NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે

Gujrat
0

 NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

👉શાળા આધારિત મૂલ્યાંકન માટેના તમામ વિદ્યાર્થીઓના પ્રગતિ કાર્ડ, જેને શાળાઓ દ્વારા માતાપિતાને આપવામાં આવે છે તેને સૂચિત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, NCERT અને SCERTના માર્ગદર્શન હેઠળ રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સંપૂર્ણ રીતે પુનઃ રચના કરવામાં આવશે.


પ્રગતિ કાર્ડ કેવા પ્રકાર નું હશે 

    • 💢પ્રગતિ કાર્ડ એક સમગ્રદર્શી અને 360 ડિગ્રીનો, બહુપરિમાણ્વીય અહેવાલ હશે જેમાં વિદ્યાર્થીના જ્ઞાનાત્મક,ભાવાત્મક અને મનોક્રિયાત્મક ક્ષેત્રના વિકાસનું બારીકાઈપૂર્વક કરેલ વિશ્લેષણનું વર્ણન તેમજ તેની પ્રગતિ વિશિષ્ટતાને પ્રતિબિંબિત કરેલું હશે. તેમાં વિદ્યાર્થીના પ્રોજેક્ટ આધારિત, પૂછપરછ આધારિત અધ્યયન, ક્વીઝ, રોલ પ્લે, જૂથ કાર્ય, પોર્ટફોલિયો વગેરેનું સ્વ મૂલ્યાંકન, સહપાઠી દ્વારા મૂલ્યાંકન અને શિક્ષક દ્વારા મૂલ્યાંકન સમાવિષ્ટ હશે.
    • 💢 માતાપિતા, શિક્ષકો અને સહપાઠી મિત્રોને પ્રશ્નાવલી આપી તે દ્વારા પોતાના અધ્યયન વિશે ક્ષમતાઓ અને રસ રુચિના ક્ષત્રો વિશે, કઈ દિશામાં સુધારણાની જરૂર છે તે વિશે માહિતી મેળવી કૃત્રિમ બુદ્ધિમત્તા (Ai )ના ઉપયોગથી વિદ્યાર્થીઓ સોફ્ટવેર બનાવી શકે જે તેમને અધ્યયનમાં પ્રગતિની સંભાળ લેવામાં અને શ્રેષ્ઠ કારકિર્દીની પસંદગી કરવામાં મદદરૂપ થઈ શકે.

    બોર્ડની પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓ

    1. હાલની બોર્ડની અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૂરિયાતને દૂર કરવા માટે સુધારણા કરવામાં આવશે જ્યારે ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે.
    2.  બોર્ડની પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે.બોર્ડની પરીક્ષાઓને પણ ‘સરળ બનાવવામાં આવશે. સરળ એ અર્થમાં કે તે પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાને બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની પરીક્ષા કરશે.
    3. 👉બોર્ડ પરીક્ષાઓના ‘વર્ષ બગડવાના સંકટ' ને દૂર કરવા માટે, બધા વિદ્યાર્થીઓ કોઈપણ શાળાકીય વર્ષ દરમિયાન બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે, એક પરીક્ષા  સુધારણા માટે, જો ઇચ્છિત હોય તો.

    વાર્ષિક/સત્રાંત/એકમ (Modular) બોર્ડ પરીક્ષાઓની એક પદ્ધતિ વિકસિત થઈ શકે છે

    1. 👉 કે જેમાં દરેક પરીક્ષણમાં ઘણી ઓછી સામગ્રી હોય અને શાળામાં સંબંધિત અભ્યાસક્રમ પછી તરત જ લેવામાં આવે 
    2. 👉ગણિતથી લઈને દરેક વિષય સંબંધિત મૂલ્યાંકન બે સ્તર પર કરવામાં આવે, એક વર્ગ કક્ષાએ અને બીજી ઉચ્ચ કક્ષાએ
    3. 👉કેટલાક વિષયોમાં બોર્ડની પરીક્ષાઓ બે ભાગમાં રાખી શકાય એક ભાગમાં બહુવિક્લ્પ પ્રશ્નો હોય અને બીજા ભાગમાં વિસ્તૃત ઉત્તરના પ્રશ્નો રાખી શકાય.

    મૂલ્યાંકન પદ્ધતિ ક્યારે બદલાશે


    • 👉 NCERT દ્વારા મુખ્ય હિતધારકો, જેમ કે SCERTS, બોર્ડ ઓફ એસેસમેન્ટ (BoA),સૂચિત નવા  રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર અને  અને શિક્ષકોસાથે પરામર્શ ના  આધારે દિશા નિર્દેશો તૈયાર કરવામાં આવશે
    • જેથી શૈક્ષણિક સત્ર 2022-23 સુધીમાં NCFSE 2020-21 ને અનુરૂપ મૂલ્યાંકન પદ્ધતિને સંપૂર્ણ રીતે બદલી શકાય.

    ધોરણ 3-5-8 નું મૂલ્યાંકન


    • 👉શાળાકીય આયોજન અને અધ્યાપન-અધ્યયન પ્રક્રિયાઓમાં સુધારણા માટે માત્ર ધોરણ 10 અને 12 ના અંતમાં જ નહીં પણ વિદ્યાર્થીઓ ધોરણ 3, 5 અને 8 માં શાળા પરીક્ષા આપશે જે યોગ્ય ઓથોરિટી દ્વારા લેવામાં આવશે.
    • 👉આ પરીક્ષાઓ પાયાની અધ્યયન નિપજોનું મૂલ્યાંકન કરશે
    • 👉ધોરણ 3 ની પરીક્ષા મૂળભૂત સાક્ષરતા, સંખ્યા જ્ઞાન અને અન્ય પાયાની કુશળતાનું પરીક્ષણ કરશે

    રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH


    MHRD અંતર્ગત એક પ્રમાણભૂત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH (સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ), સ્થાપિત કરવાનો પ્રસ્તાવ  છે

    👉 જે ભારતના તમામ માન્યતા પ્રાપ્ત શાળા બોર્ડ માટે વિદ્યાર્થી મૂલ્યાંકન અને મૂલ્યાંકન માટે માપદંડ, પ્રમાણભૂતઅને દિશાનિર્દેશ જેવા કેટલાક મૂળ ઉદ્દેશો પૂર્ણ કરશે.શાળાના જુદાજુદા બોર્ડ વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપશે

    👉સાથેસાથે PARAKH {સ્ટેટ અચિવમેન્ટ સર્વે (SAS){ નું માર્ગદર્શન અને {નેશનલ અચિવમેન્ટ સર્વે (NAS)}નું પણ સંચાલન ક૨શે


    વિશ્વ વિદ્યાલય પ્રવેશ પરીક્ષાઓ



    💥ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ ) નિયમો 1971 ની PDF DOWNLOD કરવા અહીંયા થી જુવો


    • → રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (National Testing Agency) ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રવેશ પરીક્ષાઓ વર્ષમાં ઓછામાં ઓછી બે વખત લેવાનું કામ ક૨શે.

    • →  National Testing Agency ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનુસ્નાતક અને સ્નાતકમાં પ્રવેશ તેમજ ફેલોશિપ માટેની પ્રવેશ પરીક્ષાઓ યોજવા માટે સ્વાયત્ત પરીક્ષણ સંસ્થા તરીકે સેવા આપશે.

    • → NTA મૂલ્યાંકનનો ઉપયોગ તેમની પ્રવેશ પરીક્ષા માટે કરવો કે નહીં તે નિર્ણય વ્યક્તિગત વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્વતંત્ર રીતે લેશે.

    💥 સામાન્ય સંજોગો માં સળંગ રજા ની મહત્તમ મુદત 60 દિવસ ની છે .

    💥 પ્રાપ્ત રજા ને પ્રાસંગિક રજા સાથે સાથે જોડી મંજુર કરી શકાય નહિ

    💥રજા માટે એક તથ્ય  રજાની માંગણી હક તરીકે કરી શકાશે નહિ.

    💥ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 હેઠળ તથ્ય  રજા મંજુર કરનાર સત્તાધિકારી કર્મચારીની લેખિત સંમતિ વિના લેણી અને માંગેલી રજાનો પ્રકાર ફેરવી શકતો નથી .

    💥 રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી કર્મચારીએ નમૂના -1 મુજબ અરજી કરવી 

    💥અસાધારણ રજા જયારે કોઈપણ પ્રકારની રજા ન હોય ત્યારે અને કર્મચારી ની વિનંતી થી મંજુર કરી શકાય  નિયમો વાંચવા ક્લીક કરો 

    મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે  અહીંયા પણ ક્લીક કરી શકો છો 



    નેશનલ એડયુકેશન પોલિસી 2020

    અહીંયા ક્લીક કરો 

    અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

    અહીંયા ક્લીક કરો 

    બાલા પ્રોજેક્ટ 

    અહીંયા ક્લીક કરો 

    મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

    અહીંયા ક્લીક કરો 

    પાઠ્યપુસ્તક મંડળ 

    અહીંયા ક્લીક કરો 

    રાજ્ય પરીક્ષા બોર્ડ 

    અહીંયા ક્લીક કરો 

    પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

    અહીંયા ક્લીક કરો 

    પર્યાવરણ પ્રયોગ શાળા 

    અહીંયા ક્લીક કરો 


    👉important : ગુજરાત ના શિક્ષણ ની પ્રથમ એકમાત્ર ચેનલ માં જોડાઓ



    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!