ફરજ પર હાજર થાય તે બંને વચ્ચેના સંપૂર્ણ સમયગાળાની (રવિવાર અને જાહેર રજા સહિતનો) ગેરહાજરીને રજાનું અતિરોકાણ (ઓવરસ્ટેયલ) ગણવામાં આવશે.


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!