સંકલિત શિક્ષણ (I.E.D.) વિક્લાંગતાની ઓળખ Integrated Education (I.E.D.) Identification of Disabilities
અહીંયા આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં અને પ્રાથમિક શાળાઓ માં વિકલાંગતા અને તે અંતર્ગત ચાલતા કાર્યક્રમ IED સંકલિત શિક્ષણ વિષે માહિતી આપેલ છે . આ માહિતી પ્રાથમિક શાળા ઓ માં શિક્ષકો ,બાળકો અને આચાર્ય ને વિકલાંગતા બાળકો ની ઓરખ માટે ઉપયોગી બની રહેશે .
- → સર્વ શિક્ષા અભિયાનમાં વિકલાંગ બાળકોનું સંકલિત શિક્ષણ એક અત્યંત મહત્વનું ઘટક છે .જેમાં ૬ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાની જોગવાઇ છે.
- → વિકલાંગ વ્યક્તિઓનો (સમાન તક, અધિકારોનું રક્ષણ અને સહભાગિતા અધિનિયમ, ૧૯૯૫ના પ્રકરણ-૫ ની કલમ ૨૬ની જોગવાઇ અનુસાર કોઇપણ પ્રકારની વિકલાંગતા ધરાવતું બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી યોગ્ય પર્યાવરણમાં નિઃશુલ્ક જવાબદારી જેતે રાજ્ય સરકારોની અથવા સત્તામંડળોની રહેશે.
વિક્લાંગતાની ઓળખ
(1) TB ( Totally blind) સંપૂર્ણ અંધ |
જે વ્યક્તિ કે બાળકમાં સંપૂર્ણ દ્રષ્ટિ નો અભાવ તેવી વ્યક્તિને સંપૂર્ણ અંધ કહેવામાં આવે છે. |
(2) LV (Low vision) અલ્પદ્રષ્ટિ |
સારવાર પછી અથવા પ્રમાણિત વક્રીભવનક્ષમ ક્ષતિમાં સુધારો કર્યા પછી પણ જેની દ્રષ્ટિમાં ખામી કે ક્ષતિ રહી હોય તેવી વ્યક્તિ જે સહાયક સામગ્રી દ્વારા દ્રષ્ટિ નો ઉપયોગ કરવા સક્ષમ બની હોય |
(3) HT ( Hearing Impairment) શ્રવણ મંદ |
શ્રવણની રીતે વિક્લાંગ એટલે કાનમાં 60 DB . (ડેસિબલ) કે તેથી વધુ ક્ષતિ જેથી સાંભળવામાં અક્ષમ કે મંદ હોય. |
(4) OH ( Orthopedic Handicap ) હાડકાંની ખામી અથવા અથવા હલન-ચલનમાં મુશ્કેલી |
હાડકાં માંસપેશીઓને લગતી ક્ષતિ, જે અવયવોના હલન-ચલનને મર્યાદિત કરે છે. |
(5) MR ( Mental Retardation) મંદ બુદ્ધિ : |
સરેરાશ કરતા ઓછી બૌદ્ધિક કાર્યક્ષમતા ધરાવનાર જે પરિસ્થિતિ મુજબની અનુકૂળતા અને વર્તણૂકમાં અનેક ત્રુટિઓ હોય જે સામાન્ય રીતે વિકાસના તબક્કામાં ઉદભવતી હોય. |
(6) CP ( Cerebral palsy) મગજનો લકવો |
મગજને એક કે બીજી રીતે થતી હાનિના પરિણામ સ્વરૂપ મગજનો લક્વો થવાની સંભવના હોય છે. મોટા ભાગે વધુ હાનિ થતાં આવી બાળક પથારીવશ બની નોન પ્રોગેસિવ રહે છે. |
(7) MI ( Mental Illness) માનસિક રોગ |
કોઈ પણ પ્રકારની મગજ ની વિકૃતિ કે અસ્વસ્થતાને માનસિક બિમારી ગણી શકાય. જેમાં ચોક્કસ નકારાત્મક વિચારધારાથીમાંડી ગાંડપણ સુધીની બાબતોનો સમાવેશ થાય છે. |
(8) LD { Learning Disability ) અધ્યયન અક્ષમતા |
શીખવાને લગતી ખામી ધરાવતા બાળકો સમજણ, ભાષાલેખન, ગણન માટે ઉપયોગમાં લેવાતી પાયાની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં ખામી ધરાવતા હોઈ શકે છે. |
(9) Autism સ્વલીનતા |
સ્વલીનતા એટલે અવ્યસ્થિત કૌશલ્ય જે પ્રત્યાયન અને વર્તનને અસર પહોંચાડે છે, જેમાં પુનરાવર્તિત અને એકધારું વર્તન જોવા મળે |
(10) Speech Impairment |
એવું વાણી વર્તન કે સામાન્ય અને સ્વીકૃત વાણી વર્તનથી દેખીતી રીતે અલગ કે અસામાન્ય હોય, વાતચીતમાં વિક્ષેપ જનક કે સાંભળનારને અલગ રીતે અસરકર્તા હોય. |
(11) Leprosy- રક્તપિત્ત |
રક્તપિત્તની બીમારીના કારણે શારીરિક અસ્વસ્થતા સર્જાય જેમાં હાથની આંગળીઓ અકડાઈ જવી વગેરે ક્ષતિઓ જોવા મળે છે. |
|
👉આ પણ clik કરી જુવો 👈 |
DISE / U-DISE (DISE (Unified District Information System of Education) |
Khatakiy Tapas Margarshika New Book By Gujarat Government |
માહિતીનો અધિકાર-2005 સમજ , | |
NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે | |
શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો | |
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/ | |
મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat | |
શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી | |
નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment | |
મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 | |
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat | |
DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing | |
Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી | |
GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training | |
GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર | |
GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF | |
School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો |
0 Comments