નોકરીની સામાન્ય શરતો
વય મર્યાદા |
- (૧) ગુજરાત મુલ્કી સેવા, વર્ગીકરણ અને ભરતી (સામાન્ય )નિયમો, ૧૯૬૭ માં જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાયના કિસ્સાઓમાં પેન્શન પાત્ર નોકરીની જગ્યા ઉપર અઢાર (૧૮) વર્ષ કરતા ઓછી ઉંમર અને અઠ્ઠાવીસ(૨૮) વર્ષ કરતાં વધુ ઉંમરની કોઈ વ્યકિતની નિમણૂંક કરી શકાશે નહિ. (નિયમ-૧૦)
- (૨) પૂરતાં કારણો જણાવી રાજય સરકારની અગાઉથી મંજૂરી મેળવ્યા વગર કોઈપણ નિમણૂંક અધિકારી ઠરાવેલ વયમર્યાદા | અથવા ઠરાવેલ લાયકાત ન ધરાવતી ચૂકેલ વ્યકિતની નિમણૂંક કરી શકે નહિ(વ.ભ.નિ.૮-૩)
શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર
(૧) કોઈપણ વ્યકિતને સરકારી નોકરીમાં કાયમી જગા ૫૨ કાયમી રીતે નિમણૂંક આપવામાં આવે તે પહેલાં અથવા નિમણૂંકની તારીખથી છ માસ પૂરા થતાં પહેલાં એ બેમાંથી જે વહેલું હોય તે પહેલાં નિયમોના પરિશિષ્ટ-૩માં નિયત કરવામાં આવેલા નમૂનામાં યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. (નિયમ ૧૧-૧)
(૨) અંશકાલીન કર્મચારીઓએ પણ પૂર્ણકાલીન કર્મચારીઓની માફક એ જ રીતે અને એ જ શરતોએ શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. (નોંધ-૨ નિયમ૧૧)
(૩) તબીબી તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલા હોય તેવા કર્મચારી તબીબી અધિકારીના નિર્ણયની જાણ થયા બાદ એક માસની અંદર આ બાબતમાં નિયમ-૧૧ નીચેની નોંધ-૩,૪ અને ૫ દ્વારા અને પરિશિષ્ટ-૩ નાં નિયમ-૧૭ દ્વારા નિયત ક૨વામાં આવેલી કાર્યપદ્ધતિ અનુસાર અપીલ કરી શકે છે અને અપીલનો નિર્ણય આવતાં સુધી આવા કર્મચારીને નોકરીમાં ચાલુ રાખી શકાશે. (નોંધ-૩,૪ અને ૫-નિયમ-૧૧)
(૪) તબીબી અધિકારીના નિર્ણયની જાણ થયાની તારીખથી સરકારી કર્મચારી એક માસમાં અપીલ ન કરે તો એક માસની મુદત પછી તેને તાત્કાલિક છૂટો કરવો અને આ મુદ્સ વીત્યા પછી તેને અપીલની પરવાનગી આપવી નહિ. (નોધ-૫ (૨)-નિયમ-૧૧)
આ પણ વાંચો :
વન નેશન વન ઈલેકશન: શું & One Nation One election, તેનાથી શું ફાયદા થશે ? તેની સમિતિ સમિતિ અગત્ય ની છે .
તબીબી પ્રમાણપત્ર ઉપર સહી |
જુદા- જુદા કર્મચારીઓના કિસ્સામાં કયા તબીબી અધિકારી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર આપવા માટે નિર્ધારીત કરવામાં આવ્યા છે તે નિયમો પરિશિષ્ટ-૩માં દર્શાવેલ છે. આવા તબીબી અધિકારીની સહીથી શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર આપવાનું રહે છે અને મહિલાઓની બાબતમાં આ પ્રમાણપત્ર ગુપ્ત રાખવાનું હોય છે. (નિયમ-૧૨)
હંગામી નોકરી છ માસની અંદર તબીબી પ્રમાણપત્રની રજુઆત
|
- (૧) સરકારી નોકરીમાં છ માસની હંગામી (અવેજી સેવા સહિત) નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીને શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર રજૂ ન કરે તો નોકરીમાં ચાલુ રાખી શકાય નહિ. (નિયમ-૧૫-૧)
- (૨) કર્મચારીએ રજૂ કરેલ પ્રમાણપત્ર તે રજૂ કર્યાની તારીખ પછી જે પગાર બિલમાં તેમનો પગાર આકારવામાં આવે તેવા પહેલા પગાર બિલ સાથે તે સામેલ કરવાનું હોય છે. અથવા યોગ્ય અને પૂરતા કારણોસર આમ થઈ શકે તેમ નહોય તો ત્યાર પછીના આવા પગાર બિલ સાથે તે સામેલ કરવાનું રહે છે. (નોંધ- નિયમ-૧૫-૨)
સેવાપોથીમાં તબીબી, તપાસની નોંધ |
કર્મચારીની તબીબી તપાસ કરવામાં આવી છે અને તે નોકરી માટે યોગ્ય જણાયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવતાં, તે હકીકતની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવશે અને નોકરીની કારકિર્દી બાબતમાં જે દસ્તાવેજો રાખવામાં આવતા હોય તે દસ્તાવેજોની સાથે તે સલામત કબજામાં રાખવામાં આવશે.
(નિયમ-૧૬)
ALSO READ TEACHER EXAM
GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર
GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF || ગુણોત્સવ 2.0 વિશે પરિપત્ર, મોડ્યુલ
School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો
બંધારણ (સંવિધાન) ને વફાદાર રહેવા અંગે સોગંદ |
સરકારી નોકરીમાં દાખલ થનાર દરેક નવી વ્યકિતએ ભારતના બંધારણ પ્રત્યે વફાદારી અંગે નિયત નમૂનામાં સોગંદ લેવા જોઈએ અથવા પ્રતિજ્ઞા લેવી જોઈએ આવા સોગંદ અથવા પ્રતિજ્ઞા ખાતાના અથવા કચેરીના વડા અથવા આ અંગે જેમને અધિકૃત કરવામાં આવે તે રાજપત્રિત અધિકાર સમક્ષ લેવા જોઈએ.
જન્મ તારીખ અને નામમાં ફેરફાર |
- (૧) જન્મ તારીખની નોંધ કરતી વેળાએ નિયમ-૪૦(૨) અન્વયે નિયત કરવામાં આવેલ પદ્ધતિ અપનાવવાની હોય છે.
- (૨) દસ્તાવેજી પુરાવાને લક્ષમાં લઈને જન્મ તારીખના ખરાપણાની ખાત્રી કરી લેવી અને જેના ૫૨ આધાર રાખેલ હોય તે દસ્તાવેજનો પ્રકાર જણાવતું પ્રમાણપત્ર સેવાપોથીમાં આપવું જોઈએ.
- (૩) કર્મચારીઓની સેવાપોથી તૈયાર થઈ ગયા પછી અજમાયશી સમયગાળો પૂરો થયા પછી કે પાંચ વર્ષની સળંગ નોકરી થઈ ગયા પછી, એ બેમાંથી જે વહેલો હોય તે સમયગાળો પૂરો થયા પછી, જન્મતારીખમાં ફેરફાર કરવાની વિનંતીઓ સ્વીકારવી નહિ, જે કિસ્સામાં અજમાયશી સમયગાળો ન હોય તેવા કિસ્સામાં પાંચ વર્ષની નોકરી પૂરી થયા બાદ આવી વિનંતી સ્વીકારવી નહિ. (નિયમ- ૪૦(૧),નિયમ-૪૦ (૨) (જી)
- (૪) અમુક કિસ્સામાં કર્મચારી નિવૃત્તિ વયે નિવૃત્ત થતા હોવા છતાં તેમને નિવૃત્ત કરવામાં આવતા નથી અથવા તો એફીડેવીટ કરાવેલ જન્મતારીખના આધારે તેની સેવા ચાલુ રાખવામાં આવે છે. અને પાછળથી તેમની વધારાની સેવા નિયમિત કરવાની રજૂઆતો કરવામાં આવે છે. સ૨કારે આ બાબતમાં નિર્ણય લીધો છે કે, આ પ્રકારના કોઈપણ કેસોને નિયમિત કરવા નહિ કે વધારાની સેવાનું વેતન ચૂકવવું નહિ. આ અંગે તમામ જવાબદારી જે તે વિભાગની રહે છે અને કોઈપણ ખોટી એફીડેવીટ રજૂ કર્યા બદલ જવાબદાર કમર્ચારી સામે ફોજદારી કાર્યવાહી પણ કરવાની રહે છે.(ઉપરોકત ઠરાવ તા.૧૯/૦૪/૯૩) જન્મ તારીખ બદલવાની રજૂઆત પરત્વે દરખાસ્ત રજૂઆત કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓ તેમજ ચેકલીસ્ટનો સમાવેશ કરતો સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૧/૯૮ના ઠરાવ ક્રમાંક આરટીઆર/૧૦૯૭/૩૧૪/ક નિયમોમાં આપવામાં આવ્યો છે.
- (૧) જન્મ તારીખ સુધારવા માટેની દરખાસ્તની ચકાસણીની કાર્યવાહી ચેકલીસ્ટની વિગતો આવરી લઈને ચેકલીસ્ટમાં દર્શાવેલા ક્રમ મુજબ ક૨વી.
- (૨) જે કિસ્સામાં સ્થાયી સૂચનાઓ મુજબ જન્મ તારીખ સુધારવાની દરખાસ્ત ગ્રાહ્ય રાખવા પાત્ર ઠરતી નથી. તેવી સ્પષ્ટ ખાતરી સંબંધિત વહીવટી વિભાગને તેમની ચકાસણી બાદ થાય તો ફકત તેવા કિસ્સામાં દરખાસ્ત સામાન્ય વહીવટ વિભાગને રજૂ કર્યા સિવાય સંબંધિત વહીવટી વિભાગ તે મુજબની વિગતો રેકર્ડ કરીને દરખાસ્તનો નિકાલ કરી શકે છે.
કર્મચારીના નામમાં ફેરફાર |
પ્રથમ નિમણૂંકોના હુકમોમાં સમાવિષ્ટ કરવાના મુદ્દાઓ |
પગાર અને ભથ્થા કઈ તારીખથી અસરકારક બને |
હવાલાની લેવડદેવડ |
કર્મચારીનો સંપૂર્ણ સમય સરકારના નિયમનને પાત્ર છે. |
નોટિસ દ્વારા હંગામી કર્મચારીની નોકરીની સમાપ્તિ |
કર્મચારીઓની અન્યત્ર નોકરી મેળવવા માટેની અરજીઓ. |
રાજીનામું |
જગ્યાની કક્ષાએ લાગુ પડતી જોગવાઈઓ વર્ગ-૧ ની જગ્યાઓ
|
(૧) વર્ગ-૧નાં અધિકારીઓને એક સ્થળે ત્રણ વર્ષ પૂરા કરે તે પહેલાં બીજા સ્થળે બદલવા નહિ. (૨) પાંચ વર્ષ પૂરા કરે તે પછી તેમને તે જ સ્થળે ચાલું રાખવા નહિ.(૩) જો કોઈ અધિકારીએ અમુક ક્ષેત્રીય જગ્યાઓ પર કોઈ એક મથક પર ત્રણ વર્ષ કે તેથી વધુ મુદ્દત માટે સેવા બજાવેલી હોય તો તે અધિકારીને તે જ મથકે હેસિયતથી ફરી નીમવા નહિ.વર્ગ-૨ ની જગ્યાઓ.(૧) વર્ગ-૨ નાં ધિકારીઓને એક સ્થળે ત્રણ વર્ષ પૂરા કરે તે પહેલાં બીજા સ્થળે બદલવા નહિ. (૨) પાંચ વર્ષ પૂરાં કરે તે પછી તેમને તે જ સ્થળે ચાલું રાખવા નહિ.જયારે અન્ય સંવર્ગોના વર્ગ-૨ના અધિકારીઓને તેમના વતનના તાલુકામાં સ્થાયી થયા હોય તે તાલુકામાં સ્થાયી હોય તે તાલુકામાં નિમણૂંક આપવી નહિ.(૪) જો કોઈ અધિકારીએ અમુક ક્ષેત્રીય જગ્યાઓ પર કોઈ એક મથક પર ત્રણ વર્ષ કે તેથી વધુ મુદ્દત માટે સેવા બજાવેલી હોય તો તે અધિકારીને તે જ મથકે હેસીયતથી ફરી નીમવા નહિ.
(૧) એક સામાન્ય સિદ્ધાંત તરીકે વર્ગ-૩ નાં અધિકારીઓને એક સ્થળે ત્રણ વર્ષ પૂરા કરે તે પહેલાં બીજા સ્થળે બદલવા નહિ અને પાંચ વર્ષ પૂરા કરે તે પછી તેમને તે જ સ્થળે ચાલું રાખવા નહિ.(૨) જે કર્મચારીઓનો સંવર્ગ રાજય કક્ષાનો હોય દા.ત. સંગ્રહાલય નિયામકની કચેરી હેઠળના સંવર્ગો, ચેરીટી કમિશ્રનર કચેરી હેઠળના સંવર્ગો, તેમને પાંચ વર્ષ પછી અન્ય જિલ્લામાં બદલી કરવી અને જેમનો સંવર્ગ જિલ્લા કક્ષાનો હોય તેમને પાંચ વર્ષ પછી અન્ય તાલુકામાં બદલી કરવી.(૩) જો એક જ ખાતાની બીજી કોઈ કચેરી એક જ સ્થળે આવેલી ન હોય તો આવા કર્મચારીઓની બદલી અન્ય પ્રકારની કામગીરીવાળા ટેબલ પર કરવી.
સંવર્ગ-૪ ના કર્મચારીઓ |
માન્ય મંડળના હોદ્દેદારો |
ચૂંટણી |
ફરિયાદ |
સેવાપોથી |
(૨) જે કચેરીમાં કર્મચારી નોકરી કરતો હોય તે કચેરીના વડાના કબજામાં એક નકલ અને બીજી નકલ જેતે કર્મચારીને આપવી. (નિયમ-૩૮.૨)
(૩) કચેરીના વડાના કબજામાં રહેલ સેવાપોથીમાં દરેક વિગતની નોંધ કરી તેમાં સહી કરી પ્રમાણિત કરવી તે જોવાની તેમની ફરજ છે. (નિયમ-૩૮.૨)
(૪) કર્મચારી પાસે રહેલ બીજી સેવાપોથીમાં તમામ નોંધો કરવામાં આવ્યાનો તેમજ અધ્યતન હોવા બાબતનો સંતોષ થયા બાબતનો એકરાર દરેક કર્મચારી પાસેથી મેળવી લેવો અને તે બાબતનું પ્રમાણપત્ર દરેક અધિકારીએ ભરેલ નામનિયુકતિના નોમિનેશન ફોર્મની નકલ સેવાપોથીમાં રાખવી (નિયમ-૩૮.૩)
(૫) સામાન્ય ભવિષ્યનિધિ, પેન્શન, સરકારી વિમા યોજના વગેરે બાબતે કર્મચારીએ ભરેલ નામનિયુકતિના નોમિનેશન ફોર્મની નકલ સેવાપોથીમાં રાખવી. (નિયમ-૪૦.૬)
(૬) ખાતાના વડા અધિકારીએ હુકમ કર્યા સિવાય સેવાપોથીમાં ચારિત્ર્ય અંગેના પ્રમાણપત્રો નોંધવા કે દાખલ કરવા નહીં. (નિયમ-૪૨)
(૭) પોતાના વહીવટી નિયંત્રણ હેઠળના કર્મચારીને દર વર્ષે સેવાપોથી બતાવવાની કચેરીના વડાની ફરજ રહેશે. (નિયમ- ૪૩)
(૮) જયારે કર્મચારીની એક કચેરીમાંથી બીજી કચેરીમાં બદલી થાય ત્યારે બદલીનો પ્રકાર અને કારણ સાથે તેમજ તે અગાઉની તમામ નોંધ પૂર્ણ કરીને જ બદલી થયેલ કચેરીના વડાને મોકલવી. (નિયમ-૪૪)
(૯) સેવાપોથી મળતાં તેમાં ખામી કે ત્રૂટિ જણાય તો તેને સ્વીકારતા પહેલા સેવાપોથી મોકલી આપનાર અધિકારીને પરત કરવી.જેની બદલી થઈ હોય તેવા બિન રાજયપત્રિત કર્મચારીને સેવાપોથી સોંપવી નહીં. (નિયમ-૪૪)
(10) સેવામાંથી નિવૃત થતા, રાજીનામું આપતા અથવા છુટા કરવામાં આવતા કર્મચારીને સેવાપોથી કે સેવારોલ આપવા નહીં. (નિયમ-૪૯)
(11) સેવાપોથી કે.વ.શાળા/પે સેન્ટર શાળાના મુખ્યશિક્ષકને વહીવટી સરળતા ખાતર તાલુકાકક્ષાએથી સોંપણી કરવાની રહેશે, પરંતુ તમામ નોંધ તાલુકા કચેરીની સૂચના મુજબ કરવાની રહેશે. નોંધ નીચે સહી તાલુકા કક્ષાના અધિકારી ની થશે.
શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી |
0 Comments