Hot Posts

6/recent/ticker-posts

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training ગુજરાત કાઉન્સિલ ઓફ એડયુકેશનગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનીંગ - ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ

 GCEART : ગુજરાત કાઉન્સિલ ઓફ એડયુકેશનગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનીંગ - ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ

 (ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનીંગ - ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ) રાષ્ટ્રીય કક્ષાએ જે રીતે NCERT કામ કરે છે. તે રીતે રાજ્ય કક્ષાએ SCERT કામ કરે છે . ૧૯૬૨ માં સ્ટેટ ઈન્સ્ટિટયુટ ઓફ એજ્યુકેશન (SIE) નામે સંસ્થા અમદાવાદમાં શરૂ થઈ હતી પરંતુ ૧૯૮૬ ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે. રાજ્યમાં SCERT હોવાનું આવશ્યક બન્યું આથી SIE નું નામ બદલીને ૧૯૮૮ માં GCERT કરવામાં આવ્યુ.

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training.

GCEART નું ધ્યેય વાક્ય : તેજસ્વીનાવ ઘીતમસ્તુ 

GCEART માળખું 

 

                                    નિયામક 

👉અધિક નિયામક                   સયુંકત નિયામક (GSQAC )

👇                                                      👇 

👉સચિવ                                  નાયબ નિયામક 

                                   રીડર 


મેમોરેન્ડમ ઓફ એસોશિયેશન (MOA )





અધ્યક્ષ 

માન . મુખ્યમંત્રીશ્રી ગુજરાત સરકાર 

ઉપાધ્યક્ષ 

માન  શિક્ષણમંત્રીશ્રી ગુજરાત સરકાર 

ચેરમેન 

અગ્ર સચિવ શ્રી શિક્ષણ વિભાગ અથવા પ્રાથમિક શિક્ષણ સચિવ 


કાર્યવાહક સમિતિ ના સભ્યો 


અન્ય સમિતિઓ 


  1. Editorial Committee for Jivanshikshan
  2. State Research Advisory Committee-SRAC
  3. State Resource Group-SRG


GCEART: ના વિભાગો 



સંશોધન વિભાગ

અભ્યાસ ક્રમ અને મુલ્યાંકન

ગણિત વિજ્ઞાન વિભાગ - ગણિત વિજ્ઞાન પ્રદર્શન

 ભાષા વિભાગ

શિક્ષણ - પ્રશિક્ષણ વિભાગ 

 વસ્તી શિક્ષણ વિભાગ 

 વ્યવસાય લક્ષી શિક્ષણ

 વહીવટી વિભાગ 

My what up 

Join now 


  • ✅જી.સી.ઇ.આર.ટી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા કરતી રાજ્યની અતિ અગત્યની સંશાધન સંસ્થા છે
  • જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નેજા હેઠળ કાર્યરત છે. ધ્યેય વાક્ય- તેઝિવના વધી તમતુ છે.
  • ઇ.સ. 1962 માં રાજ્ય શિક્ષણ ભવનની સ્થાપના થઇ. ભવનનું વિસ્તરણ કરી વર્ષ 1988 માં રાજ્ય શિક્ષણ ભવનને ‘ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ’ એવુ નામાભિમાન કરી અપગ્રેડ કરવામાં આવ્યું. વર્ષ 1998 માં 1860 ના સોસાયટી રજિસ્ટર એક્ટ અંતર્ગત કાઉન્સિલ તરીકે રજિસ્ટર થઈ છે. જે જી.સી.ઇ.આર.ટી. ના નામે ઓળખાય છે.
  • જી.સી.ઇ.આર.ટી, એ શિક્ષણની ગુણવત્તા સુધારણા કરતી રાજ્યની નોડલ સ્વાયત્ત સંસ્થા છે. જેના નેજા હેઠળ 30 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો કાર્યરત છે. •
  • હાલમાં સેક્ટર 12 માં ‘વિદ્યાભવન’ નામથી તેનું મુખ્ય મથક આવેલું છે
  • આ સંસ્થા પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ તેમજ પૂર્વ સેવા અને સેવા કાલીન તાલીમમાં કાર્યરત છે
  • દેશમાં શિક્ષણના નૂતન પ્રવાહો, તાલીમના માધ્યમ તરીકે દુરર્વર્તી શિક્ષણનો વ્યાપક ઉપયોગ, સમુદાય જાગૃતિ કાર્યક્રમોનું આયોજન તેમજ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમને અપડેટ ક૨વાનું કાર્ય કરે છે.

GCERT ના મુખ્ય ઉદ્દેશો

🔊શૈક્ષણિક સંશોધન કાર્યને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવું તેમજ તે પ્રવુતિ ને વેગ આપવો .

🔊શિક્ષકો ની વ્યવસાયયિક સજ્જતા માટે શિક્ષકો માટે સેવાકાલીન તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવું .પૂર્વ સેવાકાલીન તાલીમ ને વધુ સફળ બનાવવી 

  • 🔊ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમથી લાભ આપવામાં આવે છે
  • 🔊વર્ષ 2010 થી તેની શરૂઆત કરવામાં આવી હતી 
  • 🔊16 વંદે ગુજરાત ચેનલ અત્યારે કાર્યરત જેની શરૂઆત વર્ષ 2014-15 માં કરવામાં આવી 
  • 🔊34 સ્વયં પ્રભા ચેનલ છે જેની શરૂઆત વર્ષ 2016 માં કરવામાં આવી 
  • 🔊પીએમ ઈ વિદ્યા ચેનલ 12 છે જેની શરૂઆત વર્ષ 2020 માં કરવામાં આવી હતી

GCERT)ની શાખાઓ અને કામગીરી


શિક્ષક પ્રશિક્ષણ -TT

પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે સેવાકાલીન અને પૂર્વ સેવાકાલીન તાલીમનું આયોજન કરવું.SRG તાલીમ,ગુણવત્તા સુધારણા


અભ્યાસક્રમ અને મૂલ્યાંકન -C & E

પૂર્વ પ્રાથમિક,પ્રાથમિક અને D.E.ED. ના અભ્યાસક્રમો તૈયાર કરવા તથા મૂલ્યાંકનના ધોરણો નક્કી કરવા.પાઠ્યપુસ્તક સામગ્રી નિર્માણ


સંશોધન અને નવીનીકરણ -R & I


પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં સંશોધનો હાથ ધરવા,નવાચાર ને પ્રોત્સાહન આપવું. મદદરૂપ થવું,સંકલન કરવું. ઇનોવેશન ફેર

પ્રકાશન અને  લાયબ્રેરી -P & L

વિવિધ સાહિત્ય નિર્માણ(પર્યાવરણ શિક્ષણ,દૂરવર્તી શિક્ષણ, વસ્તી શિક્ષણ,વિશિષ્ઠ જરૂરિયાતવાળા બાળકોનું શિક્ષણ) મોડ્યુલ્સ,સામયિક(જીવનશિક્ષણ)


વિજ્ઞાન અને ગણિત S &M

ગણિત વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન                                                              

મહેકમ અને હિસાબી E&A

અને સૌલગ્ન મહેકમ અને  બાબતો 

માહિતી અને પ્રત્યાયન ICT

શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ ,કમ્પ્યુટર .તાલીમ 

આયોજન અને વ્યવસ્થાપન P&M

સરકાર ની વિવિધ યોજનાઓ ,કાર્યક્રમો ,પ્રોજેક્ટ ,જિલ્લા અને શિક્ષણ તાલીમ ભવનનું નિરીક્ષણ 


GCERT ના વિશિષ્ટ કાર્યો 


  1. 👉NISHTA તાલીમ 
  2. 👉શાળા રમતોત્સવ 
  3. 👉બાળમેળાઓ 
  4. 👉ઇનોવેશન 
  5. 👉NAS ,અને GAS 
  6. 👉ગુણોતસ્વ 
  7. 👉જીવન શિક્ષણ 
  8. 👉NEP -2020
  9. 👉ઇન્સ્પાયર એવોર્ડ માનંક 
  10. 👉ગણિત ,વિજ્ઞાન પ્રદર્શન 
  11. 👉કલા ઉત્સવ 
  12. 👉DIKSHA અને G SHALA 
  13. 👉ઇકો ક્લબ 
  14. 👉સાક્ષરતા અને FLN 
  15. 👉સામાયિક મૂલ્યાંકન કસોટી 



GCERT ના કાર્યો 

 ⏭GCERT - ગણિત - વિજ્ઞાન પ્રદર્શન યોજે છે. અને બાળમેળા બાળ રમતોત્સવ, શાળા પ્રવેશોત્સવ, વિજ્ઞાન મેળા વગેરે કાર્યક્રમનું આયોજન કરે છે.

⏭પ્રી.પી.ટી.સી., પી.ટી.સી, સી.પી. એડ, જી.બી.ટી.સી.ના અભ્યાસક્રમો તૈયાર કરે છે. ઉપરાંત પુર્વ પ્રાથમિકથી પ્રશિક્ષણ સંસ્થાઓના અભ્યાસક્રમો નક્કી કરે છે. પાઠ્યપુસ્તકો બનાવવા માટે પાઠ્યપુસ્તક મંડળને સહકાર આપે છે.

 ⏭૨૫ જેટલા જિલ્લામાં આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઉપર દેખરેખ અને સંચાલન GCERT કરે છે. 

⏭શિક્ષકો માટે વાંચન સામગ્રી તૈયાર કરે છે.

⏭શૈક્ષણિક વાર્તાલાપ, પરિસંવાદો, ચર્ચાસભાઓ, ગોષ્ઠિ જેવી કાર્યક્રમોનું આયોજન કરે છે. 

⏭વર્ગકાર્યમાં શૈક્ષણિક ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે માટે માર્ગદર્શન તેમજ સાધનો પુરા પાડે છે.

⏭ દુરવર્તી શિક્ષણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરે છે.

 ⏭૧૮૬૨ માં શરૂ થયેલ સામયીક ‘શાળા પત્ર’નું હાલ GCERT જીવન શિક્ષણ’ના નામથી દર મહિને ગાંધીનગરથી પ્રકાશન કરે છે.

⏭- DIET ના અધ્યાપકો, કેળવણી નિરીક્ષકો પાસે, ક્રિયાત્મક સંશોધનો તથા સિધ્ધિ કસોટી આધારીત સર્વેક્ષણો કરાવે છે .

⏭ SSA ના કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ સક્રીય રીતે કરાવે છે. પ્રાથમિક શિક્ષણ મુલ્યાંકન પ્રવિધિ અંગે શિક્ષકોને માર્ગદર્શન આપે છે. 

⏭GCERT તાલીમ દ્વારા યોગ અને સ્કાઉટ ગાઈડ અંગેની તાલીમનું આયોજન અને અમલીકરણ કરે છે.





જીસીઇઆરટીની ઝાંખી


ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી) એ પ્રાથમિક અને માધ્યમિક શાળા સ્તરે ગુણાત્મક અને નાવિન્યપૂર્ણ શિક્ષણને વધારવા માટે રાજ્ય સ્તરની મુખ્ય સંસ્થા છે.

જીસીઇઆરટીની શરૂઆત 1962માં 'સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન (SIE)' તરીકે કરવામાં આવી હતી. બાદમાં રાજ્યના શિક્ષણ વિભાગના ઠરાવ હેઠળ 1988માં તેને SCERT તરીકે અપગ્રેડ કરવામાં આવી હતી. અપગ્રેડ થયેલ SCERT, જેને હવે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી) તરીકે નામ આપવામાં આવ્યું છે, તે એક સંપૂર્ણ સુઆયોજીત રાજ્ય સ્તરની શૈક્ષણિક સંસ્થા છે અને તેનું નિયંત્રણ અને માર્ગદર્શન સરકારશ્રી દ્વારા રચવામાં આવેલ ગવર્નિંગ બોડી (GB) તેમજ એક્ઝિક્યુટિવ કમિટી (EC) દ્વારા કરવામાં આવે છે. 1998 માં જીસીઇઆરટીની સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ - 1860 તથા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ - 1950 હેઠળ નોંધણી થઇ અને તેણે સ્વાયત સંસ્થા તરીકેનો હોદ્દો પ્રાપ્ત કર્યો.

1997 માં જીસીઇઆરટીને અમદાવાદથી રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સ્થાળાંતરિત કરવામાં આવી જે સેક્ટર-12 માં ‘વિદ્યાભવન’ નામથી આધુનિક માળખાકીય સુવિધાઓ અને અદ્યતન સાધન - સામગ્રી સાથે કાર્યરત છે.

જીસીઇઆરટીનાં માર્ગદર્શન હેઠળ, હવે 33 જિલ્લાઓમાં 30 DIETs (ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન એન્ડ ટ્રેઇનિંગ) કાર્યરત છે. આ DIETs રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોને પૂર્વ સેવા તાલીમ તેમજ સેવાકાલીન તાલીમ આપે છે. ડાયેટમાં સાત શાખાઓ છે જેમ કે, પ્રી-સર્વિસ ટીચર એજ્યુકેશન (PSTE), વર્ક એક્સપિરિયન્સ (WE), ડિસ્ટ્રિક્ટ રિસોર્સ યુનિટ (DRU), કરિક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ (CMDE), એજ્યુકેશનલ ટેક્નોલોજી (ET), ઇન-સર્વિસ ફિલ્ડ-ઇન્ટરેક્શન ઇનોવેશન એન્ડ કૉ-ઓર્ડિનેશન (IFIC) અને પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ (PM). આ DIETs લાયક અને અનુભવી શૈક્ષણિક અને વહીવટી સ્ટાફથી સારી રીતે સજ્જ છે.

જીસીઇઆરટી રાજ્યમાં નીતિઓ, કાર્યક્રમો અને સંશોધનોના અમલીકરણ માટે અગ્રણી સંસ્થા તરીકે કામ કરે છે. તે તમામ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓને સંસાધન સહાય અને માર્ગદર્શન પૂરું પાડે છે અને એનજીઓ, વિષય નિષ્ણાતો, શિક્ષણવિદો અને અગ્રણીઓ સાથે મળીને રાજ્યના આંતરિયાળ અને અછતગ્રસ્ત વિસ્તારોમાં સુધારાઓ લાવવા માટે કાર્ય કરે છે.

જીસીઇઆરટી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તથા પૂર્વ-સેવા અને સેવાકાલીન શિક્ષણમાં આધુનિક પ્રવાહો અને અભિગમો, દેશમાં શિક્ષણશાસ્ત્રની પ્રગતિ, તાલીમના માધ્યમ તરીકે દૂરવર્તી શિક્ષણનો વ્યાપક ઉપયોગ, સમુદાય જાગૃતિ કાર્યક્રમોનું આયોજન તથા નૂતન અને પ્રવર્તમાન બાબતોને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમને અપડેટ કરે છે.

જીસીઇઆરટી બદલાતા સમય સાથે શૈક્ષણિક પડકારોના યોગ્ય ઉકેલો શોધવા માટે શાળાના શિક્ષણમાં ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ, અભ્યાસક્રમ વિકાસ, શૈક્ષણિક સામગ્રી અને મૂલ્યાંકન વ્યૂહરચનાઓમાં ગુણાત્મક સુધારો લાવવા માટે પ્રતિબદ્ધ છે. જીસીઇઆરટીએ શૈક્ષણિક સુધારાના ક્ષેત્રે જટિલ અથવા મુશ્કેલ ક્ષેત્રનું માપન કરીને, ચૉકસ્ટિકથી સેટેલાઇટ સુધીના પ્રયોગો સાથે એક અનોખી સફર કરી છે.


Post a Comment

0 Comments