ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB

Gujrat
0


(૧) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી?

-૨૧ મી ઓક્ટોબર ૧૯૬૯

(ર) તેનો ઉદ્દેશ શો છે?

તેનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તા વાળા પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરી વિદ્યાર્થીને વાજબી કિંમતે પુસ્તકો પુરા પાડવાનો છે.

  (૩) કેટલા માધ્યમના પુસ્તકો મંડળ તૈયાર કરે છે?

  - -- ૮ માધ્યમ (ગુજરાતી તથા અન્ય ૭ માધ્યમ)

  (૪) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા કયા માધ્યમ ના પુસ્તકો તૈયાર કરે છે?

  સંસ્કૃત,ગુજરાતી,હિન્દી,અંગ્રેજી,મરાઠી,સિંધી,ઉર્દૂ,અને  તમીલ

  (૫) મંડળ પાઠ્યપુસ્તકો સિવાય અન્ય કયું સાહિત્ય તૈયાર કરે છે?

  શિક્ષક અધ્યયન પોથી અને સ્વાધ્યાયપોથી તથા પીટીસી અને સીપીએડના પાઠ્યપુસ્તકો

  (૬) મંડળ દ્વારા કયો માસિક અંક પ્રકાશિત કરાય છે? -- બાલસૃષ્ટિ

  (૭) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સરનામું શું છે? ભવનનું નામ?

  -- વિદ્યાયન,સેક્ટર ૧૦ એ ગાંધીનગર

  (૮) મંડળ દ્વારા ઓનલાઇન ટેક્સ્ટ બુક ઇન્ડેન્ટ સીસ્ટમ ક્યારથી લાગુ પાડવામાં આવી?

  - -- ૪૭ મા સ્થાપના દિવસ પ્રસંગે ૨૦ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ થી .

   (૯) તે દિવસે કયા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું?

  -- NEET/JEE/GUJCET/AIPMT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની * પ્રશ્નબેંક

  (૧૦) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કોના આધારે પુસ્તકો તૈયાર કરે છે?

  -  NCF 2005 ૬

  (૧૧) મંડળના લોગોમાં આદર્શ વાક્ય કયું છે?

  તમસોમા જ્યોતિર્ગમય... .

  (૧૨) આ વાક્ય ક્યાંથી લેવામાં આવ્યું છે?

  --બૃહદારણ્યક ઉપનિષદ
   (આ ગ્રંથના નામનો અર્થ 'બૃહદ જ્ઞાન વાળો' અથવા 'ઘનઘોર જંગલમાં લખાયેલો ઉપનિષદ' એવો થાય છે)

  (૧૩) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે અગ્રેજી-ગુજરાતી શબ્દકોષ તૈયાર કરે છે?

  --ધો ૫ થી ૮ .

   (૧૪) પાઠ્યપુસ્તકો માં સંશોધન માટે કોને જોડવામાં આવે છે?

  --પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો

  (૧૫) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ની બુનિયાદી વિષયોના પાઠ્યપુસ્તક બાબત કામગીરી?

   --ઇ.સ. ૧૯૯૯ થી ધો ૧૧ અને ૧૨ ના બુનિયાદી વિષયોના ૨૬ જેટલા પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કર્યું.

  (૧૬) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ના પ્રમુખ કોણ હોય છે?

   શિક્ષણમંત્રી

  (૧૭) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની પાઠ્યપુસ્તકોમાં ભૂલ સુધારવાની રીત ?

  સુધારવા માટે જરુરી આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેના આધારે સુધારો જાહેર કરવામાં આવે છે.
  ∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞≈≈≈≈≈≈≈≈∞

  ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ

  સ્થાપના દિન - ૨૧મી ઓક્ટોબર

  ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ ''વિઘાયન', સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

  ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, છેતાલીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિદ્યાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે. મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

   સભા-સમિતિઓ  મંડળનું સમગ્ર સંચાલન સારી રીતે થાય તેના નિશ્ચિત ઉદ્દેશો પાર પડે તે માટે નીચે મુજબની સભા-સમિતિની રચના કરવામાં આવે છે.


  (૧) સામાન્ય સભા

   (૨) નિયામક સભા

  (૩) કાર્યવાહક સમિતિ

  (૪) શૈક્ષણિક સમિતિ

   (૫) સંશોધન સમિતિ

  (૬) ઉત્પાદન સમિતિ
  ઉપરની સમિતિઓ મંડળનો સમગ્ર વહીવટ સારી રીતે ચાલે એ અંગેનાં સલાહ-સૂચનો આપે છે

  મંડળની વિતરણ અંગેની કામગીરી

  મુદ્રિત થયેલાં પાઠયપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે. દરેક જિલ્લાના વિતરક સાથે પાઠયપુસ્તકોના છૂટક વેચાણની કામગીરી માટે વિક્રેતાઓને જોડી દેવામાં આવે છે. છૂટક વેચાણ કરનારા વિક્રેતાઓની નોંધણી મંડળમા કરવામાં આવે છે. આ વ્યવસ્થાની તમામ વિઘાર્થીઓને પાઠયપુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય છે. અમદાવાદમાં પણ મંડળનું પોતાનું વેચાણ કેન્દ્ર (સેલ ડેપો, ગોડાઉન નં. ૯, અસારવા પુલ નીચે, અમદાવાદ - ૩૮૦ ૦૧૬ ફોનઃ ૨૨૧૩૩૯૨૦) ચાલે છે. કોઈ પણ સંસ્થાને કે વ્યક્તિગત ધોરણે કોઈ પણ વિદ્યાર્થીને આ વેચાણ કેન્દ્ર ઉપરથી પાઠયપુસ્તકો છૂટક વેચાણના ધોરણે મળી શકે છે. બહારગામથી મનીઓર્ડર કે બેન્કડ્રાફ્ટ દ્વારા પણ પાઠયપુસ્તકો મેળવી શકાય છે. મંડળની

  સંશોધન અંગેની કામગીરી

  પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે. મંડળની નવાં ક્ષેત્રોમાંની કામગીરી

  બુનિયાદી વિષયોનાં પાઠયપુસ્તકો

   : ઈ.સ. ૧૯૯૯થી ધોરણ ૧૧-૧૨ના બુનિયાદી વિષયોનાં ૨૬ પાઠયપુસ્તકોનુંપ્રકાશન કરીને મંડળે જાહેર પરીક્ષા માટેના વધારે વિષયોનાં પાઠયપુસ્તકો દ્વારા જે-તે ક્ષેત્રના વિઘાર્થીઓને આધારભૂત સાહિત્ય પૂરું પાડયું છે. આથી ગ્રામ અને કૃષિનાં ક્ષેત્રોમાં પણ મંડળ માનવ સંશોધન વિકાસના મહત્ત્વના કાર્યમાં પોતાનો ફાળો આપી શક્યું છે.

  મંડળના ઉદ્દેશો

  ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય સાત માધ્યમો - હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ . કુલ 8 ભાષા માં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી, તેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું.

  શિક્ષક અધ્યાપનપોથીઓ, સ્વાધ્યાયપોથીઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.

  પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના અભ્યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્સાહન આપવું. છે.

  પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર | કરવી.

  પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો


  Post a Comment

  0Comments

  Post a Comment (0)

  #buttons=(Ok, Go it!) #days=(20)

  Our website uses cookies to enhance your experience. Check Now
  Ok, Go it!