શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (sce) school based comprehensive Evaluation

Gujrat
0

 શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનો છે. તેથી વિદ્યાર્થીનું શૈક્ષણિક અને બિનશૈક્ષણિક એમ બંને રીતે મૂલ્યાંકન થવું જોઈએ, આવું મૂલ્યાંકન સતત રીતે થવું જોઈએ. રોજેરોજ વર્ગખંડ અંદર અને વર્ગખંડ બહારની પ્રવૃત્તિઓમાં બાળક કેવી રીતે ભાગ લે છે તેનું સતત માપન અને મૂલ્યાંકન થવું જોઈએ.

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (sce)
     (school based comprehensive Evaluation)

      શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એ બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ ની માહિતી મેળવવાની તથા તેનું વિશ્લેષણ તેમ જ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે.

     શાળાકીયસર્વગ્રાહી મૂલ્યાંકન ના પ્રકારો

    (1)શૈક્ષણિક  મૂલ્યાંકન

    (2) સહ - શૈક્ષણિક મૂલ્યાંકન

    (1)શૈક્ષણિક  મૂલ્યાંકન

     👉રચનાત્મક મૂલ્યાંકન
     

    👉સત્રાંત મૂલ્યાંકન

     👉સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન



    (2) સહ - શૈક્ષણિક મૂલ્યાંકન

     તેના મૂલ્યાંકનમાં ચાર ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
     
    ક્ષેત્ર1. : વ્યક્તિગત અને સામાજિક ગુણો
     
    ક્ષેત્ર2.: વિદ્યાર્થીના વલણો
     
    ક્ષેત્ર3 : વિદ્યાર્થીના રસના ક્ષેત્રો
     
    ક્ષેત્ર4:  કાર્યlનુભવ

     ગ્રેડિંગ પદ્ધતિ

    - ગ્રેડની વિવિધ પદ્ધતિ છે.જેમકે,ત્રિ બિંદુ, પંચ બિંદુ,સપ્ત બિંદુ,નવ બિંદુ, પંચ બિંદુમાં
    A±, A, B, B±,B, C એમ.ગ્રે ડ આપી શકાય.

    (1) પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ: ગુજરાતમાં હાલમાં ધોરણ એક(1) અને બે (2)માં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શિક્ષક બાળકની સિદ્ધિ નું મૂલ્યાંકન કરી સીધો ગ્રેડ આપે છે

    (2) પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ
     
    આ પ્રકારની પદ્ધતિમાં વિદ્યાર્થીના ગુણને ગ્રેડ માં રૂપાંતરિત કરવામાં આવે છે.ધોરણ 3 થી 7 માં આં પ્રકાર ની પદ્ધતિ છે.

    શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ના વિવિધ પત્રકો:

     પત્રક A ( રચનાત્મક મૂલ્યાંકન)

    - ધોરણ ત્રણ(3) થી (8)આઠ મા આ પત્રકો ભરવાના હોય છે.
    -
    જે તે વિષયના પ્રતિનિધિરૂપ વિધાનો પસંદ કરવાના હોય છે.
    -
    હેતુ ની ક્ષમતા સિદ્ધ થાય તો ખરાની નિશાની,હેતુ ની ક્ષમતા આંશિક રીતે સિદ્ધ ન થઈ હોય તો"?" ની નિશાની ફની હેતુની ક્ષમતા સિદ્ધ ન થઈ હોય તો " × " ની નિશાની કરવામાં આવે છે.
    -
    પત્રક એમાં 40 ગુણમાંથી સિદ્ધ કરેલી ક્ષમતાઓની આધારે ગુણ આપવામાં આવે છે. તેના માટે નીચે નું સૂત્ર યાદ રાખો

     મેળવેલ ગુણ= ખરા ના નિશાની ની કુલ સંખ્યા/ (÷) સત્ર ની  કુલ ક્ષમતાઓની સંખ્યા× 40


    પત્રક -( વ્યક્તિત્વ વિકાસ પત્રક)

     વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ નું માપન આ પત્ર કરે છે
    -
    આ પત્રકમાં કુલ ચાર ક્ષેત્રમાં 40 વિધાનો હોય છે
    - 40
    વિધાનોમાં થી નવ વિધાનો શિક્ષકે જાતે નક્કી કરવાના હોય છે.

     પત્રક C=(પરીણામ પત્રક)

    -સત્ર ના અંતે આ પત્ર ભરવાનું  હોય છે.
    -
    ધોરણ 3 થી 8 માં  જુદા-જુદા વિષયો તેમજ વ્યક્તિત્વ વિકાસના મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીની મેળવેલ ગુણ ના આધારે એ ગ્રેડ આપવામાં આવે છે .
    -
    ધોરણ -8 મા પરિણામ પત્રક માં ગુણ અનેગ્રેડ બંને  આપવામાં આવે છે

     પત્રક ડી(D) 

    ધોરણ એક થી બે ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે છે.

     પત્રક એ ( સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક)


     ધોરણ1 થી  8 સુધીમાં વિદ્યાર્થીની અલગ- અલગ ક્ષેત્રોમાં કરેલા વિકાસને ધ્યાનમાં લઈને મૂલ્યાંકન કરીને પત્રક  ભરવાનું હોય છે.

     પત્રક

    આ પત્રકમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થી ની મૂલ્યાંકનના આધારે ગ્રેડ આપવાનો  હોય છે.


    પત્રક G  ( શાળાંત પ્રમાણપત્ર)

    ધોરણ 8 સુધીનો અભ્યાસ વિદ્યાર્થી પૂરો કરે પછી આં પત્રક આપવામાં આવે છે.
    -
    આ પત્રકમાં વિદ્યાર્થી અભ્યાસ દરમિયાન જે સિદ્ધિઓ હાંસલ કરી હોય.તેનું ચિત્ર આ પત્રકમાં મળે છે

    સતત અને સર્વગ્રાહી મુલ્યાકંન અગત્યના પ્રશ્ન CCE 

    👉સતત અને સર્વ ગ્રાહી મૂલયાંકન નું CCE નું પૂરું નામ
    જવાબ - CONTINUOUS AND  COMPREHENSIVE EVULUATION

    👉ગુજરાત માં કયા વર્ષ થી ચાલુ છે.
    જવાબ - 1992-93

    👉CCE નો અમલ કયા કેળવણી કાળ ના માર્ગદર્શન હેઠળ અમલ છે?

    જવાબ - રવીન્દ્રભાઈ દવે

    👉પ્રાથમિક શિક્ષણ ની ગ્રેડિંગ પદ્ધતિ
     80% થી વધુ  -A+
    65 થી 80%- A
    50થી 65% -  B+
    35%થી 50% -  B
    35થી ઓછા - C 

    👉ગુજરાતમાં હાલ કયા ધોરણમાં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ હોય છે? 
    ધોરણ– ૧ અને ૨ 

    👉ગુજરાતમાં હાલ કયા ધોરણમાં પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ હોય છે? 
    ધોરણ– ૩ અને ૮

    👉સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનએ …?
    વિદ્યાર્થી કેન્દ્રી છે
    👉શિક્ષણમાં કરવામાં આવેલા નૂતન ફેરફારો પ્રમાણે શિક્ષકની ભૂમિકા કઈ રહેશે?
    Facilitator, Instructor
     
    👉 શિક્ષણના નવા અને પરંપરાગત હેતુઓને લક્ષમાં રાખીને તેના મુખ્ય કયા બે પ્રવાહો કરવામાં આવ્યા છે?
     શૈક્ષણિક મૂલ્યાંકન અને સહ—શૈક્ષણિક મૂલ્યાંકન.

    👉Holistic Education એટલે શું?
    સર્વાંગી વિકાસ 

    👉 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના મૂળભૂત હેતુઓ જણાવો?
    •   ગોખણપટ્ટીને બદલે વિવિધ કૌશલ્યોનો વિકાસ.
    •   વિદ્યાર્થી ક્રિયાત્મક શિક્ષણ મેળવી શકે 
    • . વિદ્યાર્થીનો સંસોધનાત્મક અભિગમ કેળવાય.

    👉 શૈક્ષણિક ક્ષેત્રને કયા બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યુ છે?
    મુખ્ય સાત વિષયો અને વૈકલ્પિક ત્રણ વિષયો. 

    👉સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હેઠળ આવરી લેવાયેલા મુખ્ય વિષયો કયા છે? ” 
    પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા, હિન્દી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સામાજિક વિજ્ઞાન. 
    👉સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હેઠળ આવરી લેવાયેલા વૈકલ્પિક વિષયો કયા છે? 
    યોગ, ચિત્ર, સંગીત, કમ્પ્યુટર પરિચય, કૃષિ
    👉સત્તત અને સર્વ ગ્રહી મૂલ્યાંકન ની પ્રક્રિયા માં  વ્યાપક શબ્દ કયા સિદ્ધાંત નું સમર્થન કરે છે ?
    જે .પી ગિલફોર્ડ નો બુદ્ધિ -સંરચના નો સિદ્ધાંત



    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!