મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002
મૂલ્કી રજા ના નિયમો 2002 ના મૂલ્કી રજા અને નિયમોનું એક મહત્વપૂર્ણ સંચાલન છે. આ નિયમો મૂલ્કી રજાની સંકલન, નિષ્પત્તિ, અને અન્ય સંબંધિત બાબતો પ્રદાન કરે છે. નીચે કેટલીક મુખ્ય મૂલ્કી રજા ના નિયમોની વિગતો છે. મૂલ્કી રજા માં રજાની પ્રકારો આ નિયમોમાં મૂલ્કી રજાની વિવિધ પ્રકારો, જેમકે વિશેષ રજા, અસ્તિત્વ માંગણી,રૂપાંતર, વળતર અને અન્ય પ્રકારોની માહિતી છે અહીંયા માત્ર થોડીક બાબતો તેના તથ્ય રજુ કર્યા છે જે ખુબજ ઉપયોગી થશે
રજા પ્રશ્નો જવાબ સહીત
👉 કોઈપણ કર્મચારી ને સળંગ કેટલા વર્ષથી વધુ મુદત માટે કોઈપણ પ્રકાર ની રજા મંજુર કરી શકાય ?
5 વર્ષ
👉ગુજરાત મુલ્કી સેવા (૨જા) નિયમો, 2002 અંતર્ગત તબીબી મંડળની રચના અંગે કયા નિયમમાં જાગવાઇ થયેલ છે ?
નિયમ-32
👉 રજા પગાર પેશગી ક્યા કર્મચારી ને મળી શકે ?
કર્મચારી જયારે 30 દિવસ કરતા ઓછા સમયની નહિ તેવી રજા પર જતા હોય ત્યારે તબીબી કરણોસરની રજા પર જતા હોય ત્યારે .
👉ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 હેઠળ મળવાપાત્ર કોઈપણ પ્રકારની રજા તે નિયમો અન્ય પ્રકારની રજા સાથે જોડી શકાય ?
હા
👉રજા પગારની ગણત્રી કેવી રીતે થાય છે ?
કર્મચારી રજા પર જતા પહેલા જે પગાર આકારેલ હોય તેની બરાબર પ્રાપ્ત રજા પગારનો તે હક્કદાર થાય છે.
👉પેન્શનનું મુડીકત રૂપાંતર વધુમાં વધુ પેન્શનની મૂળ રકમના કેટલા ટકા જેટલું કરી શકાય ?
40 ટકા
👉પેન્શન માટે મહતમ કેટલા વર્ષની નોકરી ધ્યાને લેવાય ?
33 વર્ષ
👉અશક્તતા પેન્શન મેળવવા માટે કેટલા વર્ષની પેન્શનપાત્ર નોકરી જરૂરી છે?
10 વર્ષની
👉કાયમી પૂર્ણતઃ અશક્તતા જણાતી ન હોય તેવા કિસ્સામાં વધુ સેવા માટે અંશતઃ અયોગ્યતા બાબતના પ્રમાણપત્ર કયા નમૂનામાં નિયત થયેલ છે ?
નમૂનો-6
કસુવાવડ રજા માહિતી
👉મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેચ્યુઈટી મહતમ કેટલા પગાર મળવાપાત્ર છે ?
સાડા સોળ પગાર
👉ઘા અથવા ઈજા પેન્શન સંબંધે તબીબી મંડળ દ્વારા કયા નમુનામાં પ્રમાણપત્ર આપવાનું હોય છે ?
નમૂના-8
👉શિક્ષણ વિભાગના એક કર્મચારીની રજા મંજૂર કરવાથી તેને અનુચિત મુશ્કેલી ઉભી થાય તેમ છે. કયા વિભાગની મંજૂરીથી છૂટછાટ મૂકી શકાય ?
નાણા વિભાગ
👉અસાધારણ રજા પર જતા સરકારી કર્મચારીને કેટલો રજા પગાર મળવાપાત્ર છે ?
કોઈપણ રજા પગાર મળવાપાત્ર નથી.
👉જુલાઈ-2023 માં નિમણૂંક પામેલ કર્મચારીના રજાના હિસાબમાં 1લી જાન્યુઆરી, 2024ના દિવસે કેટલી અર્ધપગારી રજા જમા થાય ?
10 દિવસ
👉બિનજમા રજા દરમિયાન કેટલો પગાર મળે ?
અર્ધો પગાર
👉ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 અંતર્ગત રજા એટલે....
ફરજ પરથી ગેરહાજર રહેવા સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવતી પરવાનગી.
👉કઇ રજા દરમિયાન પગાર મળવાપાત્ર નથી ?
અસાધારણ રજા (કપાત )
👉બિનજમા રજા દરમિયાન કેટ્લો પગાર મળવાપાત્ર થાય ?
અર્ધપગારી રજા પર મળવાપાત્ર પગાર મળે
👉તબીબી પ્રમાણપત્ર ના આધારે રજા મંજુર કરવામાં આવેલ હોય તે કર્મચારી એ ફરજ પર હાજર થતી વખતે ક્યાં નમૂના માં ફરજ પર જોડાવા યોગ્ય હોવા અંગે નું પ્રમાણપત્ર રજુ કરવાનું હોય છે
નમૂનો -4
👉બે કરતાં ઓછા બાળકો ધરાવતા પુરૂષ કર્મચારીને તેની પત્નીના પ્રસુતિ સમયે કેટલા દિવસની પિતૃત્વ રજા મળવાપાત્ર થશે?
15 દિવસ
👉પૂરા કરેલ એક કેલન્ડર માસ માટે કેટલી પ્રાપ્ત રજા મા કરવાની થાય ?
2.5
રજા તથ્યો
💥 સામાન્ય સંજોગો માં સળંગ રજા ની મહત્તમ મુદત 60 દિવસ ની છે . |
💥 પ્રાપ્ત રજા ને પ્રાસંગિક રજા સાથે સાથે જોડી મંજુર કરી શકાય નહિ |
💥રજા માટે એક તથ્ય રજાની માંગણી હક તરીકે કરી શકાશે નહિ. |
💥ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 હેઠળ તથ્ય રજા મંજુર કરનાર સત્તાધિકારી કર્મચારીની લેખિત સંમતિ વિના લેણી અને માંગેલી રજાનો પ્રકાર ફેરવી શકતો નથી . |
💥 રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી કર્મચારીએ નમૂના -1 મુજબ અરજી કરવી
💥સમગ્ર નોકરી દરમિયાન સરકારી કર્મચારી કોઈ મર્યાદા વગર રૂપાંતરિત રજા લઇ શકે ,અભ્યાસ માટે 90 દિવસ ની રૂપાંતરિત રજા મંજુર કરી શકાય .
|
💥અસાધારણ રજા જયારે કોઈપણ પ્રકારની રજા ન હોય ત્યારે અને કર્મચારી ની વિનંતી થી મંજુર કરી શકાય |
👉એક કર્મચારીના રજાના હિસાબમાં તારીખ 31-12-2012 ના રોજ 260 પ્રાપ્ત રજા જમા હતી.આ કર્મચારીનું 17–4-2013 નારોજ અવસાન થાય છે તો અવસાનની તારીખે કેટલી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરી શકાય ?
268 દિવસ
👉મહિલા કર્મચારીને કસુવાવડ માટે કેટલી રજા મળવાપાત્ર
45 દિવસ
👉રજા પ્રવાસ રાહત સમયે કેટલી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરી શકાય
દસ દિવસ
👉બે અથવા જીવિત બાળકો ધરાવતી મહિલા સરકારી કર્મચારીને ગર્ભપાત (એમટીપી) ના કિસ્સામાં કેટલી પ્રસુતિ રજા મળવાપાત્ર થશે ?
મળવાપાત્ર નથી
👉અભ્યાસ રજા મંજૂર કરવા માટે સક્ષમ સત્તાધિકારી
નાણા વિભાગ સાથે પરામર્શ કરીને જે તે વિભાગ સક્ષમ છે.
👉પ્રાપ્ત રજા વધુમાં વધુ કેટલી એકઠી કરી શકાય ?
300 દિવસ
👉અભ્યાસ ૨જા દરમ્યાન એક અધિકારી અમેરિકા અભ્યાસ સારું જાય છે તો તેમનું દૈનિક અભ્યાસ ભથ્થું કેટલું થશે ?
30 ડોલર શકાય?
👉રજા પ્રવાસ રાહતના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન મહત્ત્વ કેટલી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરી
60 દિવસ
👉અભ્યાસ રજા દરમ્યાન સરકારે ચૂકવેલ ભથ્થા, પગારની રકમ ક્યારે પરત લઈ શકાય ?
કર્મચારી ત્રણ વર્ષ પહેલાં રાજીનામું આપે તો
👉જે વર્ષે પૂરું વેકેશન ભોગવ્યુ હોય તે વર્ષે બજાવેલ ફરજ સંબંધે વેકેશન ખાતાના કર્મચારી કેટલી પ્રાપ્ત રજાનો હકદાર ગણાશે?
પ્રાપ્ત રજા માટે હકદાર નથી
👉કરાર આધારિત કર્મચારીને કઈ રજા મળવાપાત્ર છે ?
પરચૂરણ રજા
👉ક્યારે અર્ધપગારી રજા કમાઇ શકાય ?
ફરજ દરમિયાન
તાલીમ દરમિયાન
અસાધારણ રજા દરમિયાન
👉કરાર પર નીમવામાં આવેલા સરકારી કર્મચારીને કયા પ્રકારની રજા મળવાપાત્ર છે ?
પરચુરણ રજા
👉સમગ્ર નોકરી દરમિયાન સરકારી કર્મચારી કેટલી અર્ધપગારી રજા લઇ શકે ?
કોઇ મર્યાદા નથી
👉અર્ધપગારી રજા અર્ધવાર્ષિક ગાળા માટે કેટલી જમા કરવામાં આવે છે ?
10 દિવસ
👉બિનજમા રજા મંજૂર કરવામાં આવી હોય તે કર્મચારીનું ફરજ પર હાજર થયા પહેલા અવસાન થાય છે. કેટલી રજા પગાર વસુલ કરવાનો થાય ?
કોઇ રજાપગારની વસુલાત કરવાની નથી
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat
ALSO READ TEACHER EXAM
GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર
GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF || ગુણોત્સવ 2.0 વિશે પરિપત્ર, મોડ્યુલ
School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો
શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી |
- 1.તાસ ફાળવણી ટાઈમ ટેબલ અનેપ્રાથમિક શિક્ષણ કાર્યભાર ના પ્રશ્નો ||TAS FALVNI SUBJECT KARYBHAR અહીંયા ક્લીક કરો
- 2.માઈક્રોસોફ્ટ ટીમ્સ શું છે? તેના અગત્ય ના પ્રશ્નો || Microsoft teem
- જ્ઞાન કુંજ પ્રોજેક્ટ શિક્ષણ ગુજરાત || gyankunj project Technology in gujrat state
0 Comments