રજા ના નિયમો : અર્ધ પગારી રજા : પ્રાપ્ત રજા :રૂપાંતરિત રજા

Gujrat
0


👫નિયમ 1 થી 45 માટે અહીંયા ક્લીક કરો 

અહીંયા નિયમ 46 થી છેઃ

નિયમ - 46 પ્રાપ્ત રજા

(આ રજા શિક્ષકો ને મળવા પાત્ર નથી. વેકેશન ન ભોગવ્યું હોય તો ફરજ બજાવી હોય તો મળે. આ રજા નોન વેકેશનલ કર્મચારી માટે છેઃ )

👉અર્ધવાર્ષિક ગાળા માટે 15 પ્રાપ્ત રજા મળવાપાત્ર થાય.

👉1 જાન્યુઆરી અને 1 જુલાઈ ના રોજ એડવાન્સમાં જમા કરવી

👉પ્રત્યેક પુરા માસ માટે 2.5 ના દરે રજા જમા થશે. 

👉જે અર્ધ વાર્ષિક ગાળામાં અસાધારણ રજા ભોગવેલ હોયતો 1/10 ભાગ જેટલી પ્રાપ્ત રજા ઓછી જમા થાય.

👉દા.ત. કોઈ કર્મચારીએ જાન્યુવારીથી જૂન દરમિયાન 60 અસાધારણ રજા ભોગવેલ છે તો . 60 ના 1/10 એટલી 6 રજા 1લી જુલાઈએ ઓછી જમા કરવાની થાય એટલે 15 - 6 = 9 રજા 1લી જુલાઇએ જમા કરવી

👉કોઇ કર્મચારી માર્ચ માસ ની બીજી તારીખે નવી નોકરીમાં જોડાય છે તો તેના રજાના હિસાબમાં કેટલી રજા જમા કરવાની થાય?

સમજીયે - અહીં માર્ચની બીજી તારીખે જોડાય છે એટલે માર્ચ પૂરો માસ નથી તેથી માર્ચ માસ છોડી દેવાનો અને એપ્રીલ, મે, અને જૂન મણ પૂરા માસ માટે ૩*૨.૫ = ૭.૫ = ૮ રજા જમા કરવાની  થાય

👉આ કર્મચારી ના ખાતામાં માર્ચ માસ માં ૮ રજા જમા કરી દેવાની છે. અને આ ૮ રજા પૈકિ માર્ચમાં પણ રજા મૂકી શકે એજ રીતે કોઈ કર્મચારી ૩૧ ઑગસ્ટે નિવૃત થાય છે તો તેના ખાતામાં જુલાઈની પહેલી તારીખે ૫ રજા જમા કરવાની થાય

પ્રાપ્ત રજા 300 ની મર્યાદા માં જમા કરવી.વધારે નહી 

👉કોઈ કર્મચારીના ખાતામાં ૩૧મી ડિસેમ્બરે 300 પ્રાપ્ત રજા જમા હોય તો પહેલી જાન્યુવારીએ જમા કરવાની થતી ૧૫ રજા અલગ બતાવવી એટલે કે 300+૧૫ અને ઉપરની ૧૫ રજા ૩૦ જૂન સુધી ભોગવી લેવાની રહેશે . નહિં તો ૧ લી જુલાઈએ બીજી વધારાની ૧૫ રજા જમા નહિં કરી શકાય એટલે ૧લી જુલાઈએ તેમના ખાતામાં 300+ ૧૫ જ રહેશે. ૮ કોઈ કર્મચારીના ખાતામાં ૩૧મી ડિસેમ્બરે ૨૯૩ - પ્રાપ્ત રજા જમા હોય તો પહેલી જાન્યુવારીએ જમા કરવાની થતી ૧૫ રજા ૨૯૩ માં ૭ ઉમેરી 300 થશે અને વધારાની ૮ રજા અલગ બતાવવી એટલેકે૩૦૦+૮ (નાણા વિભાગનો એક સાથે વધુમાં વધુ 120 દિવસની પ્રાપ્ત રજા મંજુર કરી શકાશે

👉સામાન્યત: અંગ્રેજી વર્ષ દરમિયાન વધુમાં વધુ ત્રણ વખત મંજુર કરવી

👉જાહેર રજાના લાભ સાથે ઓછામાં ઓછી સાત દિવસ મંજુર કરવી મંજૂર કરનાર સ્વવિવેક અનુંસાર સાત કરતાં ઓછી રજા મંજૂર કરી શકે

નિયમ - 47

રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર : (૧૫-૧-૨૦૧૦ નો તા. ૨-૨-૨૦૧૨ નો , ૧૮-૪-૨૦૧૨ નો ઠરાવ)


1. રજા પ્રવાસ રાહત ભોગવતા કર્મચારી દસ દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાનો લાભ લઈ શકશે.

2. નોકરીના સમગ્ર સમય દરમ્યાન આવી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર એકંદરે સાડીઠ (૬0) દિ કરતાં વધવું ન જોઈએ

૩. પતિ / પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય તો આ લાભ બંનેને મળવાપાત્ર રહેશે.

4. રજા પ્રવાસનો લાભ લેવા માટે કર્મચારીએ લીધેલ રજાના પ્રકારને ધ્યાને લીધા સિવાય આ પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાનો લાભ મળવાપાત્ર છે.

5. નિવત્તિ સમયે લેણી પ્રાપ્ત / અર્ધપગારે રજાના દિવસોનું રોકડમાં રૂપાંતર કરવાનો જે લાભ મળવાપાત્ર છે તેમાંથી રજા પ્રવાસ રાહત સમયે આખી નોકરી દરમ્યાન રૂપાંતર કરેલ દિવસોની સંખ્યા બાદ કરવાની રહેશે નહિ.

6. આ સવલત તા. ૧૫-૧-૨૦૧૦ અથવા ત્યારપછી મંજુર કરવામાં આવેલા રજા પ્રવાસ રાહતના લાભ અંગે મળવાપાત્ર છે પરંતુ તે માટે શરત એ રહેશે કે મુસાફરી તા. ૧૫-૧-૨૦૧૦ પછી શરૂ થયેલ હોવી જોઈએ.

7. આ લાભ રાજ્યના અખિલ ભારતીય સેવાના અધિકારીઓને પણ મળવાપાત્ર છે.

8. રજા મંજૂર કરતા સક્ષમ અધિકારી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવા મંજૂરી આપી શકશે.

જે ખાતા કે ખાતાના ભાગમાં વેકેશન આપવામાં આવે છે અને વેકેશન દરમ્યાન તેમાં કામ કરતાં કર્મચારીઓને ફરજ પરથી ગેરહાજર રહેવા માટે નિયમીત રીતે પરવાનગી આપવામાં આવે છે; તે ખાતું કે ખાતાનો ભાગ એટલે વેકેશન ખાતું.

બે નિમણૂકો ધરાવતા કર્મચારી :

એક નિમણૂક વેકેશન ખાતામાં અને બીજી તે સિવાયના ખાતામાં એમ બે નિમણૂકો ધારણ કરતા કર્મચારી વેકેશન ખાતામાં નોકરી કરતા ગણાવાપાત્ર નથી.

જે વર્ષે પૂરૂં વેકેશન ભોગવ્યા હોય તે વર્ષે બજાવેલ ફરજ સંબંધે વેકેશન ખાતાનો કર્મચારી કોઈ પ્રાપ્ત રજાનો હકદાર ગણાશેનહિ.

જે વર્ષે કર્મચારીએ વૅકેશનનો ભાગ (પુરૂ વેકેશન નહિ) ભોગવેલ હોય તો પૂરા વેકેશન સાથે તેના નહિ ભોગવેલ દિવસોના પ્રમાણમાં ૩૦ દિવસની પ્રાપ્ત રજાના હિસ્સા જેટલી પ્રાપ્ત રજાનો તે હકદાર ગણાશે. તેમ છતાં કાયમી નોકરીમાં ન હોય તેવા કર્મચારીને તેની પહેલાં વર્ષની નોકરી દરમ્યાન આવી રજા મળવાપાત્ર ગણાશે નહિ.

વેકેશન ખાતામાં કર્મચારીઓને મળવાપાત્ર રજાના બીજા પ્રકારો બિન વૅકેશન ખાતામાંના કર્મચારીને મળવાપાત્ર હોય તે જ છે.

કર્મચારી જે વર્ષે કોઈ વેકેશન ભોગવે નહિ તો તે વર્ષ તે મળવાપાત્ર પ્રાપ્ત રજાના હકદાર ગણાશે. આ હેતુ માટે વર્ષે શબ્દનો અર્થ જેમાં ફરજ બજાવવામાં આવી હોય તેવું અંગ્રેજી વર્ષ નહિ, પણ વેકેશન ખાતામાં ખરેખર ફરજના બાર મહિના એમ કરવો.

ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ હેઠળની કોઇપણ પ્રકારની રજાના અનુસંધાનમાં કે સંયોજનમાં વેકેશન લઈ શકાશે.

પરંતુ પૂરા વેકેશનના સમયગાળા સાથે જોડવામાં આવેલ પ્રાપ્ત રજા સાથેનો કુલ સમયગાળો કર્મચારીને એકીસાથે મળવાપાત્ર ૧૨૦ દિવસના સમયગાળા કરતાં વધુ થવો જોઈએ નહિ. પછી ભલે પ્રાપ્ત રજા અન્ય રજાના અનુસંધાનમાં કે સંયોજનમાં લીધી હોય કે ન લીધી હોય.

વેકેશન રજાની આગળ જોડી શકાય કે તેની પાછળ જોડી શકાય પણ આગળ પાછળ બંને રીતે જોડી શકાય નહિ, તેમજ રજાના બેગાળાની વચ્ચે વેકેશન રાખી શકાય નહિ.

નિયમ - 51

આગળ અને પાછળ જાહેર રજાઓને વેકેશન સાથે જોડવા બાબત કોઈપણ રજાના અનુસંધાનમા કે સંયોજનમાં વેકેશન લઈ શકાશે. 

બંન્ને સાથે મળીને કુલ 120 દિવસ કરતા સમયગાળો વધવો જોઈએ નહિ.

વેકેશન એ “જાહેર રજા ગણાય "

• વેકેશન રજાની આગળ કે પાછળ જોડી શકાશે પરંતુ આગળ અને પાછળ જોડી શકાય નહિ.

રજાના બે ગાળાની વચ્ચે વેકેશન રાખી શકાય નહિ.

નિયમ -52

વેકેશન ખાતામાં નોકરી કરતા કર્મચારી જો વેકેશન દરમ્યાન તેની ફરજના સ્થળેથી બહાર જાય તો તેને પોતાના (પરવાનગી લીધી હોય તો સરકાર ના ખર્ચ ) ખર્ચે નોકરીના સ્થળે પરત બોલાવી શકાશે.

નિયમ - 53-54

કર્મચારી પોતે વેકેશન કે તેનો ભાગ ભોગવ્યો નથી એવું પ્રમાણપત્ર પોતાના ખાતાના વડા અધિકારીના આદેશની નકલ સાથે ઑડિટ અધિકારીને પહોંચાડવાની ફરજ સદરહું કર્મચારીની છે.

નિયમ - 55

કર્મચારીની બદલી બીન-વેકેશન ખાતામાંથી વૅકેશન ખાતામાં થઈ હોય ત્યારે તેની વેકેશન ખાતાની નોકરીની મુદ્દત વેકેશન ખાતામાં તેના જોડાયાની તારીખથી શરૂ થઇ  ગણાશે.

નિયમ  56

વેકેશન ખાતાના કર્મચારીનું રાજીનામું

 વેકેશન પુરુ થયે નોટીસ આપ્યા સિવાય સીધુજ રાજીનામુ આપે તો વેકેશન સમયગાળાના પગારને હક્કદાર બનશે નહિ.

અસાધારણ રજા પરના કર્મચારી વેકેશન અગાઉ એક બે દિવસ જ પોતાની ફરજપર હાજર થાય અને વેકેશન બાદ ફરીથી અસાધારણ રજા પર જાય તો વેકેશનગાળાના પગારને હક્કદાર બનશે નહિ.

==============================

હવે નિયમ 57 અર્ધ પગારી રજા 


અર્ધ પગારી મળવાપાત્ર રજા નિયમ-૫૭ (૧) (ખ)

વર્ષના અર્ધવાર્ષિક (છ માસના) ગાળા દરમ્યાન નિમણૂક કરવામાં
આવી હોય તેવા કિસ્સામાં નોકરીના પ્રત્યેક પૂરા થયેલ અંગ્રેજી મહિનાના માટે ૫/૩ દિવસના દરે તે કર્મચારીના રજાના હિસાબમાં અર્ધપગારી જમા કરવામાં આવશે

ઉદાહરણ

દાઃત કોઇ કર્મચારી બીજી માર્ચના રોજ નવી નોકરીમાં

જોડાય છે તો પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં એપ્રીલ,મે,જૂન મણ પૂરા માસ નોકરી કરે છે.

એટલે ૩*૫/૩ = ૫ રજા જમા

આગળ ખેંચવી નિયમ-૫૭ (૧) (ખ)

દરેક અર્ધવર્ષના અંતે કર્મચારીના હિસાબમાં જમા થયેલ અર્ધપગારી રજા ત્યારપછીના અર્ધવર્ષમાં આગળ ખેંચવામાં આવે છે.

≈≈≈≈≈≈»»»««««»»»»»»»≈≈≈≈≈≈≈≈«

👫 નિયમ 58 « રૂપાંતરિત રજા »

👉રૂપાંતરીત રજાની મંજૂરી માટેની શરતો

1.રજા મંજૂર કરનાર સક્ષમ અધિકારીને ખાતરી થવાના ઉચિત કારણો હોય કે કર્મચારી રજા પૂરી થયે ફરજ પર હાજર થશે; (નિયમ-૫૮(૧)(ક)

2. જ્યારે રૂપાંતરિત રજા મંજૂર કરવામાં આવે ત્યારે તે રજા કરતાં બમણી અર્ધપગારી રજા તેના હિસાબમાં ઉધારવી જોઇશે; (નિયમ-૫૮(૧)(ખ)

૩. રજા મંજૂર કરનાર સક્ષમ અધિકારીએ કર્મચારી પાસેથી એ મતલબની બાંયધરી લેવી જોઈએ કે જો તેઓ નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેશે તો રૂપાંતરિત રજાના આકારેલ પગાર અને તેને મળવાપાત્ર અર્ધાપગારની રજાના પગારનો તફાવત તે પરત જમા કરાવશે. (નિયમ-૫૮(૩)

4. નિવૃત્તિ અસ્વસ્થ તબિયતને લીધે વધુ નોકરી કરવાની અશક્તતાને કારણે આપવામાં આવેલ હોય અથવા કર્મચારીનું અવસાન થયેલ હોય ત્યારે ઉપરોક્ત વસૂલાત કરી શકાશે નહિ. (નિયમ-૫૮(૩)

તબીબી પ્રમાણપત્રનો નમૂનો (નિયમ - 58(1) અને(4)

રૂપાંતરિત રજા મંજૂર કરવા પોતાની માંદગી માટે ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો અન્વયે નિયત કરવામાં આવેલા નમૂના-૩ માં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવુ કર્મચારીના પોતાના ઉપર આધારિત હોય તેવા તેના કુટુંબની વ્યક્તિની માંદગી સંબંધે નમૂના-પ માં પ્રમાણપત્ર રજૂ કરવુ.

અન્ય જોગવાઈ નિયમ - 58(5)

આગળ અને પાછળ જોડવા દેવામાં આવેલ જાહેર રજા સહિત મંજૂર કરેલ લઘુત્તમ રૂપાંતરિત રજાની અવધિ દરેક પ્રસંગે સાત દિવસ કરતાં ઓછી હોવી ન જોઈએ.

રજા મંજૂર કરનાર અધિકારી, સ્વવિવેકાનુસાર તેનાથી ઓછા સમય માટેની રજા પણ મંજૂર કરી શકશે.

રૂપાંતરિત રજા માટે તબીબી પ્રમાણ પત્ર

👉ગુજરાત રાજ્ય તબીબી સરવાર નિયમો -૨૦૧૫ નિયમ-૧૬.૪ રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીશનર ૧૦ દિવસ કે તે થી ઓછી રજા માટે પ્રમાણ પત્ર આપી શકશે

ગુજરાત રાજ્ય તબીબી સરવાર નિયમો -૨૦૧૫ નિયમ-૧૬.૪

૧૦ દિવસ કે તેથી વધુ પણ ૩૦ દિવસ સુધી જ્યાં રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીશનરે પ્રમાણપત્ર આપ્યુ હોય ત્યાં સરકારી હોસ્પિટલ અથવા

સરકારી હોસ્પિટલ સમકક્ષ ડૉસ્પિટલના અધિકૃત ચિકિત્સકની સામી સહી મેળવવાની રહેશે

ગુજરાત રાજ્ય તબીબી સરવાર નિયમો -૨૦૧૫ નિયમ-૧૬,૪

• ૩૦ દિવસથી વધુ રજાઓ ભોગવેલ હોય તો ફકત સરકારી હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલસર્જન, નિવાસી તબીબી અધિકારી કે અધિક્ષકની પ્રતિસડી મેળવવાની રહેશે

≈≈≈≈≈≈≈«≈≈≈≈≈≈≈≈≈≈«≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

અભ્યાસના હેતુ માટે રૂપાંતરીત રજા નિયમ – 58(2)

રજા મંજૂર કરનાર અધિકારી પ્રમાણિત કરે કે કોઈ માન્ય અભ્યાસક્રમ માટે પૂર્ણતઃ અગર અંશતઃ વાપરેલ રજા જાહેર હિતમાં છે તો કર્મચારીની સમગ્ર નોકરીના સમયગાળા દરમ્યાન તેને અધિકતમ ૯૦ દિવસ સુધીની રૂપાંતરિત રજા, તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા વિના મંજૂર કરી શકાશે.

««««««««««««««««»«««»»»»»»»»»»»»»»»»»

બિનજમા રજા (નિયમ-૫૯)

બિન જમા રજા કાયમી કર્મચારીને મંજૂર કરી શકાશે (નિયમ૫૯(૧)

હંગામી કર્મચારીની પાંચ વર્ષની નોકરી થઈ હોય તો ક્ષય, રક્તપિત, કેન્સર, કે માનસિક રોગથી પીડાતા કર્મચારીને તબીબી પ્રમાણપત્રને આધારે મંજૂર કરી શકાશે. નિયમ-૫૯(૩)

રજા પૂરી થયે ફરજ પર હાજર થવાના વાજબી કારણો છે તેવી ખાતરી રજા મંજૂર કરનારને થવી જોઈએ

♦ ભવિષ્યમાં જમા થનાર અર્ધપગારી રજા સામે મંજૂર કરવામાં આવશે

👉બિનજમા રજા સમગ્ર નોકરી દરમિયાન ૩૬૦ દિવસ મળવાપાત્ર છે.

👉એકી સાથે ૯૦ દિવસ મંજૂર કરી શકાય

👉તબીબી પ્રમાણપત્ર સિવાય બધી મળીને ૧૮૦ દિવસ મંજૂર કરી શકાય

👉અર્ધ પગારી રજા સામે ઉધારવામાં આવતી હોવાથી બિનજમા રજા દરમિયાન અર્ધો પગાર ચૂકવાશે

👉બિન જમા રજા મંજૂર કરનાર અધિકારીએ સરકારી કર્મચારી પાસેથી બાંયધરી લેવાની રહેશે કે ફરજ પર પાછા ફર્યા વિના નોકરીમાંથી રાજીનામું આપે કે સ્વૈચ્છિક નિવૃતિ લે તો તેને ચૂકવવામાં આવેલ રજા પગાર પરત કરશે.

બિન જમા રજા મંજૂર કરવામાં આવી હોય તે કર્મચારી ફરજ પર પાછા ફર્યા વિના નોકરીમાંથી રાજીનામું આપે કે સ્વૈચ્છિક નિવૃતિ લેતો બિન જમારજા રદ કરવામાં આવશે અને આવી રજા શરૂ થયા તારીખથી તેનું રાજીનામુ અથવા નિવૃતિ અમલમાં આવશે અને તેને ચૂકવવામાં આવેલ રજા પગાર વસુલ લેવામાં આવશે.

બિનજમા રજા ભોગવ્યા પછી કર્મચારી ફરજપર હાજર થાય પરંતુ ભોગવેલ બિનજમા રજા જેટલી અર્ધપગારી પ્રાપત કર્યા પહેલા નોકરીમાંથી રાજીનામું આપે કે સ્વૈચ્છિક નિવૃતિ લેતો તેટલા પ્રમાણમાં તેણે પગાર પાછો આપવાનો રહેશે

 માંદગી કે અશક્તતાના કારણે નિવૃતિ લીધી હોય ત્યારે નિવૃતિની પરવાનગી આપનાર અધિકારી કિસ્સાના ગુણદોષ હેઠળ પૂરી કે અંશત વસુલાત માફ કરી  શકશે.

અસાધારણ રજા નિયમ - 60 કપાત પગારી રજા 

નીચેના સંજોગોમાં કર્મચારીને તેની સમગ્ર નોકરી દરમ્યાન એકંદર ૩૬ (છત્રીસ) મહિના કરતાં વધુ નહિ એટલી અસાધારણ રજા મંજૂર કરી શકાશેઃ

1.જ્યારે બીજા પ્રકારની રજા મળવાપાત્ર ન હોય, 

2. જ્યારે બીજા પ્રકારની રજા મળવાપાત્ર હોય પણ કર્મચારી અસાધારણ રજા મંજૂર કરવા લેખિત અરજી કરે,

૩. કેન્દ્રીયક્રુત ભરતી યોજના હેઠળ કોઈ ખાતા/કચેરીમાં ફાળવવામાં આવેલ ઉમેદવારની જગા રદ થવાને કારણે બીજા કોઈ ખાતા/કચેરીમાં પુનઃ ફાળવવામાં આવવાથી તેવા કર્મચારીની નોકરીમાં તૂટ આવતી હોય અને તેણે મળવાપાત્ર પ્રાપ્ત રજા ભોગવી ચૂકેલ હોય તેવા કર્મચારીને,

અપવાદરૂપ સંજોગોમાં સિવાય સળંગ અસાધારણ રજા મંજૂર કરવાની મુદત :

1. નવ (૯) માસ : ફરજ મોકૂફીની સમયાવધિ જે અસાધારણ રજામાં ફેરવવામાં આવી હોય

2. બાર (૧ર) માસ : જે કિસ્સામાં કર્મચારીએ એક વર્ષની સળંગ નોકરી પૂરી કરેલ હોય અને તે કેન્સરની બિમારીની સારવાર અંગે

૩. પંદર (૧૫) માસ : જે કિસ્સામાં કર્મચારીએ એક વર્ષની સળંગ નોકરી પૂરી કરી હોય તેમને ફેફસાના ક્ષય રોગ માટે કે ક્ષય પ્રકારની પ્લુરસી માટે;

વધુમાં વધુ મળવાપાત્ર અસાધારણ રજા

(નાણા વિભાગનું તારીખ ૭-૨-૨૦૦૭ નું નોટીફીકેશન )

પૂરી કરેલ સળંગ નોકરીના વર્ષોના આધારે સરકારી કર્મચારીને વધુમાં વધુ મળવાપાત્ર અસાધારણ રજા નીચે પ્રમાણે રહેશે:

૧૦ વર્ષની નોકરી = 12 માસ 

૨૦ વર્ષની નોકરી = ર૪ માસ

૩૦ વર્ષની નોકરી = ૩૬ માસ

👫આ જોગવાઈઓ નિયમ-૬૦ (ર) નીચે અસાધારણ સંજોગોમાં મંજૂર કરવામાં આવતી આવી રજાઓની જોગવાઇઓને લાગુ પડતી નથી.

અન્ય જોગવાઇઓ

બે અસાધારણ રજાના ગાળાઓ વચ્ચે આવેલ વેકેશન કે બીજા કોઈ પ્રકારની રજાને એક સળંગ અસાધારણ રજાના ગાળા તરીકે ગણવામાં આવશે.

રજા વિનાની ગેરહાજરીના સમય ગાળાનું રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી પશ્ચાતવર્તિ અસરથી અસાધારણ રજામાં પરિવર્તન કરી શકશે.

અજમાયશી કે એપ્રેન્ટીસને મળતી રજા નિયમ -61

અજમાયશી કાયમી ધોરણે જગા ધારણ કરે છે તેમ ગણીને આ નિયમો હેઠળ રજા મંજૂર થશે

એપ્રેન્ટીસને એક વર્ષમાં 30 દિવસથી વધુ નહિં તેટલી તબીબી કારણોસર અર્ધ પગારી રજા મળશે

નિયમ - 62

નિવૃતિ બાદ પુન નિયુક્તિને રજા –

નોકરીમાં પ્રથમ વખત દાખલ થાય છે તેમ ગણી તેને રજાની જોગવાઇઓ લાગુ પડશે.

નિયમ - 63

ફરજીયાત નિવૃત્તિ કે નોકરી છોડી દેવાની તારીખ પછીની રજા રજા

કર્મચારીને મંજૂર કરવામાં આવતી રજા -

તેના ફરજીયાત નિવળત્ત થવાની તારીખ, અથવા નોકરીની અંતિમ સમાપ્તિની તારીખ, અથવા

નોકરીમાંથી તેના રાજીનામાની તારીખ.

પછીની તારીખને આવરી લે તેવી રીતે મંજૂર કરી શકાય નહી 

નિયમ – 65 ( નાણા વિભાગનો ૧૫-૧-૨૦૧0 નો ઠરાવ)

નોકરી સમાપ્ત થવાના સમયે જમા રજાનું રોકડમાં રૂપાન્તર

રજા મંજૂર કરનાર અધિકારી કર્મચારી ખાતે જમા પ્રાપ્ત રજા

અને અર્ધપગારી રજાના સરવાળે આવતા દિવસોના ત્રણસો દિવસની મર્યાદામાં રહી નીચેના પ્રસંગોએ રજાના પગારનો રોકડમાં રૂપાંતર કરી શકશે :

1.નિવૃત્તિવયે પહોંચતાં તેની નિવૃત્તિ  સમયે;

2. નિવૃત્તિ વય બાદ કર્મચારીની નોકરી વધુ મુદ્દત માટે લંબાવવામાં આવી હોય ત્યારે તેની નોકરીની વધારવામાં આવેલી મુદ્દત પૂરી થતાં;

૩. સ્વૈચ્છિક નિવૃત્તિ  પ્રસંગે;

4. નિવૃત્તિ પછીની પુનઃ નિયુક્તિની સમાપ્તિ થતાં;

5. ચાલુ નોકરીમાં કર્મચારીનું અવસાન થતાં મૃતકના કુટુંબને;

6. કર્મચારીની બદલી કોઈ ઔદ્યોગિક સંસ્થામાં થતાં;

7. કર્મચારીનો સમાવેશ કોઈ સરકારી જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં કરવામાં આવતાં અથવા કેન્દ્ર અથવા રાજ્યની સ્વાયત્ત સંસ્થામાં સમાવેશ થતાં.

8. કર્મચારી નોકરીની શરતો અને બોલીઓ મુજબ નિવુંત્ત થાય.

9. કર્મચારી સરકારને નોટીસ આપી નિવૃત  થાય.

10. સરકાર તેને નોટિસ આપીને અથવા નોટીસની અવેજીમાં પગાર ભથ્થાંની ચૂકવણી કરીને નિવૃત્ત કરવામાં આવે.

11. નિવૃત્તિ  પૂર્વે રજા ઉપર ઉતરતા કર્મચારીઓને;

કર્મચારી ફરજ મોકૂફી હેઠળ હોય તે દરમ્યાન જો તે વયનિવૃત્ત થાય અને

તેને ફરજમોકૂફી બાદ કર્મચારીને પુનઃસ્થાપન કરવાની સત્તા ધરાવતા અધિકારીને મતે કર્મચારી સંપૂર્ણ રીતે દોષમુક્ત હોય અને તેની ફરજમોકૂફી સંપૂર્ણતઃ અન્યાયી હોય; તો આ નિયમ હેઠળ તેના ખાતે નિવૃત્તિવયની તારીખે જે પ્રાપ્ત રજા સિલકમાં હોય તેટલા પ્રમાણમાં રજાના પગાર રોકડમાં ચૂકવી શકશે.

મોટી શિક્ષાના કારણે ફરજિયાત નિવૃતિ ના કિસ્સામાં પણ રૂપાંતર આપી શકાશે. (નાણા વિભગના તારીખ ૩-૯-૨૦૧૪ નું નોટી ફીકેશન)

નિવૃતિ સમયે કોઈ ફરજમોકૂફી પર હોય ,તેનીસામે શિસ્ત વિષયક કાર્યવાહિ ચાલુ હોય, કોઈ ક્રિમિનલ કેસ પેન્ડીંગ હોયતો રજાનું રોકડમાં રૂપાંતર આપવુ કે કેમ?

નાણા વિભગના તારીખ ૨૧-૧-૨૦૦૮ ના નોટી ફીકેશનથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો

સક્ષમ સત્તાધિકારીને લાગે કે આખરી નિર્ણના અંતે કોઈ રકમ વસુલ કરવાની શક્યતા છે તો રજાનું રોકડમાં રૂપાંતરની પૂરે પૂરી રકમ અથવા તેનો કોઈ ભાગ રોકી શકાશે.

ચૂકવવાપાત્ર રજાના પગારની રોકડ રકમની ચૂકવણીમાં ત્રીસ દિવસનો મહિનો ગણવાનો રહેશે.

રજાના પગારમાં મળવાપાત્ર મોંઘવારી ભથ્થુ, નોન પ્રેકટીસ ભથ્થુ અને સ્થાનિક વળતર ભથ્થાનો સમાવેશ થાય છે.

કર્મચારી નિવૃત્ત થાય અથવા જ્યારે તેને નિવૃત્ત કરવામાં આવે ત્યારે અમલમાં હોય તેવા દરે મળવાપાત્ર મોંઘવારી ભથ્થુ,નોન પ્રેકટીસ ભથ્થુ ચૂકવાશે પરંતુ સ્થાનિક વળતર ભથ્થાં મળવાપાત્ર ન.

રાજીનામું આપી છૂટા થતા કર્મચારીઓની લેણી અને મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતર

જ્યારે કર્મચારી રાજીનામું આપી દે કે નોકરી છોડી દે ત્યારે રજા મંજૂર કરનાર અધિકારી કર્મચારીની નોકરીનો સમાપ્તિની તારીખે તેના હિસાબમાં જે રજા સિલકમાં દશે તેનાથી અડધા હિસ્સાની સમકક્ષ રજા અધિકતમ એકસો પચાસ દિવસની મર્યાદાને અધિન રહીને મંજૂર કરાશે.

એટકે કોઈ કર્મચારીના રજાના હિસાબમાં રાજીનામાની તારીખે ૨૦૦ પ્રાપ્ત રજા જમા હોય તો ૧૦૦ પ્રાપ્ત રજાનું રૂપાંતર કરી શકાશે.

ત્રણસો રજાની ગણતરી સમજીયે

નાણા વિભાગના ઠરાવ ક્રમાંક.પી.જી.આર.-૧૦૦૯-૧૬ -પેસેલ(એમ) તારીખ ૧૫-૧-૨૦૧૦ ધ્યાને લેતાં કોઈ કર્મચારીના નિવૃતિ સમયે 300 પ્રાપ્ત રજા જમા છે. તેમને 300 પ્રાપ્ત રજાનું રૂપાંતર મળશે

કોઈ કર્મચારીના નિવૃતિ સમયે ર૪૦ પ્રાપ્ત રજા જમા છે અને ૨૦૦ અર્ધપગારી રજા જમા છે. તો તેમને ર૪૦ પ્રાપ્ત રજાનો પૂરો પગાર અને ૩૦૦ માં ખૂટતી ૬૦ રજાનો અર્ધો પગાર ચૂકવાશે.

નિયમ-66 રજા પગાર રોકડમાં ચૂકવણીની કાર્ય રીતી

1. સક્ષમ અધિકારી રજાના સિલકની ખાતરી કરીને આ નિયમો હેઠળ રજાનું રોકડમાં રૂપાંતર કરવાના હુકમો આપોઆપ કરીને નિવૃત્તિની તારીખે ચૂકવણું કરશે.

2. જે તે કર્મચારી પાસેથી અરજી મળેથી સક્ષમ અધિકારી તેના ખાતે રજા સિલકમાં હોવાની ખાતરી કરીને રજાનું રોકડમાં રૂપાંતર મંજૂર કરવાના આદેશ કરશે.

૩. કોઇ રકમ લેણી નથી એ બાબતનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય કે નહિ તે હકીકતને ધ્યાનમાં લીધા વિના કર્મચારીને લેણી થતી પણ નહિ ભોગવેલ પ્રાપ્ત રજાના સમકક્ષ રોકડ રકમની ચૂકવણી કરવાની રહેશે.

નિયમ - 67 રજા પગાર

1. કર્મચારીએ પ્રાપ્ત રજા ઉપર જતાં પહેલાં તુરતજ જે પગાર આકારેલ હોય તેની બરાબર રજા પગાર તે પ્રાપ્ત રજા ઉપર જાય ત્યારે મળવાપાત્ર થશે.

2. કર્મચારી અર્ધપગારી રજા ઉપર કે બિનજમા રજા પર જાય, ત્યારે તેને પ્રાપ્ત રજા ઉપર જતાં મળવાપાત્ર નિયત રકમ કરતાં અડધી રકમ રજા પગાર તરીકે મળવાપાત્ર થશે.

૩. રૂપાંતરિત રજા પર જતા કર્મચારી ઉપરોક્ત (૧) મુજબ રજાનો પગાર મળવાપાત્ર થશે.

4. અસાધારણ રજા પર જતા કર્મચારી કોઈ પણ રજા પગારને પાત્ર નથી.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!