Education enoveshan fair || એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ

Gujrat
0

 ઇનોવેશન પ્રસ્તાવના.

    ગુજરાત રાજ્ય માં  પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃધ્ધિ થાય તેમજ નવતર પ્રયોગો કરવા શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી જિલ્લા અને રાજયના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.


    વર્ષ 2023/ 2024 થી આયોજન તાલુકા કક્ષાએ થી કરવામાં આવશે 

    વર્ષ-2023-24 માં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ તાલુકા કક્ષાએથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાલુકા કક્ષાએ શૈક્ષણિક ઇનોવેશન કાર્યશાળાનું આયોજન કરવાનું રહેશે..

    👉કોણ સહભાગી બની શકશે 

    નીચેના વિભાગો મુજબ શૈક્ષણિક ઇનોવેશન ફેસ્ટીવલમાં શિક્ષક સહભાગી બની શકશે.દરેક સી.આર.સી. માં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ (સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા. શાળા અને ડી.એલ.એડ્., બી. એડ્. કોલેજ) ના શિક્ષકો/ સી.આર.સી.સી., બી.આર.સી.સી. અને અધ્યાપકો શૈક્ષણિક ઇનોવેશન કાર્યશાળામાં ભાગ લઇ શકશે.

    નવતર પ્રયોગના ક્ષેત્રો

    👫વિષયવસ્તુ પેડાગોજી આધારિત 

    👫સાંપ્રત વિષયો(FLN, NEP, NIPUN BHARAT Mission) 

    👫અભ્યાસક્રમ આધારિત મુલ્ય શિક્ષણ 

    👫શૈક્ષણિક મૂલ્યાંકન

    👫સમાવેશી શિક્ષણ

    👫શૈક્ષણિક પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ 

    👫વિશેષ કાર્યક્રમો:- (ડ્રોપ આઉટ, સ્થાયીકરણ, નિયમિતતા, સ્ત્રી સશક્તિકરણ,સાક્ષરતા, અક્ષર સુધારણા, કન્યા કેળવણી, સ્વચ્છતા) 

    👫પર્યાવરણ જાગૃત્તિ 

    👫સહ અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા સર્વાંગી વિકાસ 

    👫ઇનોવેટર દ્વારા ક્ષેત્ર ક્રમાંક 1 થી 9 સિવાયના અન્ય વિષયો

    તાલુકા,જિલ્લા,ઝોન અને રાજ્ય કક્ષાએ પસંદગી સમિતિ

    (1) તાલુકા કક્ષાએ

    👉જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તાલુકાના લાયઝન (વ્યાખ્યાતા) =<હોદ્દો અધ્યક્ષ>

    👉સી.આર.સી. કો. ઓર્ડીનેટર (કોઇપણ એક) =<સભ્ય>

    👉તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક(કોઇપણ એક)=<સભ્ય>

     👉સરકારી માધ્યમિક શાળાનાઆચાર્ય (કોઇપણ એક) =<સભ્ય>

    👉અગાઉ ઇનોવેશનમાં ભાગ લીધો હોય તેવા ઇનોવેટર (કોઇપણ એક) =<સભ્ય>

     👉બી.આર.સી. કો. ઓર્ડીનેટર હોદ્દો  =<સભ્ય સચિવ >

    નોંધઃ ઉકત કમિટીમાંથી ઓછામાં ઓછા ત્રણ સભ્યો હાજર રહેશે તો કોરમ પૂર્ણ થયેલ ગણાશે .

    (2) જિલ્લા કક્ષાએ

     પ્રાચાર્ય, જિલ્લાશિક્ષણઅનેતાલીમભવન   =<હોદ્દો અધ્યક્ષ>

    ડાયેટના સિનિયર લેકચરર (કોઇપણ એક) =<સભ્ય>

    ડાયેટના લેકચરર (કોઇપણ બે) =<સભ્ય>

    બી.આર.સી.કો.ઓર્ડિનેટર (કોઇપણ એક) =<સભ્ય>

    એજયુકશન ઇન્સપેકટર (કોઇપણ એક) =<સભ્ય>

    તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (કોઇપણ એક)=<સભ્ય>

     ડી.આઇ.સી. કો.ઓર્ડિનેટર  =<સભ્ય સચિવ >

    નોંધઃ ઉકત કમિટીમાંથી ઓછામાં ઓછા ત્રણ સભ્યો હાજર રહેશે તો કોરમ પૂર્ણ થયેલ ગણાશે .

    (3) ઝોન કક્ષાએ મૂલ્યાંકન અને પસંદગી પ્રક્રિયાની સમિતિ

    યજમાન ડાયેટના પ્રાચાર્ય, જિલ્લાશિક્ષણઅનેતાલીમભવન =<હોદ્દો અધ્યક્ષ>

    ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાના ડી.આઇ.સી. કો.ઓર્ડિનેટર (તમામ) =<સભ્ય>

    યજમાન ડાયેટના જિલ્લાના ડી.આઇ.સી. કો.ઓર્ડિનેટર =<સભ્ય સચિવ >

    નોંધઃ ઉકત કમિટીમાંથી ઓછામાં ઓછા ત્રણ સભ્યો હાજર રહેશે તો કોરમ પૂર્ણ થયેલ ગણાશે.

    (4) રાજયકક્ષાએ મૂલ્યાંકન અને પસંદગી પ્રક્રિયાની સમિતિ

    આયોજનકર્તા જિલ્લાના પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન=<હોદ્દો અધ્યક્ષ>

    . ડી.આઇ.સી. કો.ઓર્ડિનેટર(દરેક જિલ્લામાંથી એક)=<સભ્ય>

     ડી.આઇ.સી. કો.ઓર્ડિનેટરસંબંધિત જિલ્લો=<સભ્ય સચિવ >

    જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલવર્ષ 2023-24 માં દરેક ઇનોવેટર્સે સ્ટોલનું બેનર/પોસ્ટર (5 x 3) મુજબ બનાવવાનું રહેશે. જેમાં દરેક ઇનોવેટર તેની કૃતિની વધુ સમજ માટે વિડીયો તૈયાર કરી તેના QR કોડ ઇનોવેટરના સ્ટોલના બેનરમાં મૂકી શકશે.

    કૃતિ પ્રેઝન્ટેશન માટેના મુદ્દાઓ

    જિલ્લા કક્ષાએ શેરીંગ વર્કશોપ, જિલ્લા, ઝોન અને રાજય કક્ષાનો એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ તેમજ રાજયકક્ષાએ કૃતિ પ્રેઝન્ટેશન માટે નીચે દર્શાવેલ મુદ્દાઓને ધ્યાને લઇ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું રહેશે.

    √ઇનોવેશન કરવાની જરૂરિયાત કેમ ઉપસ્થિત થઇ?

    √સમસ્યા નિવારણ માટેના તમને મળેલા સંભવિત ઉપાય પૈકી કયા ઉપાયની તમે પસંદગી કરી? શા માટે?

    √ઇનોવેશન પૂર્વેની સ્થિતિ ( ડેટા અને તે સબંધી આધાર-પુરાવા)

    √ઇનોવેશન દરમિયાનની પ્રક્રિયા- પ્રવિધિ, સાધન સામગ્રી અને સમયગાળો

    √ આપે હાથ ધરેલ ઇનોવેશન કોને કોને લાગુ પાડી શકાય (દા.ત. શાળાના તમામ બાળકો કે પછી ધોરણ 5 ના બાળકો)

    √આપના ઇનોવશેન દ્વારા કેટલા બાળકોએ લાભ મેળવ્યો?

    √આપના ઇનોવેશનનો અમલ અન્ય શાળા દ્વારા કરવામાં આવ્યો હોય તો તેની વિગત

    ઇનોવેશન અગત્યની ફાઈલ સંકલન



    (3)રાજ્યકક્ષાનો ઇનોવેશન ફૅર - 2017/18 પોરબંદર

    માનનીય શ્રી લાલજીભાઈ ના blog માંથી  લીધેલ છે.

    લિંક =  https://laljibhaipanchal.blogspot.com/p/blog-page_25.html    (ઇનોવેશન માટે વધુ જુવો )

    ઇનોવેશનનું નામ :- અભ્યાસિક અને સહઅભ્યાસિક  પ્રવૃત્તિ કેલેન્ડર (10 કૅલેન્ડર )
    (1) Vaigyanik kelendar
    (2) Kvi-lekhak nu kelendar
    (3) Ganitik kelendar
    (4) Deshnetaonu kelendar
    (5) Din-Vishesh kelendar
    (6) Vishv ni mahan nario
    (7) Aajno Dipak kelendar
    (8) Samajikvigyan kelendar
    (9) Ganitagyo nu kelendar
    (10) Rajya na nakshao

    અધ્યન નિષ્પત્તિ તરફ ઇનોવેશન 

    ધોરણ 7 ગુજરાતી ઇનોવેશન downlod

    નવતર પ્રયોગના મૂલ્યાંકન માટેના માપદંડ પસંદગીના માપદંડ


    👉નવતર પ્રયોગની અસરકારકતા  <ગુણ=10>

    👉નવતર પ્રયોગની ઉપયોગિતા <ગુણ=10>

    👉નવતર પ્રયોગ કર્યા પૂર્વે અને પછીમળેલ પરિણામ આધારિત મૂલ્યાંકન <ગુણ=10>

    👉 નવતર પ્રયોગનું વિસ્તૃતીકરણ કે વિસ્તૃતીકરણની શક્યતા (તાલુકા, જિલ્લા કે રાજય કક્ષાએ અમલીકરણની શક્યતા) <ગુણ=10>

    👉નવતર પ્રયોગની એકંદર છાપ <ગુણ=10>

    TOTAL - 50

    ઇનોવેશન ફેસ્ટીવલ ફેસ્ટીવલ સંબંધે ધ્યાનમાં રાખવાની બાબતો

    આ વર્ષે જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અને પ્રશિક્ષણ સંસ્થાઓ માટેના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ વર્ષ-2023-24 નું તાલુકા અને જિલ્લા કક્ષાના આયોજન માટે નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઇ કરવા આથી જણાવવામાં આવે છે.

    ● એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ તાલુકા કક્ષાએથી શરૂ કરવાનો રહેશે.

    ● એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ અંતર્ગત ગુણવત્તાયુકત અને પરિણામલક્ષી કૃતિઓની પસંદગી થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.

    ● ઝોન કક્ષાના એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં જિલ્લા કક્ષાએ ભાગ લેનાર ઇનોવેટર્સ માટે સેમિનારનું આયોજન કરવાનું રહેશે. જેમાં સબંધિત જિલ્લાના જિલ્લા કક્ષાએ ભાગ લેનાર ઇનોવેટરને આમંત્રિત કરવાના રહેશે.

    ● ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં યોજાનાર સેમિનારમાં કૃતિ પ્રેઝન્ટેશન માટેના મુદ્દાઓને આધારે ઝોન કક્ષાએ ભાગ લેનાર ઇનોવેટરે પ્રેઝન્ટેશન રજૂ કરવાનું રહેશે. જેનું આયોજન ઝોન કક્ષાના આયોજક જિલ્લાએ કરવાનું રહેશે.

    ● રાજય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં યોજાનાર સેમિનારમાં કૃતિ પ્રેઝન્ટેશન માટેના મુદ્દાઓને આધારે રાજય કક્ષાએ ભાગ લેનાર ઇનોવેટરે પ્રેઝન્ટેશન રજૂ કરવાનું રહેશે. જેનું આયોજન રાજય કક્ષાના આયોજક જિલ્લાએ કરવાનું રહેશે.

    ● તાલુકાકક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં સંબંધિત તાલુકાના તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો, શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓના વ્યાખ્યાતાઓ ભાગ લઇ શકે તે માટે પ્રચાર પ્રસાર કરવાનો રહેશે.

    ● પ્રયોગમાં જો કોઈ નવો ઉમેરો કે સુધારો કર્યો હોય તો તે પ્રયોગને મૂકી શકશે. આ ઉપરાંત જે શિક્ષકના નવતર પ્રયોગો ચાલુ હોય તો પણ તેઓ પોતાના પ્રયોગો રજૂ કરી શકશે.

    ● એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં કોઇપણ ઇનોવેશન રીપીટ ન થાય તેની DIC કો.ઓ.એ ખાસ તકેદારી રાખવાની રહેશે.

    ● જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલવર્ષ 2023-24 માં દરેક ઇનોવેટર્સે સ્ટોલનું બેનર/પોસ્ટર (5 x 3) મુજબ બનાવવાનું રહેશે. જેમાં દરેક ઇનોવેટર તેની કૃતિની વધુ સમજ માટે વિડીયો તૈયાર કરી તેના QR કોડ ઇનોવેટરના સ્ટોલના બેનરમાં મૂકી શકશે.

    ● જિલ્લા કક્ષાનો એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ઇનોવેટર નિયત નમૂનામાં કૃતિની વિગતો રજૂ કરવાની રહેશે. આ વિગતો પછી ક્રમશઃ ઝોન અને રાજયકક્ષાએ મોકલી આપવાની રહેશે.

    જિલ્લા કક્ષાના એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ભાગ લેનાર શિક્ષકોની પસંદગી 50 ગુણમાંથી આપેલ માપદંડને આધારે કરવાની રહેશે. જેમાં 70 % કમિટીના અને 30 % મુલાકાતી શિક્ષકોના ગુણભારને આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે.

    ● ઝોન અને રાજય કક્ષાના એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ભાગ લેનાર શિક્ષકોની પસંદગી કમિટીના સભ્યો દ્વારા 50 ગુણના માપદંડને આધારે કરવાની રહેશે.

    ● ઇનોવેશનમાં ભાગ લેનાર તમામ કૃતિઓના 5 મિનિટના વિડીયો તૈયાર કરી તેના QR કોડ બનાવી ડાયેટની વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે.

    જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલવર્ષ 2023-24 માં દરેક ઇનોવેટર્સે સ્ટોલનું બેનર/પોસ્ટર (5 x 3) મુજબ બનાવવાનું રહેશે. જેમાં દરેક ઇનોવેટર તેની કૃતિની વધુ સમજ માટે વિડીયો તૈયાર કરી તેના QR કોડ ઇનોવેટરના સ્ટોલના બેનરમાં મૂકી શકશે. ઇનોવેશન બુકલેટ કલરફૂલ બને તે ઇચ્છનીય છે, તેમજ ભાષાશુદ્ધિ બાદ તે પ્રકાશિત કરી દરેક ઇનોવેટરને, તમામ શાળા, સી.આર.સી. અને બી.આર.સી.સી.ને આપવા આયોજન કરવું. જો ગ્રાન્ટની ઉપલબ્ધી હોય તો દરેક શાળાને આપી શકાશે, તેમજ તેની એક નકલ અત્રે મોકલી આપવી.

    ● જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં પસંદ થયેલ ઇનોવેટરને રૂા. 500/-ઝોનકક્ષાએ રૂા. 800/- અને રાજયકક્ષાએ રૂા. 1000/- પુરસ્કાર આપવાનો રહેશે.

    ● પસંદગી સમિતિના દરેક સભ્યને પ્રતિદિન રૂા. 500/- ચુકવવાના રહેશે. જિલ્લા કક્ષાના આયોજન સ્થળની વિગતોની જાણ અત્રે કરવાની રહેશે.


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!