Hot Posts

Popular Posts

108 એમ્બ્યુલન્સને ફોન કર્યા વિના પણ બોલાવી શકાશેઃ ૧૦૮ સિટીઝન મોબાઇલ એપ લોન્ચ//cm launches mobile application for 108 emergency ambulance

cm launches mobile application for 108 emergency ambulance

ગુજરાત સરકારનાં કર્મચારીને લઈને મોંઘવારી ભથ્થા અંગે આજના લેટેસ્ટ ન્યૂઝ ⤵️*

26.3.2023 news અપડેટ by ડેઇલી હન્ટ 

👉ગુજરાત ના કર્મચારી માટે મોંઘવારી બાબત ના સમાચાર અહીંયા થી જાણો  ડેઇલી હન્ટ news 

https://m.dailyhunt.in/news/india/gujarati/gstv-epaper-dhfb03fe705ea14e76b35779809826f5fa/khas+vat+rashtriy+shaikshanik+mahasanghe+gujaratana+mukhyamantri+lakhyo+khullo+patr+monghavari+bhaththu+jaher+karavani+kari+mang-newsid-n483965904


શનિવારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે ૧૦૮ સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પથરાયેલા ૮૦૦ થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ ૧૬ મીનિટનો કર્યો છે. આજે ૧૦૮ એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે. તેમણે ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

👉108 એમ્બ્યુલન્સને ફોન કર્યા વિના પણ બોલાવી શકાશેઃ ૧૦૮ સિટીઝન મોબાઇલ એપ લોન્ચ

આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ થશે. સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજ્ય છે કે જ્યાં ૧૦૮ ઈમરજન્સી સેવા સંપૂર્ણ પેપરલેસ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે. ૧૦૮ ઈમરજન્સી સેવાની સ્ટેટ ઓફ-ધ-આર્ટ ટેકનોલોજીના વધુ સરળીકરણ માટે Android અને ios ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.

આ એપમાં ફોન કોલ કર્યા વિના પણ લોકો નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરીને ધટના સ્થળે બોલાવી શકે છે. કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની લેટ-લોંગ સહિત સચોટ માહિતી ગુગલ-મેપમાં જીવંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને મળી જાય છે. તેથી કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની માહિતી મેળવવામાં વ્યતિત થતા સમયનો બચાવ થશે અને ત્વરિત સચોટ માહિતી મોબાઈલ એપ થકી મેળવી શકાશે. જેને લીધે દર્દી સુધી ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિગની કામગીરી કરી શકશે.

આ એપમાં ૭૦૦૦ કરતાં પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલો અને તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશિયાલિટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે, જેને લોકો જાતે સર્ચ કરીને નજીકની યોગ્ય હોસ્પિટલ પસંદ કરી શકશે. ખાસ કરીને પ્રસુતા માતા અને બાળક માટે ઉપલબ્ધ નિઃશુલ્ક સારવારની સેવા અને સુવિધા પૂરી પાડતી ૨૪ કલાક ડીલીવરી સેવા આપતી મહત્વની સરકારી , ખાનગી હોસ્પિટલો, SNCU હોસ્પિટલો, બાલ સખા હોસ્પિટલો અને બ્લડ બેંક અને ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી વગેરે સરળતાથી મેળવી શકાશે. ઘટના સ્થળે આવતી એમ્બ્યુલન્સનો રૂટ મેપ અને અંદાજીત સમય (ETA) પણ મોબાઈલ એપમાં જોઈ શકાશે. તેમજ આવનાર એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ મોબાઈલ એપમાં મળી શકશે, જેથી કોલ કરનાર અને દર્દીને સેવા માટે વધુ વિશ્વસનીયતા પ્રતિપાદિત થઇ શકશે.

                                            cm launches mobile application for 108 emergency ambulance


No comments:

Post a Comment