શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી Category: "Pension Questions and Answers" // Useful questions and information about pensions

Gujrat
0

નિવૃત્તિ એ એક સરકારી કર્મચારી માટે આનંદ નો પ્રસઁગ ,અવસર છે . આખા કરિયર દરમિયાન ની સરકારી નોકરી ની પુર્ણાહુતી છે . અહીંયા મેં નિવૃત્તિ પછી પેંશન વિષે ની બાબતો અને તે અંગેના પ્રશ્નો મુકેલ છે . જે સરકારી કર્મચારી અને ગુજરાત રાજ્ય ની શિક્ષણ ની પરીક્ષામાં ઉપયોગી થશે .

પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

    💢 ગેરવર્તનના કારણે નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીને કયું પેન્શન મળી શકે ? 

    ખાસ કિસ્સા તરીકે રહેમિયત પેન્શન મળી શકે

    💢 કર્મચારી કેટલા વર્ષની પેન્શનપાત્ર નોકરી પૂર્ણ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે ?

    20 વર્ષ

    💢નોકરીમાં કેટલા સમયની તૂટ પેન્શનપાત્ર સેવા તરીકે ગણવામાં આવશે ?

    ત્રણ માસ સુધીની

    💢સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી હોવી જોઇએ ? 

    20 વર્ષ

    💢ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, 2002 અન્વયે પેન્શનપાત્ર પગાર એટલે...

     છેલ્લા દસ(10) માસના પગારની સરેરાશ

    💢કર્મચારી કેટલા વર્ષની પેન્શનપાત્ર નોકરી પુર્ણ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્ત થઈ શકે ? 

    20 વર્ષ

    આ પણ જાણો 

    👉પેન્શનપાત્ર પગાર માટે છેલ્લા વર્ષના પગારની સરેરાશ ગણાય 

    👉સ્વૈચ્છિક નિવૃતિ લેવા માટે ઓછામાં ઓછી  ત્રણ માસ સમયની નોટિસ આપવી જોઇએ .

    👉પેન્શન પાછું લેવાનું કે મોકુફ રાખવાનો સરકારનો અધિકાર હોવા બાબતની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) , 2002 ના નિયમ 24 માં છે .

    👉તબીબ ને  આપવામાં આવતું નોન પ્રેક્ટીસીંગ એલાઉન્સ પેન્શન માટે ગણતરીમાં લઈ શકાયછે .

    👉18 વર્ષ  પછી ની ઉંમર પછી ની નોકરી પેંશનપાત્ર સેવા ગણાય .

    👉કોઈપણ સરકારી કર્મચારી ની નિવૃત્તિ વયમર્યાદા લક્ષ માં લીધા વિના સરકાર કર્મચારી ની નોકરી લંબાવી શકે છે

    • પેન્શનપાત્ર પગાર માટે છેલ્લા વર્ષના પગારની સરેરાશ ગણાય 
    • સ્વૈચ્છિક નિવૃતિ લેવા માટે ઓછામાં ઓછી  ત્રણ માસ સમયની નોટિસ આપવી જોઇએ .
    • પેન્શન પાછું લેવાનું કે મોકુફ રાખવાનો સરકારનો અધિકાર હોવો બાબતની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) , 2002 ના નિયમ 24 માં છે .
    • તબીબ ને  આપવામાં આવતું નોન પ્રેક્ટીસીંગ એલાઉન્સ પેન્શન માટે ગણતરીમાં લઈ શકાયછે .
    • 18 વર્ષ  પછી ની ઉંમર પછી ની નોકરી પેંશનપાત્ર સેવા ગણાય .
    • કોઈપણ સરકારી કર્મચારી ની નિવૃત્તિ વયમર્યાદા લક્ષ માં લીધા વિના સરકાર કર્મચારી ની નોકરી લંબાવી શકે છે .


    પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 2

    💥 સરકારી કર્મચારીને 58 વર્ષ અથવા યથાપ્રસંગ 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થતા સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય છે ?

    વયનિવૃત્તિ પેન્શન

    💥અશકતતા પેન્શન માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી ધ્યાને લેવાય ?

    10 વર્ષ

    💥 યથાપ્રસંગે અઠ્ઠાવન કે 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થતા કર્મચારીને આપવામાં આવતું પેન્શન કયા પ્રકારનું પેન્શન ગણાય ? 

    વયનિવૃત્તિ પેન્શન

    💥નોકરી માટે અશક્ત જાહેર કરવામાં આવ્યા હોય તેમને ફરજ ઉપરથી છૂટા કરવાની વ્યવસ્થા માટેનો સમયગાળો તબીબી પ્રમાણપત્રની તારીખથી કેટલા દિવસ કરતાં વધુ ન થવો જોઈએ. ?

    7 દિવસ

    💥સરકારી કર્મચારી જ્યારે તેની વીસ / પચીસ /ત્રીસ વર્ષની પેન્શનપાત્ર સેવા પુરી થયે સ્વૈચ્છિક નિવૃત્તિ થાય કે નિવૃત્તિ વયે પહોંચતા પહેલા જાહેર હિતમાં તેને નિવૃત્ત કરવાનું આવશ્યક જણાય ત્યારે કયા પ્રકારનું પેન્શન મંજુર કરવામાં આવે છે?

    નિવૃત્તિ પેન્શન

    💥કર્મચારીને નાદારી, બિનકાર્યક્ષમતા કે ગે૨વર્તણૂકને કારણે સરકારી નોકરીમાંથી રૂખસદ આપવામાં આવી હોય ત્યારે ક્યુ પેન્શન મંજૂર કરી શકાય ?

    રહેમિયત પેન્શન

    💥પચીસ વર્ષની પેન્શનપાત્ર સેવાને અંતે સ્વેચ્છાએ નિવૃત્ત થતાં કર્મચારીને મળતું પેન્શન કયુ ગણાય ?

     નિવૃત્તિ પેન્શન

    💥એક વર્ગ-૩ ના કર્મચારી તા. 18-5-2004 ના રોજ 58 વર્ષ પૂર્ણ કરે છે. તા. 1-6-20 થી મળતું પેન્શન કયા

    પ્રકારનું પેન્શન ગણાય ?

    વયનિવૃત્તિ પેન્શન 

    💥નિવૃત થનાર સરકારી કેર્મચારીના કિસ્સામાં તેની વિરૂદ્ધ ખાતાકીય કે અદાલતી કાર્યવાહી શરૂ કાર્યવાહી ચાલુ હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મંજુર કરી શકાય ?

    કામચલાઉ પેંશન 

    💥કાયમી જગા નાબૂદ થવાથી કે તે જગાની ફરજોના પ્રકાર બદલાવાથી કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવા માટે પસંદ કરવામાં આવે ત્યારે વિકલ્પે કયુ પેન્શન આપવામાં આવે છે ? 

    વળતર પેન્શન

    💥 કર્મચારીને તેની ગેરવર્તણૂક, નાદારી કે બિનકાર્યક્ષમતા બદલ નોકરીમાંથી રૂખસદ આપવામાં આવે ત્યારે તેને આપવામાં આવતું પેન્શન એટલે શું ?

     રહેમિયત પેન્શન

    💥એક કરતા વધુ જગ્યા ઓ ઉપર પેંશનપાત્ર નોકરી કરનાર કર્મચારી ને કુલ કેટલા પેંશન મળવાપાત્ર થાય ?

    માત્ર એકજ પેંશન મળી શકે .

    💥રાજ્યપત્રિત  અધિકારીને કેટલા વર્ષની ઉમર પછી  સરકાર કોઈપણ કારણ આપ્યા વિના અપરિપક્વ નિવૃત્તિ લેવાનું ફરમાવી શકે 

    50 વર્ષ 

    💥ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ કઈ તારીખથી અમલમાં આવ્યા છે?

    15 મી નવેમ્બર, 2002

    💥કઈ તારીખના રોજ કે ત્યાર બાદ નિમાયેલા કર્મચારીઓને પેન્શન રોજના લાગુ પડતી નથી,

    01/04/2005

    💥જે નોકરી અથવા હોદા ઉપરથી નિવૃત્ત થવા ઈચ્છતા સરકારી કર્મચારીની તેવી નોકરી કે હોદા ઉપર નિમણૂંક કરવા સક્ષમ સત્તાધિકારી એટલે....

    નિમણુંક સત્તાધિકારી

    💥વર્ધિત પેન્શન યોજના કઈ તારીખથી અમલમાં મુકવામાં આવી છે ?

    01/04/2005

    💥વર્ગ-4 ના કર્મચારીનું પેન્શન મંજૂર કરવાની સત્તા કોને આપવામાં આવી છે ? 

    નિમણૂંક અધિકારી 

    💥પ્રવર્તમાન સમયમાં સામાન્યતઃ વર્ગ-4 ના સરકારી કર્મચારી સિવાયના દરેક ક્યારે નિવૃત્ત થાય છે ?

     જે મહિનામાં 58 વર્ષની વય પુરી કરે તે મહિનાની આંખર તારીખે બપોર પછી

    💥 વર્ગ-4 ના કિસ્સામાં નિવૃત્તિ વયમર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે ?

    60 વર્ષ

    💥સામાન્ય રીતે વર્ગ-3 ના કિસ્સામાં વયનિવૃત્તિની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી છે ?

     58 વર્ષ ?

    GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર  પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો 

    પેંશન પુસ્તિકા ડાઉનલોડ કરો


    મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

    રજા તથ્યો 

    💥 સામાન્ય સંજોગો માં સળંગ રજા ની મહત્તમ મુદત 60 દિવસ ની છે .

    💥 પ્રાપ્ત રજા ને પ્રાસંગિક રજા સાથે સાથે જોડી મંજુર કરી શકાય નહિ

    💥રજા માટે એક તથ્ય  રજાની માંગણી હક તરીકે કરી શકાશે નહિ.

    💥ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 હેઠળ તથ્ય  રજા મંજુર કરનાર સત્તાધિકારી કર્મચારીની લેખિત સંમતિ વિના લેણી અને માંગેલી રજાનો પ્રકાર ફેરવી શકતો નથી .

    💥 રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી કર્મચારીએ નમૂના -1 મુજબ અરજી કરવી 

    💥અસાધારણ રજા જયારે કોઈપણ પ્રકારની રજા ન હોય ત્યારે અને કર્મચારી ની વિનંતી થી મંજુર કરી શકાય  નિયમો વાંચવા ક્લીક કરો 

    મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે  અહીંયા પણ ક્લીક કરી શકો છો 



    નેશનલ એડયુકેશન પોલિસી 2020

    અહીંયા ક્લીક કરો 

    અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

    અહીંયા ક્લીક કરો 

    બાલા પ્રોજેક્ટ 

    અહીંયા ક્લીક કરો 

    મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

    અહીંયા ક્લીક કરો 

    પાઠ્યપુસ્તક મંડળ 

    અહીંયા ક્લીક કરો 

    રાજ્ય પરીક્ષા બોર્ડ 

    અહીંયા ક્લીક કરો 

    પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

    અહીંયા ક્લીક કરો 

    પર્યાવરણ પ્રયોગ શાળા 

    અહીંયા ક્લીક કરો 


    👉important : ગુજરાત ના શિક્ષણ ની પ્રથમ એકમાત્ર ચેનલ માં જોડાઓ


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!