GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો
GCSR પેન્શનના નિયમો 2002
વય નિવૃત્તિ પેન્શન: (નિ-45) |
- - નિયમ-10 મુજબ નિયત વય પુરી થતાં મળતું પેન્શન.
- - વર્ગ-4 ના કર્મચારી માટે 60 વર્ષ.
- - અન્ય કર્મચારી માટે 58 વર્ષ..
- - જન્મ તારીખના માસના છેલ્લા દિવસે નિવ્રુત્ત કરવાના રહે છે.
- _જજ/કોલેજના શૈક્ષણિક કર્મચારીઓને 60/62 વર્ષે નિવ્રુત્તિ.. -
- -શાળા-કોલેજના કર્મચારીને ટર્મ પુરી થતાં સુધી ચાલુ રાખી શકાય..
નિવૃત્તિ પેન્શન [નિ-46 થી 51] |
- 👉20 વર્ષની નોકરી બાદ લીધેલ સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા નિવ્રુતિ વય પહોંચતા પહેલા નિવ્રુત કરાતા મળવાપાત્ર પેન્શન.
- 👉30 વર્ષની નોકરી બાદ નિમણૂક અધિકારી 3 માસની નોટીસ આપીને કર્મચારીને જાહેરહિતમા છુટા કરી શકે અથવા કર્મચારી નોટીસ આપીને છુટા થઈ શકે.
20 વર્ષ ની નોકરી પછીની સ્વૈ. નિવૃત્તિ. |
- 1 ત્રણ માસની નોટીસ જરૂરી.
- 2 નિમણુંક અધિકારી દ્વારા સ્વીકારાય તે જરૂરી.
- નકારાય નહિ તો નિવ્રુત્તિ અમલી.
- 4 ત્રણ માસથી ઓછો નોટીસનો સમય સરકાર માફ કરી શકે.
- 5 . સેવાની ગણતરી કરતાં અસાધારણ રજા બાદ કરાશે.
- 6 નોટીસની મુદત પહેલાં નિમણુંક અધિકારીની મંજુરીથી પરત લઇ શકાય.
અશક્તતા પેન્શન: (નિ. 52 થી 64) |
- 👉શારીરિક કે માનસિક અશક્તતા અંગે તબીબી પ્રમાણપત્ર અન્વયે નિવૃત્તિ વખતે મળતું પેન્શન.
- 👉વર્ગ-4 માટે સીવીલ સર્જન, અન્ય માટે તબીબી બોર્ડ સક્ષમ,
- 👉નિમણુંક અધિકારી કે કચેરીના વડાના જણાવ્યા સિવાય આવું પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકાય નહિ
- 👉 તબીબી પ્ર.પત્રની તારીખથી 7 દિવસમાં કર્મચારીને છુટા કરવાના રહે છે, વિલંબના કિસ્સામાં સરકારની મંજુરી જરૂરી,
- 👉આ પેન્શન માટે પણ 10 વર્ષની સેવા હોવી જરૂરી,
- 👉કર્મચારીની ફુટેવો કે અસંયમને લીધે અશક્તતા હોય તો આ પેન્શન મળવાપાત્ર થાય નહિ.
- 👉એક માસમાં તબીબી બોર્ડને અરજી કરી શકશે.
વળતર પેન્શન: (નિ. 65 થી 67) |
- .1. વય નિવૃત્તિ કે નિવૃત્તિ પેન્શન મળવાપાત્ર થાય તે પહેલાં વહિવટી કારણોસર છુટા કરાતાં અપાતુ પેન્શન.
- 2. સામાન્ય રીતે કાયમી જગા નાબુદ થતાં કે ફરજનો પ્રકાર બદલાતાં, કર્મચારીને સમાન શરતોવાળી અન્ય જગા પર નિમણુંક આપશે.
આમ ન થઇ શકે તો
વળતર પેન્શન માટેનો અથવા
બીજા મહેકમ પર નિમણુંક, બદલી કે નીચા પગારની નોકરી સ્વીકારીને અગાઉની નોકરીને પેન્શનપાત્ર ગણવાનો વિકલ્પ આપવામાં આવશે.
ઘા અને ઇજા પેન્શન; (નિ. 69 થી 76) |
- ચાલુ નોકરી દરમિયાન ઘા કે ઇજાને કારણે કર્મચારીને થયેલ નુકશાન માટે અપાતું પેન્શન.
- તબીબી અધિકારીના અહેવાલને આધારે મંજુરી અપાશે.
- જરૂરી જણાય એટલા સમય માટે અથવા કાયમી ધોરણે મંજુરી અપાશે, કાયમી ન હોય ત્યારે દર ત્રણ વર્ષે તબીબી તપાસ જરૂરી
નીચેના સંજોગોમાં સરકાર મંજુર કરશે
- + મુલ્કી હેસિયતથી લશ્કરી દળ સાથે ફરજના સમયે
- + ખાસ ચેપી રોગની સારવાર કરતા ડોક્ટરનર્સની ફરજ વખતે.
- + હુલ્લડ-તોફાનો વખતે ન્યાયાધીશ અને પોલીસની ફરજો.
- + ફરજ માટેની હવાઇ મુસાફરી
👉આ પેન્શન નોકરી દરમિયાન અને ત્યારબાદ તથા સામાન્ય પેન્શન ઉપરાંત મળવાપાત્ર છે.
રહેમિયત પેન્શન : (નિ. 77 થી 79) |
કેળવણી નિરીક્ષક પરીક્ષા તૈયારી |
નેશનલ એડયુકેશન પોલિસી 2020 | |
અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ | |
બાલા પ્રોજેક્ટ | |
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 | |
પાઠ્યપુસ્તક મંડળ | |
રાજ્ય પરીક્ષા બોર્ડ | |
પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ | |
પર્યાવરણ પ્રયોગ શાળા |
- નાદારી, કે ગેરવર્તણુંક ને કારણે નોકરીમાંથી છુટા (Removal) કે ફરજીયાત નિવૃત કરાતાં માત્ર રહેમિયત પેન્શન મળવાપાત્ર થશે.
- ઉપરના સંજોગોમાં સરકાર દરેક કિસ્સાના ખાસ સંજોગો ધ્યાને લેતાં યોગ્ય જણાયે રહેમિયત પેન્શન મંજુર કરશે.
બરતરફી (Dismissal) ના કેસમાં રહેમ પેન્શન મળવાપાત્ર નથી.
આ નિયમ હેઠળ મંજુર કરેલ પેન્શન લઘુત્તમ પેન્શનથી ઓછુ ન હોઇ શકે.
કુટુંબ પેન્શન: (નિ. 87 થી 95) |
ચાલુ નોકરીએ કે નિવૃત્તિ પછી, કર્મચારીના અવસાન બાદ કુટુંબના સભ્યને મળવાપાત્ર પેન્શન.
કોને મળવાપાત્ર:
- જીવનસાથીને (પતિ/પત્નિને, નિવૃત્તિ પછીનું લગ્ન પણ માન્ય) નિવૃત્તિ પહેલાંનાં લગ્ન હોય તો કોર્ટ દ્વારા છુટા પાડેલ (Judicially separated) જીવનસાથી પણ પાત્ર ગણાય.
- છુટા છેડા લીધેલ હોય તેવા પતિ/પત્નિ પાત્ર નથી
- . કર્મચારીનાં સંતાનો (નિવૃત્તિ પહેલાં દત્તક લીધેલ સહિત)
- નિવૃત્તિ બાદનાં લગ્નથી થયેલ સંતાનો પણ પાત્ર ગણાય છે.
- જીવનસાથી કે સંતાનો ન હોય તો અવસાન સમયે કર્મચારી પર આધારીત માતા પિતા.
કુટુંબ પેન્શન:
ક્યાં સુધી મળવાપાત્ર:
💥પતિ/પત્નિના કિસ્સામાં પુન:લગ્ન સુધી અન્યથા આજીવન.
💥સંતાન વિહિન પત્નિ પુનઃલગ્ન કરેતો તે વ્યક્તિગત કશુ કમાતા ન થાય ત્યાં સુધી કુટુમ્બ પેન્શન મળશે
💥પુત્ર કે પુત્રીના કિસ્સામાં 25 વર્ષની વય થાય, લગ્ન કરે અથવા કમાતા થાય ત્રણ પૈકી વહેલુ હોય ત્યાં સુધી. આધારિત માતા-પિતા
💥માનસિક કે શારિરીક અશક્ત સંતાનને જો તે જીવનનિર્વાહ કમાવા શક્તિમાન ન હોય તો આજીવન પેન્શન મેળવશે.
💥એક કરતાં વધુ વિધવા હોય તો પેન્શન સરખે હિસ્સે અપાશે.
કુટુંબ પેન્શનની રકમ:
- કુટુંબ પેન્શનની ગણતરી માટે છેલ્લો પગાર ધ્યાને લેવાશે.
- છેલ્લા પગારના 30% જેટલી રકમ કુ.પે. તરીકે મંજુર કરાશે.
- નીચે મુજબ ઉંચા દરે કુટુંબ પેન્શન ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અવસાનની તારીખથી 10 વર્ષ સુધી નિવૃતિ પછીના અવસાનના કેસમાં 7 વર્ષ કે કર્મચારી જીવતા હોત તો 65 વર્ષના થાત, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી મળશે, ત્યારબાદ સામાન્ય દરે મળશે.
- અવસાનના કિસ્સામાં ઉંચાંદરે છેલ્લા પગારના 50% માતા કે પિતાને 30% લેખે જ મળવાપાત્ર.
- કોઇપણ સંજોગોમાં છેલ્લા પગારના 30% થી ઓછુ કુ.પે.મળશે નહિ.
- મિનિમમ રૂ. 9000 કુ.પે. મળવાપાત્ર છે.
મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ની ગણતરી: (નિ. 81) |
- પેન્શન પાત્ર સેવાના વર્ષ દીઠ % (અડધો) પગાર જેટલી રકમ ગ્રેજ્યુઇટી મંજુર કરાશે.
- આ રકમ 161/2 % પગાર કે 20 લાખ રૂપિયાની મર્યાદાને આધીન રહેશે. આ હેતુ માટે છેલ્લો પગાર અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર મોંઘવારી ભથ્થુ પણ ધ્યાને લેવાશે. (1-4-04 થી મોંઘવારી પગાર સહિત)
- ચાલુ નોકરીએ અવસાન સમયે નીચે મુજબ મૃત્યુ ગ્રેજ્યુઇટી મળવાપાત્ર થશે,
સેવાનાં વર્ષ |
મળવાપાત્ર ગ્રેજ્યુઇટી |
💢1 વર્ષથી ઓછી |
👉2 પગાર |
💢1વર્ષ કે વધુ – 5 વર્ષથી ઓછી |
👉6 પગાર |
💢5 વર્ષ કે વધુ - 11 વર્ષથી ઓછી |
👉12 પગાર |
💢11 વર્ષ કે વધુ - 20 વર્ષથી ઓછી |
👉20 પગાર |
💢20 વર્ષ કે વધારે |
👉સેવાના વર્ષ દીઠ 1 પગાર ( મહત્તમ 21 પગાર કે ૨૦ લાખ) |
0 Comments